અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બાલમુકુન્દ દવે/શ્રાવણ નીતર્યો: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |

(One intermediate revision by one other user not shown) | |||
Line 34: | Line 34: | ||
{{Right|(કુન્તલ, પૃ. ૯૦)}} | {{Right|(કુન્તલ, પૃ. ૯૦)}} | ||
</poem> | </poem> | ||

{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/3/32/Aa_Shravan_Nitaryo-Kshemu_Divetia.mp3 | |||

બાલમુકુન્દ દવે • આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલો જી • સ્વરનિયોજન: ક્ષેમુ દિવેટિયા • સ્વર: કાજલ કેવલરામાણી અને અમર ભટ્ટ | |||

{{HeaderNav2 | |||
|previous = હોળી મહિનાની વિજોગણ | |||
|next = હરિનો હંસલો | |||

Latest revision as of 20:59, 25 January 2022
બાલમુકુન્દ દવે
આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલો જી
પેલાં રેલી ચાલ્યાં રૂપ હો કોઈ ઝીલો જી.
આ કપૂર-કાયા સરી જશે કોઈ ઝીલો જી
પેલા ઊડી ચાલ્યા ધૂપ હો કોઈ ઝીલો જી.
આ જલધારામાં ઝૂલતી કોઈ ઝીલો જી
પેલી તૂટી મોતનમાળ હો કોઈ ઝીલો જી.
આ લટ લહેરાતી લળી લળી કોઈ ઝીલો જી
પેલું કોણ હસે મરમાળ? હો કોઈ ઝીલો જી.
આ નથી ટપકતાં નેવલાં કોઈ ઝીલો જી
આ વરસે અમરત-મેહ હો કોઈ ઝીલો જી.
આ સમણાં કેરા કરા પડે કોઈ ઝીલો જી
આ નરદમ વરસે નેહ હો કોઈ ઝીલો જી.
આ ચળકે વાદળ-તલાવડી કોઈ ઝીલો જી
એની તડકે બાંધી પાળ હો કોઈ ઝીલો જી.
આ દિન વહી ચાલ્યો સુહામણો કોઈ ઝીલો જી
આ રાત ચલી રઢિયાળ હો કોઈ ઝીલો જી.
આ દૂધે ધોયા ડુંગરા કોઈ ઝીલો જી
પેલી ઝરણાંની વણજાર હો કોઈ ઝીલો જી.
આ જતિસતીનાં તપ રેલે કોઈ ઝીલો જી
પેલા શિવલોચન-અંબાર હો કોઈ ઝીલો જી.
(કુન્તલ, પૃ. ૯૦)
બાલમુકુન્દ દવે • આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલો જી • સ્વરનિયોજન: ક્ષેમુ દિવેટિયા • સ્વર: કાજલ કેવલરામાણી અને અમર ભટ્ટ