કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૧૯. કરોળિયો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૯. કરોળિયો| નિરંજન ભગત}} <poem> નર્યો મલિન, હૃષ્ટપુષ્ટ, શત ડાઘ, ભ...")
 
No edit summary
 
Line 19: Line 19:
</poem>
</poem>
{{Right| (બૃહદ છંદોલય, પૃ. ૧૩૭)}}
{{Right| (બૃહદ છંદોલય, પૃ. ૧૩૭)}}
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૧૮. બીજ|૧૮. બીજ]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૨૦. મોર | ૨૦. મોર]]
}}

Latest revision as of 09:14, 4 September 2021

૧૯. કરોળિયો

નિરંજન ભગત

નર્યો મલિન, હૃષ્ટપુષ્ટ, શત ડાઘ, ભૂંડો ભખ;
સરે લસરતો, તરે શું પવનાબ્ધિ ઑક્ટોપસ;
કુરૂપ નિજ કાય આ પલટવા કયો પારસ?
અને નીરખવા યથાવત ચહે છ કોનાં ચખ?
છતાં મૃદુલ, સ્નિગ્ધ ને રજતવર્ણ કૈં તારથી
ગ્રથે સુદૃઢ જાળ, દેહ નિજથી જ, નિત્યે નવી;
કલાકૃતિ રચે શું ક્લાસિકલ સંયમી કો કવિ,
દબાય નહિ જે જરીય નિજ દેહના ભારથી.

અલિપ્ત અળગો રહે, અતિથિ અન્ય કો સૃષ્ટિથી;
જણાય જડ, સુસ્ત, સ્વસ્થ, અતિ શાંત, કેવો છળે!
સુગંધભર જાળને કુસુમ માનતી જે ઢળે
ન એક પણ મક્ષિકા છટકતી છૂપી દૃષ્ટિથી;
મુરાદ મનનીઃ (નથી નજર માત્ર પૃથ્વી ભણી)
કદીક પકડાય જો નભઘૂમંત તારકણી.

(બૃહદ છંદોલય, પૃ. ૧૩૭)