અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/ભલે શૃંગો ઊંચાં: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 19: | Line 19: | ||
{{Right|અમદાવાદ, 28-10-1953}} | {{Right|અમદાવાદ, 28-10-1953}} | ||
{{Right|(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૫૭૪)}} | |||
</poem> | </poem> | ||
<br> | |||
<center>◼ | |||
[https://ekatra.pressbooks.pub/kavyasvado/chapter/ભલે-શૃંગો-ઊંચાં-ઉશનસ્/ આસ્વાદ: ભલે શૃંગો ઊંચાં — ઉશનસ્] | |||
<br> | |||
<center>◼ | |||
[https://ekatra.pressbooks.pub/kavyasvado/chapter/ભલે-શૃંગો-ઊંચાં-ભાવનામુક/ આસ્વાદ: ભાવનામુકુરિત — સૌંદર્યરસિત કવિબાની — ઉષા ઉપાધ્યાય] | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = પગરવ | |||
|next = ગયાં વર્ષો — | |||
}} |
Latest revision as of 13:01, 20 October 2021
ભલે શૃંગો ઊંચાં
ઉમાશંકર જોશી
મને બોલાવે ઓ ગિરિવર તણાં મૌનશિખરો,
ધસે ધારો ઊંચી, તુહિન તહીં ટોચે તગતગે,
શુચિ પ્રજ્ઞાશીનું સ્મિત કુમુદપુંજો સમ ઝગે;
વહી ર્હેતો ત્યાંથી ખળળ ચિર શાતા જળ-ઝરો.
ઢળી પીતો શૃંગસ્તનથી તડકો શાન્તિ-અમૃત;
મુખે એને કેવું વિમલ શુભ એ દૂધ સુહતું!
હસે નીલું ઊંડું નભ, હૃદય આશિષ્ વરસતું.
રસી શીતસ્પર્શે દિશ દિશ, ભમે મત્ત મરુત.
ગમે શૃંગો, કિન્તુ જનરવભરી ખીણ મુજ હો!
તળેટીએ વીથી સહજ નિરમી શાલતરુની,
રમે ત્યાં છાયાઓ; ઉટજ ઉટજે સૌમ્ય ગૃહિણી
રચે સન્ધ્યાદીપ; સ્તિમિત-દૃગ ખેલે શિશુકુલો;
સ્ફુરે ખીલે વીલે હૃદય હૃદયે ભાવમુકુલો;—
ભલે શૃંગો ઊંચાં, અવનિતલ વાસો મુજ રહો!
અમદાવાદ, 28-10-1953
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૫૭૪)
આસ્વાદ: ભલે શૃંગો ઊંચાં — ઉશનસ્