મંગલમ્/મારા જાગો: Difference between revisions

(+1)
 
(+1)
 
(2 intermediate revisions by the same user not shown)
Line 19: Line 19:
{{gap}}જાગો જીવન સ્વામી,
{{gap}}જાગો જીવન સ્વામી,
તુજ જાગે મુજ જીવન જાગે
તુજ જાગે મુજ જીવન જાગે
{{gap}}દિવ્ય પ્રભા રહું પામી {{right|…મારા.}}
{{gap}}દિવ્ય પ્રભા રહું પામી {{gap|1em}}{{right|…મારા.}}


</poem>}}
</poem>}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = પ્રભુ પ્રસન્ન
|previous = પારસનાં પારખાં
|next = નૈયા ઝુકાવી
|next = બોલ મા
}}
}}

Latest revision as of 15:17, 27 January 2025

મારા જાગો

મારા જાગો અંતરયામી (૨)
હે મન મંદિરના સ્વામી …મારા

નીર વહે ગંગાનાં ઘેરાં
તટ ઊભી શિર નામી,
આયુષ મંજરીની ગ્રહી માલા (૨)
તુજ કાજે હે સ્વામી …મારા

ટપ ટપ મારાં પુષ્પો ખરતાં
નીંદ ન તારી તૂટે,
આજ જતી સુગંધ જીવનની
ધીરજ મારી ખૂટે …મારા

મારા મનના અણુએ અણુમાં
જાગો જીવન સ્વામી,
તુજ જાગે મુજ જીવન જાગે
દિવ્ય પ્રભા રહું પામી …મારા.