કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૧૮. બીજ: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૮. બીજ| નિરંજન ભગત}} <poem> તાકી તાકી જોઈ છે રે મેં બીજને બાંકી!...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 24: | Line 24: | ||
</poem> | </poem> | ||
{{Right| (બૃહદ છંદોલય, પૃ. ૧૨૬)}} | {{Right| (બૃહદ છંદોલય, પૃ. ૧૨૬)}} | ||
{{HeaderNav | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૧૭. આષાઢ આયો|૧૭. આષાઢ આયો]] | |||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૧૯. કરોળિયો|૧૯. કરોળિયો]] | |||
}} |
Latest revision as of 09:13, 4 September 2021
૧૮. બીજ
નિરંજન ભગત
તાકી તાકી
જોઈ છે રે મેં બીજને બાંકી!
થાકી પૂનમરાતે,
થાકે જે સૌ તારલાભાતે,
આંખ એવી એક અહીં ના થાકી!
એણે આભઝરૂખે,
સુંદરતા જે પ્રગટી મુખે,
એથીય તો કૈં ઉરમાં ઢાંકી!
આવી રૂપની પ્યાલી,
જોતાં જ જેને પ્રગટી લાલી,
પાય છે મને કોણ રે સાકી?
મારે ઉર જે કવિ,
એણે રે આ ક્ષણની છવિ,
હળવે હાથે મનમાં આંકી!
૧૯૪૯
(બૃહદ છંદોલય, પૃ. ૧૨૬)