ગુજરાતી અંગત નિબંધો/ચીંચપોકલી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)

No edit summary

(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૧૮
ચિંચપોકલી – ગીતા નાયક|}}
{{Heading|૧૮
ચિંચપોકલી – ગીતા નાયક|}}

{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/e/e3/SHREYA_CHINCHPOL_LI.mp3

ગુજરાતી અંગત નિબંધો • ચિંચપોકલી – ગીતા નાયક • ઑડિયો પઠન: શ્રેયા સંઘવી શાહ

{{Poem2Open}}
{{Poem2Open}}
ચિંચપોકલી મનમાં કે મોટેથી બોલવાની મજા પડે છે. મુંબઈ શહેરનાં જેટલાં પરાં એટલાં સ્ટેશન. કોઈ પણ સ્ટેશનનું નામ બોલતાં રોમાંચ નથી થતો જેટલો ચિંચપોકલીના ઉચ્ચારથી થાય છે. મારું ગામ, મારી જનમનાળ ઘાટકોપર. વહાલું નામ છે એનું, તોય એના ઉચ્ચારમાં ચિંચપોકલીનો આનંદ ગાયબ જ રહે છે. આ વાતે ક્યારેક થોડીક ઈર્ષા થઈ આવે છે.
ચિંચપોકલી મનમાં કે મોટેથી બોલવાની મજા પડે છે. મુંબઈ શહેરનાં જેટલાં પરાં એટલાં સ્ટેશન. કોઈ પણ સ્ટેશનનું નામ બોલતાં રોમાંચ નથી થતો જેટલો ચિંચપોકલીના ઉચ્ચારથી થાય છે. મારું ગામ, મારી જનમનાળ ઘાટકોપર. વહાલું નામ છે એનું, તોય એના ઉચ્ચારમાં ચિંચપોકલીનો આનંદ ગાયબ જ રહે છે. આ વાતે ક્યારેક થોડીક ઈર્ષા થઈ આવે છે.
Line 13: Line 28:
થાકેલાં શરીર પડતાંની સાથે ઘસઘસાટ ઊંઘવા માંડે. એમને સૂતાં જોઈ થાય, અહીં સૂતેલા અને પડખેના કબ્રસ્તાનમાં પોઢેલા વચ્ચે શો ફરક? ગણવો હોય તો ધબકારાનો ગણી શકાય. સાવ પાસેથી દોડી જતી ટ્રેઇનોની ચીસો થાક્યાપાક્યાની ઊંઘમાં મજાલ છે ખલેલ પાડે? ભોંઠી પડતી ટ્રેઇન અંધારામાં સરકવા માંડીઃ હું ચિંચપોકલીથી દૂર જતી હતી કે નજીક?
થાકેલાં શરીર પડતાંની સાથે ઘસઘસાટ ઊંઘવા માંડે. એમને સૂતાં જોઈ થાય, અહીં સૂતેલા અને પડખેના કબ્રસ્તાનમાં પોઢેલા વચ્ચે શો ફરક? ગણવો હોય તો ધબકારાનો ગણી શકાય. સાવ પાસેથી દોડી જતી ટ્રેઇનોની ચીસો થાક્યાપાક્યાની ઊંઘમાં મજાલ છે ખલેલ પાડે? ભોંઠી પડતી ટ્રેઇન અંધારામાં સરકવા માંડીઃ હું ચિંચપોકલીથી દૂર જતી હતી કે નજીક?
{{Poem2Close}}
{{Poem2Close}}
{{right|[સંપાદિત]
[‘ઇલેક્ટ્રિક ટ્રેઇન’, ૨૦૦૯]}}
{{right|[સંપાદિત]
[‘ઇલેક્ટ્રિક ટ્રેઇન’, ૨૦૦૯]}}

{{HeaderNav2
{{HeaderNav2

Latest revision as of 20:01, 7 September 2024

૧૮
ચિંચપોકલી – ગીતા નાયક

ગુજરાતી અંગત નિબંધો • ચિંચપોકલી – ગીતા નાયક • ઑડિયો પઠન: શ્રેયા સંઘવી શાહ

ચિંચપોકલી મનમાં કે મોટેથી બોલવાની મજા પડે છે. મુંબઈ શહેરનાં જેટલાં પરાં એટલાં સ્ટેશન. કોઈ પણ સ્ટેશનનું નામ બોલતાં રોમાંચ નથી થતો જેટલો ચિંચપોકલીના ઉચ્ચારથી થાય છે. મારું ગામ, મારી જનમનાળ ઘાટકોપર. વહાલું નામ છે એનું, તોય એના ઉચ્ચારમાં ચિંચપોકલીનો આનંદ ગાયબ જ રહે છે. આ વાતે ક્યારેક થોડીક ઈર્ષા થઈ આવે છે. વિક્ટોરિયા ટર્મિનસ, ટૂંકમાં વી.ટી. હવે છત્રપતિ શિવાજી ટર્મિનસ થયું છે. હવે પછીની પેઢી શિવાજીને બીજી કઈ રીતે યાદ રાખશે? આપણે તો વી.ટી. ના હુલામણા નામે આગળ વધીશું. વી.ટી.થી થાણે, કલ્યાણ કે અંબરનાથ જવા નીકળીએ ત્યારે ચોથું સ્ટેશન ચિંચપોકલી, મુંબઈનાં દરેક સ્ટેશનો દિવસ-રાત ધબકતાં રહે પણ ચિંચપોકલીની વાત એના નામ જેવી અનોખી છે. વી.ટી.થી ગાડીમાં બેસીએ ત્યારે જમણી બાજુએ અને થાણેથી આવતાં ડાબી બાજુએ ચિંચપોકલી આપણું ધ્યાન ખેંચે. અલગ-અલગ બે રીતે. સ્ટેશનનું પ્લેટફોર્મ પૂરું થાય કે તરત આવે મેદાનમાં પડતો નાનકડો પુલ. એને અડીને બેઠું છે કબ્રસ્તાન, નાનું, નજરમાં સમાય એવડું. સ્ટેશનથી ગાડી ઊપડી હોય એટલે ગતિ ધીમી હોય. ગાડીની ઊંચાઈથી કબ્રસ્તાનની દીવાલ નીચી, ડોકિયું સહેલાઈથી કરી શકાય. દિવસ દરમિયાન અહીં કબરની આસપાસ, તડકો-છાંયો, સંતાકૂકડીની રમત રમ્યા કરે. રાતે ચાંદની કબર પર લંબાવી ઝોકું મારી લે. હથેળી જેવડી ઘણીબધી કબર, જોડાજોડ સૂતી છે. એમની ફરતે ટપૂકડા છોડવા ડોલ્યા કરે. ચોમાસામાં પુષ્કળ જંગલી ફૂલો ઊગી નીકળે. પીળાં, જાંબલી ફૂલો કબરના પથ્થર સાથે ગેલ કરે તો ક્યારેક વળગી પણ પડે. વરસતું પાણી કબરને થપથપાવે તો વળી ક્યારેક ધોધમાર વરસી ઘસીઘસીને નવડાવી ચોખ્ખીચણક કરી દે. સાંજ પડતાં ચકલાં-ખિસકોલાં ધમાચકડી મચાવતાં હોય ને કાબર-કબૂતર ભેગાં પોપટાંની તીણી ચિચિયારીઓ પણ સંભળાતી હોય. વર્ષોથી દિવસે અને રાતે અહીંથી પસાર થતી રહું છું. આશ્ચર્ય તો એ વાતનું છે કે આ કબ્રસ્તાનમાં આજ સુધી મેં એક માણસ ફરકતું જોયું નથી. સ્મરણમાંયે ક્યાંય એવો અણસારો નથી. છતાં ચિરકાળથી સૂતી હોય એવી આ સૃષ્ટિ મને જીવંતતાનો તીવ્ર બોધ કરાવે છે, એમ કેમ? કદાચ એનું મૂળ અહીં વસેલાં ચંપાનાં વૃક્ષોમાં સચવાયું લાગે છે. એમ તો કબ્રસ્તાનના ડાબે ખૂણે તોતિંગ શિરીષ ચોકી કરે છે ને જમણે ખૂણે ઘટાદાર પીપળો અડિંગો જમાવી ખડો છે, પણ અહીંંની ભૂમિ પર આધિપત્ય તો ચંપાનું જ. કબ્રસ્તાનને સુગંધિત રાખવાની, એનું વાતાવરણ મઘમઘતું રાખવાની જવાબદારી એણે હોંશભેર ઉઠાવી લાગે છે. ગાડીની ગતિ સાથે એની આછી સુગંધ લહેરખી ભેગી ક્યાંય સુધી દોડતી રહે. ચંપાનાં વૃક્ષો સાથે સરસાઈ કરતી ત્રણેક સુંદર ઇમારતો પણ કબ્રસ્તાનની રમણીયતા વધારે છે. ઇમારતની ઊંચાઈ, બાજુમાં ઊભેલા ચંપા જેવડી. બન્ને વચ્ચે ગોઠડી થયા કરે. બે ઇમારત, ભૂમિખંડની વચ્ચોવચ અને ત્રીજી એ બન્નેને તાકતી થોડે છેટે ઊભી છે. ઇમારત ફરતે પથ્થરના ઓટલા છે. માથે ઘાટીલા ગુંબજો છે. ઉપલી તરફ પથ્થરમાં કંડારાયેલી નકશીદાર જાળીઓ છે. વરસોવરસ ઇમારતો આછા પીળા રંગે રંગાતી રહે છે. પથ્થરમાં કોતરાયેલી તકતી પરનાં નામ ફરીફરીને વંચાતાં રહે. કમનીય ઇમારતના ઘુમ્મટ તળે કોને કોને દફનાવ્યા હશે? પ્રશ્ન જાગે અને તરત વિરમે. જાણીને શું? એમનાં સ્વજનો જેવી લાગણી થોડી જાગવાની છે? પણ કંઈક એવું છે કે જોતાં જ ઇમારતો આત્મીય લાગે છે. ઊંડે સુધી મૂળિયાં રોપી ચંપા અડીખમ આજુબાજુમાં વસ્યા છે. વસંત હોય કે પાનખર, બન્નેની માયા છે એમને. પાનખરમાં ડાળીઓ વૃદ્ધ બનેલી, સુકલકડી આછાંપાતળાં વસ્ત્ર ધારણ કરેલી માંડ જીવતી લાગે. ઊડતાં પક્ષીઓ આવીને બેસે ન બેસે ને પાછાં નવા ઘરની શોધમાં ડાળી છોડી જાય. ખરતા પાન સાથે તૂટતી ડાળીને ધીરજથી સહી લે પણ જેવી વસંત બેસે કે થવા માંડે ટટ્ટાર. ડાળીઓ ફેલાવા માંડે, શરીર ભરાવદાર થતું જાય. ભરચક ફૂલો બેસે. આછી પીળી ઝાંયવાળાં ધોળાંધોળાં ફૂલો લૂમેઝૂમે ધબકવા લાગે. કબર પર ખરતાં ફૂલો ટપલી મારતાં જાય. આસપાસમાં ચકલાં-ખિસકોલાં ઊડતાં, દોડતાં ધમાલમસ્તી કરતાં જાય. પક્ષી ક્યાં સુધી દૂર રહી શકે? પવનના તાલે ડાળી પર બેસી હીંચકા ખાવા આવી પહોંચે. ક્યોક ડાળી ઊંચે ઊઠતાં કલગીદાર ફૂલો વડે આકાશનો ઓથાર ઊંચકી હઠાવતાં લાગે. કુમળાં ફૂલોનું આત્મબળ જોઈ દંગ રહી જવાય. આવાં દૃશ્યો તો આંખોની મહેફિલ ગણાય પણ જો આંખો બંધ કરી કાન સરવા કરીએ તો ફૂલો ગીત ગાતાં સંભળાય. પેલી અટૂલી ઇમારત પાસેનો ચંપો સંગીતનિર્દેશક લાગે. એની તાલબદ્ધ ડોલતી ડાળીઓ નિર્દેશકની અદાથી બીજા ચંપા પાસે સિમ્ફની છેડાવે. ચંપાની આરપાર થતો પવનનો ચડાવઉતાર સૂર બની રેલાયા કરે. કબરમાં સૂતેલા એના સૂરથી પડખું નહીં બદલતા હોય, કોણ જાણી શકે? બીજાં કબ્રસ્તાનો જોયાં છે. બંગલાના શોભતા કે સરકારી મકાનોના દરવાજે, દરવાન બની છડી પોકારતા ચંપા જોયા નથી એવુંયે નથી. પણ અહીંની માયા જુદી છે. વરસો સુધી ટ્રેઇનમાંથી જતાં-આવતાં, પસાર થતાં ચંપાની હાક સાંભળી બારી બહાર તાક્યા કર્યું છે. આ નમણું કબ્રસ્તાન ચિત્તમાં વસી ગયું છે. છતાં આજની વાસ્તવિકતાનો સ્વીકાર કર્યે છૂટકો. છેલ્લાં બેત્રણ વરસથી, ખૂબ ઝડપથી પ્રદૂષિત હવાએ મુંબઈને ભરડો લઈ લીધો છે. મહાનગરને ભીંસમાં લેતા ઝેરી હવાના પ્રચંડ હુમલા સામે ટકવાનું આ નાનકડા ભૂમિખંડનું શું ગજું? પથ્થરો ખંડિત થવા માંડ્યા છે, કબ્રસ્તાનની દીવાલોમાં બાકોરાં પડવા માંડ્યા છે. સરગમ છેડતા ચંપાની વસતી ઘટતી જાય છે. યાદ આવી જાય છે મનગમતા ચિત્રકાર કવિ શ્રી ગુલામમોહમ્મદ શેખનું કાવ્ય : કબ્રસ્તાન. કવિના રચેલા કબ્રસ્તાનના હજારો રાક્ષસી થોર હજુ સુધી તો અહીં ગેરહાજર છે. તરસી માટી નથી કે નથી આંધળી વાડના સીમાડા અહીં, ખદબદતા કાદવ જેવી અભદ્ર શાંતિ નથી. છતાં થાય છે આ કાવ્યની ભયાવહતા કદાચ નજીક ને નજીક આવી રહી છે. ગાડી બહાર તાકતી બારીના કાચ પર ધૂંધળું પડ બાઝવા માંડ્યું છે. આ કમનીય સૃષ્ટિ ગૂંગળાવા માંડી છે. થોડા સમયમાં આ વસ્તી અવાવરુ, ભેંકાર તો નહીં બની જાય ને? [...] એક મોડી રાતે આવું દૃશ્ય જોયું હતું. ઘરે પાછો વળેલો પુરુષ ચાલીની ધારે ઊભેલો. સુકલકડી કાયા, ઢળેલા ખભા, કાળો વાન, બત્તીના પીળા પ્રકાશમાં વધુ કાળો લાગતો. વિખરાયેલા વાળ, ઊંડી ઊતરેલી આંખો, માણસ કરતાં પ્રેત વધુ લાગેલો. એને જોતાં હાડમાંથી લખલખું પસાર થઈ ગયેલું. નજર કબ્રસ્તાન ભણી વળી ગઈ હતી. થાકેલાં શરીર પડતાંની સાથે ઘસઘસાટ ઊંઘવા માંડે. એમને સૂતાં જોઈ થાય, અહીં સૂતેલા અને પડખેના કબ્રસ્તાનમાં પોઢેલા વચ્ચે શો ફરક? ગણવો હોય તો ધબકારાનો ગણી શકાય. સાવ પાસેથી દોડી જતી ટ્રેઇનોની ચીસો થાક્યાપાક્યાની ઊંઘમાં મજાલ છે ખલેલ પાડે? ભોંઠી પડતી ટ્રેઇન અંધારામાં સરકવા માંડીઃ હું ચિંચપોકલીથી દૂર જતી હતી કે નજીક?

[સંપાદિત]
[‘ઇલેક્ટ્રિક ટ્રેઇન’, ૨૦૦૯]