અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શાહ/ખાટી રે આંબલીથી: Difference between revisions
Jump to navigation
Jump to search
◼
રાજેન્દ્ર શાહ • ખાટી રે આંબલીથી • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: અમર ભટ્ટ
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
(2 intermediate revisions by 2 users not shown) | |||
Line 23: | Line 23: | ||
{{Right|(સંકલિત કવિતા, પૃ. ૧૪૪)}} | {{Right|(સંકલિત કવિતા, પૃ. ૧૪૪)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
<center>◼ | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/9/9c/Khaatee_Re_Aambaleethi-Amar_Bhatt.mp3 | |||
}} | |||
<br> | |||
રાજેન્દ્ર શાહ • ખાટી રે આંબલીથી • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: અમર ભટ્ટ | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = આણી કોર શેલાર આપણું ગામ | |||
|next = ગલ, વાયસ | |||
}} |
Latest revision as of 01:32, 22 January 2022
ખાટી રે આંબલીથી
રાજેન્દ્ર શાહ
ખાટી રે આંબલીથી કાયા મંજાણી,
એને તેજને કિનારે એણે આણી રે.
પાંપણની પાંદડીના ઓરા તે અંતરાયે
પેલી બાજુનું કૈં ન જોયું,
નિજની સંગાથ જેનું મન ઘેલું મોહ્યું
રે પરની પ્રીત્યું ના એણે જાણી રે.
પંડને પંપાળવામાં મોંઘેરાં ચીર કેરા
રંગ રે નિહાળ્યા ઓઘરાળા,
એને અંજાળવાને ઓછી રે તેજમાળા,
ઓછાં છે જાહ્નવીનાં પાણી રે.
ખાટી રે આંબલીને ભીને તે સંગ, ઝાંખી
કાયાનો કાટ લીધો માંજી,
તેજને અંજન એવું રૂપ લીધું આંજી,
રે ઝળહળ દુનિયા ઝિલાણી રે.
(સંકલિત કવિતા, પૃ. ૧૪૪)
રાજેન્દ્ર શાહ • ખાટી રે આંબલીથી • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: અમર ભટ્ટ