ગુજરાતી સૉનેટકાવ્યો/કૃતિ પરિચય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|પુસ્તક પરિચય}}
{{Heading|કૃતિ-પરિચય}}


{{Poem2Open}}
{{Poem2Open}}

Latest revision as of 06:31, 8 January 2025

કૃતિ-પરિચય

અર્વાચીન ગુજરાતી ઊર્મિકવિતાનો પ્રારંભ દલપતરામ-નર્મદ યુગથી ગણાવી શકાય. આગળ વધતાં ઊર્મિકવિતા ત્રણ મુખ્ય પ્રકારોમાં વહેતી જણાશે. ગીત-ગઝલ-સૉનેટ! આધુનિકયુગમાં અછાંદસ કવિતાનો પ્રકાર વધુ ધ્યાન ખેંચે છે. આ સંપાદનમાં ગુજરાતી સૉનેટ કવિતાનાં સૉનેટ કાવ્યો સમાવ્યાં છે. ૧૮૮૮ બ.ક.ઠા.થી શરૂ થયેલ આ કાવ્યપ્રવાહ અનુગાંધીયુગ સુધીમાં એની ઊંચાઈ સિદ્ધ કરે છે. એ પછી ક્રમશઃ સૉનેટ કાવ્યો લખાતાં ઓછાં ને ઓછાં થતાં જાય છે. અહીં પ્રકૃતિ-પ્રણય-પ્રભુ-ચિંતન-દેશકાળ-મૂલ્યો-વ્યક્તિઓ-સ્થળો વિશે રચાયેલાં ગુણવત્તાસભર સૉનેટોને સમાવી લેવાનો પ્રયત્ન કર્યો છે. ગુજરાતી કાવ્યસમૃદ્ધિમાં સૉનેટ કવિતાનું પણ મહત્ત્વનું યોગદાન છે એની પ્રતીતિ આ સંપાદનનાં સૉનેટકાવ્યો જરૂર કરાવશે.

– મણિલાલ હ. પટેલ