અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુન્દરમ્/ફાગણ ફૂલ: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 23: | Line 23: | ||
{{Right|(મુદિતા, ૧૯૯૧, પૃ. ૬૨)}} | {{Right|(મુદિતા, ૧૯૯૧, પૃ. ૬૨)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
<center>◼ | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/f/f4/Mane_Fagannu_Ek_Fool_Aapo-Amar_Bhatt.mp3 | |||
}} | |||
સુન્દરમ્ • ફાગણ ફૂલ • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: અમર ભટ્ટ | |||
{{HeaderNav2 | |||
|previous = અહો ગાંધી | |||
|next = પુષ્પ થૈ આવીશ | |||
}} |
Latest revision as of 11:20, 20 October 2021
સુન્દરમ્
મને ફાગણનું એક ફૂલ આપો, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ.
વનની વાટે તે વ્હાલા એક ફૂલ દીઠું લોલ,
એકલ કો ડાળ, એક એકલડું મીઠું લોલ,
મેં તો દીઠું દીઠું ને મંન મોહ્યું, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ.
ઉત્તરના વાયરાએ ઢંઢોળ્યાં વંન લોલ,
જાગી વસંત, કૈંક જાગ્યાં જીવંન લોલ,
મેં તો સુખડાંની સેજ તજી જોયું, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ.
રૂપલિયા વાટ મારી રૂપલિયા આશ લોલ,
સોનલા સૂરજ તારા, સોનલ ઉજાસ લોલ,
તારી વેણુમાં વેણ મેં પરોવ્યું, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ.
(મુદિતા, ૧૯૯૧, પૃ. ૬૨)
સુન્દરમ્ • ફાગણ ફૂલ • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: અમર ભટ્ટ