કાવ્ય-આચમન શ્રેણી – મરીઝ/નજર આવે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૦. નજર આવે}} {{Block center|<poem> એવો કોઈ દિલદાર જગતમાં નજર આવે, આપી દે મદદ કિન્તુ ન લાચાર બનાવે. હમદર્દ બની જાય જરા સાથમાં આવે, આ શું કે બધા દૂરથી રસ્તા જ બતાવે. શું એને ખબર, કોની નજર પ્યાસી...")
 
(+1)
 
Line 4: Line 4:
એવો કોઈ દિલદાર જગતમાં નજર આવે,
એવો કોઈ દિલદાર જગતમાં નજર આવે,
આપી દે મદદ કિન્તુ ન લાચાર બનાવે.
આપી દે મદદ કિન્તુ ન લાચાર બનાવે.
હમદર્દ બની જાય જરા સાથમાં આવે,
હમદર્દ બની જાય જરા સાથમાં આવે,
આ શું કે બધા દૂરથી રસ્તા જ બતાવે.
આ શું કે બધા દૂરથી રસ્તા જ બતાવે.
શું એને ખબર, કોની નજર પ્યાસી રહી ગઈ?
શું એને ખબર, કોની નજર પ્યાસી રહી ગઈ?
જે ભેજમાં ચાલે અને પાલવ ન ઉઠાવે.
જે ભેજમાં ચાલે અને પાલવ ન ઉઠાવે.
એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,
એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,
કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે.
કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે.
વાતોની કલા લ્યે, કોઈ પ્રેમીથી તમારા,
વાતોની કલા લ્યે, કોઈ પ્રેમીથી તમારા,
એક વાત કરે એમાં ઘણી વાત છુપાવે.
એક વાત કરે એમાં ઘણી વાત છુપાવે.
રડવાની જરૂરત પડે ત્યાં સૂકાં નયન હો,
રડવાની જરૂરત પડે ત્યાં સૂકાં નયન હો,
ને હસતો રહું ત્યાં જ જ્યાં હસવું નહિ આવે.
ને હસતો રહું ત્યાં જ જ્યાં હસવું નહિ આવે.
છે મારી મુસીબતનું ‘મરીઝ’ એક આ કારણ,
છે મારી મુસીબતનું ‘મરીઝ’ એક આ કારણ,
હું મુજથી રૂઠેલો છું, મને કોણ મનાવે?
હું મુજથી રૂઠેલો છું, મને કોણ મનાવે?

Latest revision as of 12:08, 15 October 2024

૨૦. નજર આવે

એવો કોઈ દિલદાર જગતમાં નજર આવે,
આપી દે મદદ કિન્તુ ન લાચાર બનાવે.

હમદર્દ બની જાય જરા સાથમાં આવે,
આ શું કે બધા દૂરથી રસ્તા જ બતાવે.

શું એને ખબર, કોની નજર પ્યાસી રહી ગઈ?
જે ભેજમાં ચાલે અને પાલવ ન ઉઠાવે.

એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,
કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે.

વાતોની કલા લ્યે, કોઈ પ્રેમીથી તમારા,
એક વાત કરે એમાં ઘણી વાત છુપાવે.

રડવાની જરૂરત પડે ત્યાં સૂકાં નયન હો,
ને હસતો રહું ત્યાં જ જ્યાં હસવું નહિ આવે.

છે મારી મુસીબતનું ‘મરીઝ’ એક આ કારણ,
હું મુજથી રૂઠેલો છું, મને કોણ મનાવે?
(આગમન, પૃ. ૪૮)