અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચંદ્રકાન્ત દેસાઈ/સંતની દૃષ્ટિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|સંતની દૃષ્ટિ|ભાનુપ્રસાદ ત્રિવેદી}} | |||
<poem> | <poem> | ||
આણી પારે પેલી પારે અમને સર્વ રૂપાળું, | આણી પારે પેલી પારે અમને સર્વ રૂપાળું, | ||
Line 25: | Line 27: | ||
{{Right|(ઊર્ધ્વોન્મેષ, ૨૦૦૧, પૃ. ૪૪)}} | {{Right|(ઊર્ધ્વોન્મેષ, ૨૦૦૧, પૃ. ૪૪)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાનુપ્રસાદ ત્રિવેદી/ઉનાળો | ઉનાળો]] | ધૂળો-ઢાળો ઉનાળો-અજગરભરડો સૃષ્ટિને લૈ પડ્યો છે]] | |||
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઈશ્વર સુથાર ‘શિલ્પી’/પૂછવાનું થાય છે... | પૂછવાનું થાય છે...]] | પૂછવાનું મન થતું પગ આટલું, ક્યાં જવા ઉતાવળું ડગ આટલું!]] | |||
}} |
Latest revision as of 09:55, 22 October 2021
સંતની દૃષ્ટિ
ભાનુપ્રસાદ ત્રિવેદી
આણી પારે પેલી પારે અમને સર્વ રૂપાળું,
શિશિર હોય કે ગ્રીષ્મ ભલે હો અમને સૌ રઢિયાળું —
ગાત્ર અમારાં અકળ શૂળીએ આરપાર વીંધાણાં;
પીઢ થયા સતધારે ઝાઝાં ખેલીને ધિંગાણાં, —
અમને ખરબચડું ના કંઈયે,
અમને સર્વ સુંવાળું... આણી પારે.
પળમાં કંટક પળમાં ફૂલડાંની કેડીએ ભમવું,
પળમાં ઊંચે ઊડવું, પળમાં ગહન પાણીડે ડૂબવું;
આમ ઉરમાં સુખદુઃખ સંપીને
જીવતર જીવતાં ન્યારું... આણી પારે.
મૃગલાં શાં મનમસ્ત બનીને ભરીએ અનહદ ફાળો,
આજ હિમાલય કાલ ગિરિતલ નિત નિત નવ રહેઠાણો;
અમ કાજે પથરાયું ચોગમ
વ્હાલું વિશ્વ વિશાળું... આણી પારે.
ધખધખ લાગે લ્હાય ભલે ને આગળ પાછળ ઉપર,
વરસે તાતાં તીર ભલે ને વ્યોમ થકી આ તન પર;
અલક તોય ના ચળે, અમારે
રામ તણું રખવાળું... આણી પારે.
(ઊર્ધ્વોન્મેષ, ૨૦૦૧, પૃ. ૪૪)