હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/તમને મળવાનો અવસર વધાવી: Difference between revisions
Jump to navigation
Jump to search
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 18: | Line 18: | ||
વાત બાકી તમારી જ છીએ | વાત બાકી તમારી જ છીએ | ||
માણો અમને મલાવી મલાવી. | માણો અમને મલાવી મલાવી. | ||
'''છંદવિધાન''' | |||
ગાલગા ગાલગા ગાલગાગા | |||
</poem>}} | </poem>}} | ||
Latest revision as of 06:59, 7 July 2024
તમને મળવાનો અવસર વધાવી
અંતે આવરદા પૂરી ઉજાળી.
એક પળનું જ મળવું તમારું
જિન્દગી આખ્ખેઆખ્ખી સજાવી.
શી તમારી ય પાનીએ મહેંદી
શી અમે પણ પળેપળ વિતાવી.
શો તમે કોલ પાળ્યો મિલનનો
શી અમે પણ જુદાઈ નિભાવી.
વાત બાકી તમારી જ છીએ
માણો અમને મલાવી મલાવી.
છંદવિધાન
ગાલગા ગાલગા ગાલગાગા