કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૩૦. આધુનિક અરણ્ય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૦. આધુનિક અરણ્ય| નિરંજન ભગત}} <poem> અરણ્ય, જન જ્યાં અગણ્ય પશુ હ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 16: | Line 16: | ||
અરણ્ય? છલ આ! રહસ્ય? ભ્રમણે અટૂલો ચડ્યો | અરણ્ય? છલ આ! રહસ્ય? ભ્રમણે અટૂલો ચડ્યો | ||
પુરંદર સ્વયં અહીં નહીં શું હોય ભૂલો પડ્યો? | પુરંદર સ્વયં અહીં નહીં શું હોય ભૂલો પડ્યો? | ||
</poem> | |||
{{Right| (બૃહદ છંદોલય, પૃ. ૨૦૨)}} | |||
{{HeaderNav | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૨૯. મુંબઈનગરી |૨૯. મુંબઈનગરી ]] | |||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૩૧. ઝૂમાં |૩૧. ઝૂમાં ]] | |||
}} |
Latest revision as of 12:13, 4 September 2021
૩૦. આધુનિક અરણ્ય
નિરંજન ભગત
અરણ્ય, જન જ્યાં અગણ્ય પશુ હિંસ્ર શાં ઘૂમતાં;
શિલા શત, સિમેન્ટ, કાચ વળી કાંકરેટે રચ્યું;
(અને નભ થકીય ઇન્દ્રધનુ લોહનું હ્યાં લચ્યું!)
વનસ્પતિ નહીં, ન વેલ, નહીં વૃક્ષ જ્યાં ઝૂમતાં;
વિહંગ નહીં, રેડિયો ટહુકતો પૂરે વૉલ્યુમે;
નહીં ઝરણ, શી સરે સડક સ્નિગ્ધ આસ્ફાલ્ટની;
ન પ્રેત, પણ આ ઇમારત વિચિત્ર કૈં ઘાટની;
પરીગણ ન, ટ્રામ કાર દિનરાત અહીં તહીં ઘૂમે;
સર્યા અતલથી નર્યા સજડ આમ થીજ્યા ઠર્યા
અહીં નરકનીકળ્યા મલિન ઉષ્ણ નિ:શ્વાસ? કે
કદીક નિજ સ્વપ્નબીજ અહીં વાવિયાં રાક્ષસે
વિશાલ પરિપક્વ આ સ્વરૂપમાં શું ફાલ્યાં-ફળ્યાં?
અરણ્ય? છલ આ! રહસ્ય? ભ્રમણે અટૂલો ચડ્યો
પુરંદર સ્વયં અહીં નહીં શું હોય ભૂલો પડ્યો?
(બૃહદ છંદોલય, પૃ. ૨૦૨)