અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`અમીન' આઝાદ/કવિની પ્રિયા: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 26: | Line 26: | ||
{{Right|(રાત ચાલી ગઈ, ૧૯૯૩, પૃ. ૩૭)}} | {{Right|(રાત ચાલી ગઈ, ૧૯૯૩, પૃ. ૩૭)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નાથાલાલ દવે/નેવલે બોલે કાગ | નેવલે બોલે કાગ]] | નેવલે બોલે કાગ, આજે કોઈ આવશે મારે દ્વાર, ]] | |||
|next = [[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`અમીન' આઝાદ/રાત ચાલી ગઈ! | રાત ચાલી ગઈ!]] | જશે, ચાલી જશે, ગઈ, એ વિચારે રાત ચાલી ગઈ,]] | |||
}} |
Latest revision as of 07:04, 21 October 2021
કવિની પ્રિયા
`અમીન' આઝાદ
શી એમની અદાઓ, શી એમની જવાની!
નયનોનું સ્વર્ગ જાણે, ઊર્મિની રાજધાની!
છે કોણ આંખ સામે નખશિખ જિંદગાની,
એક હાથમાં મોહબ્બત, એક હાથમાં જવાની.
રસબસ છે એની વાતો, શી વાત છે સુરાની!
હર શબ્દ છે શરાબી, પૂરો નશો, જબાની.
ખામી વિનાનું સર્જન, તસ્વીર કલ્પનાની,
સર્વાંગ એક જાણે સુંદર ગઝલ ખુદાની!
તેઓની એક ‘હા’માં, તેઓની એક ‘ના’ માં!
છે જિંદગી હકીકત, છે જિંદગી કહાની.
છે મૌનમાં કથાઓ, છાની નથી અદાઓ,
ખામોશ પણ રહ્યા તો હર ચીજ બોલવાની!
એ પણ ‘અમીન’ જીવન જીવી તમે બતાવ્યું,
કુરબાન થઈ શકે છે, શી રીતથી જવાની.
(રાત ચાલી ગઈ, ૧૯૯૩, પૃ. ૩૭)