કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૪૩. પૂંઠે પૂંઠે: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૩. પૂંઠે પૂંઠે| નિરંજન ભગત}} <poem> કોણ રે આ આવી રહ્યું પૂંઠે પૂ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(2 intermediate revisions by the same user not shown) | |||
Line 12: | Line 12: | ||
‘મને મેલી જાય છે ક્યાં આગે આગે?’? | ‘મને મેલી જાય છે ક્યાં આગે આગે?’? | ||
ઓચિંતાનો કોનો તે આ હાથ પડે ખભે? | ઓચિંતાનો કોનો તે આ હાથ પડે ખભે? | ||
::::::કેવો ભાર લાગે! | ::::::::::કેવો ભાર લાગે! | ||
પાછળ હું જોઉં છું તો કોઈ ક્યાંય શોધ્યુંયે ન જડે, | પાછળ હું જોઉં છું તો કોઈ ક્યાંય શોધ્યુંયે ન જડે, | ||
અલોપ જે જોતાંવેંત | અલોપ જે જોતાંવેંત | ||
Line 23: | Line 23: | ||
</poem> | </poem> | ||
{{Right| (બૃહદ છંદોલય, પૃ. ૨૬૦)}} | {{Right| (બૃહદ છંદોલય, પૃ. ૨૬૦)}} | ||
{{HeaderNav | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૪૨. બે પાય ધરવા જેટલી | ૪૨. બે પાય ધરવા જેટલી ]] | |||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૪૪. હું ને — | ૪૪. હું ને —]] | |||
}} |
Latest revision as of 12:34, 4 September 2021
૪૩. પૂંઠે પૂંઠે
નિરંજન ભગત
કોણ રે આ આવી રહ્યું પૂંઠે પૂંઠે?
ક્ષણે ક્ષણે પથ પર કોને તે આ પદધ્વનિ ઊઠે?
નથી કોઈ સંગ,
નયનમાં નથી કોઈ સ્વપનનો રંગ;
હૃદયમાં નથી કોઈ ગતનું રે ગીત,
કેવળ છે સાંપ્રતની પ્રીત;
નથી કોઈ યાદ,
ઓચિંતાનો તોયે કોનો કરુણ આ સાદ –
‘મને મેલી જાય છે ક્યાં આગે આગે?’?
ઓચિંતાનો કોનો તે આ હાથ પડે ખભે?
કેવો ભાર લાગે!
પાછળ હું જોઉં છું તો કોઈ ક્યાંય શોધ્યુંયે ન જડે,
અલોપ જે જોતાંવેંત
એવું તે આ કોનું પ્રેત?
આગળ આ તો યે કોનો પડછાયો પડે?
ક્ષણે ક્ષણે પથ પર કોનો તે આ પદધ્વનિ ઊઠે?
કોણ રે આ આવી રહ્યું પૂંઠે પૂંઠે?
જૂન ૧૯૫૭
(બૃહદ છંદોલય, પૃ. ૨૬૦)