કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૨૦. મોર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૦. મોર| નિરંજન ભગત}} <poem> કલાપ નિજ પિચ્છનો વિવિધ વર્ણ ફેલાવતો...")
 
No edit summary
 
Line 19: Line 19:
</poem>
</poem>
{{Right| (બૃહદ છંદોલય, પૃ. ૧૩૮)}}
{{Right| (બૃહદ છંદોલય, પૃ. ૧૩૮)}}
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૧૯. કરોળિયો|૧૯. કરોળિયો]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૨૧. તડકો | ૨૧. તડકો]]
}}

Latest revision as of 09:14, 4 September 2021

૨૦. મોર

નિરંજન ભગત

કલાપ નિજ પિચ્છનો વિવિધ વર્ણ ફેલાવતો,
પ્રસન્ન નીરખે વિશાળ નિજ વિસ્તર્યાં દર્પને
(સદા સુલભ છાંય આ પ્રખર ગ્રીષ્મમાં સર્પને);
પ્રમત્ત નિજ કંઠનો મધુર સૂર રેલાવતો,
મથે નભ વલોવવા, ગજવવા ચહે સૌ દિક;
સવેગ નિજ બેઉ પાંખ વચમાં વળી વીંઝતો,
અને નિજ છટા પરે સતત ર્હે સ્વયં રીઝતો;
અહં પ્રગટતો ન હોય કવિ કોઈ રોમૅન્ટિક!

વિલાસપ્રિય સર્વ દૃષ્ટિ વરણાગથી આંજવી,
હિલોલ નિજ લોલ દેહ ગતિમાં લિયે, સર્વને
નિમંત્રણ દિયે ઉદાર ઉર, માણવા પર્વને;
અનન્ય રસરૂપરંગસ્વરસૃષ્ટિનો રાજવી.
મુરાદ મનની છતાં અતિવિચિત્ર (કોને કહે?:
અમૂલ્ય નિજ અશ્રુ કોઈ કદી ક્યાંક ઝીલી રહે.

(બૃહદ છંદોલય, પૃ. ૧૩૮)