બાળ કાવ્ય સંપદા/પતંગિયાને: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 5: | Line 5: | ||
આંગળી અડાડતો ન ભાઈ ! | આંગળી અડાડતો ન ભાઈ ! | ||
પતંગિયાને આંગળી અડાડતો ન ભાઈ ! | પતંગિયાને આંગળી અડાડતો ન ભાઈ ! | ||
નર્યું નાજુક છે એ નાનું, | નર્યું નાજુક છે એ નાનું, | ||
મીઠડું મીઠડું મજાનું, | મીઠડું મીઠડું મજાનું, | ||
એને નાહક સતાવતો ન ભાઈ ! - પતંગિયાને... | એને નાહક સતાવતો ન ભાઈ ! - પતંગિયાને... | ||
ફૂલેથી ફૂલે ફરી ફરીને | ફૂલેથી ફૂલે ફરી ફરીને | ||
છે બેઠું જો ને, જરા એ ઠરીને, | છે બેઠું જો ને, જરા એ ઠરીને, | ||
કેવું લાગે છે એ દેવતાઈ ! - પતંગિયાને... | કેવું લાગે છે એ દેવતાઈ ! - પતંગિયાને... | ||
ભલીભોળી છે શી આંખ ! | ભલીભોળી છે શી આંખ ! | ||
રંગ રંગ રૂપાળી પાંખ ! | રંગ રંગ રૂપાળી પાંખ ! | ||
રૂડા રંગોની છાંટ, શી છવાઈ ! – પતંગિયાને... | રૂડા રંગોની છાંટ, શી છવાઈ ! – પતંગિયાને... | ||
એને અંગે રજોટી | એને અંગે રજોટી | ||
છે મખમલ શી ચોટી, | છે મખમલ શી ચોટી, | ||
એને લૂછવા જતો ન લલચાઈ ! - પતંગિયાને... | એને લૂછવા જતો ન લલચાઈ ! - પતંગિયાને... | ||
મીટ માંડી એ મેર | મીટ માંડી એ મેર | ||
રાચ આનંદભેર, | રાચ આનંદભેર, | ||
પ્રેમે જોતો રહે તું પુલકાઈ ! - પતંગિયાને... | પ્રેમે જોતો રહે તું પુલકાઈ ! - પતંગિયાને... | ||
લાગે છે એ વહાલું | લાગે છે એ વહાલું | ||
કોડીલું કાલું કાલું | કોડીલું કાલું કાલું | ||
એની સાથે છે સ્નેહની સગાઈ ! - પતંગિયાને... | એની સાથે છે સ્નેહની સગાઈ ! - પતંગિયાને... | ||
</poem>}}<br> | </poem>}}<br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
Latest revision as of 01:31, 12 February 2025
પતંગિયાને
લેખક : પૂજાલાલ
(1901-1985)
આંગળી અડાડતો ન ભાઈ !
પતંગિયાને આંગળી અડાડતો ન ભાઈ !
નર્યું નાજુક છે એ નાનું,
મીઠડું મીઠડું મજાનું,
એને નાહક સતાવતો ન ભાઈ ! - પતંગિયાને...
ફૂલેથી ફૂલે ફરી ફરીને
છે બેઠું જો ને, જરા એ ઠરીને,
કેવું લાગે છે એ દેવતાઈ ! - પતંગિયાને...
ભલીભોળી છે શી આંખ !
રંગ રંગ રૂપાળી પાંખ !
રૂડા રંગોની છાંટ, શી છવાઈ ! – પતંગિયાને...
એને અંગે રજોટી
છે મખમલ શી ચોટી,
એને લૂછવા જતો ન લલચાઈ ! - પતંગિયાને...
મીટ માંડી એ મેર
રાચ આનંદભેર,
પ્રેમે જોતો રહે તું પુલકાઈ ! - પતંગિયાને...
લાગે છે એ વહાલું
કોડીલું કાલું કાલું
એની સાથે છે સ્નેહની સગાઈ ! - પતંગિયાને...