બાળ કાવ્ય સંપદા/તરાપો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
તરાપો

લેખક : ‘સ્નેહરશ્મિ’ ઝીણાભાઈ રતનજી દેસાઈ
(1903-1991)

રમતો રમતો જાય,
તરાપો રમતો રમતો જાય !
જોતાં એને બેઉ કિનારે
કુંજો લીલી થાય !
કરતાં એનો સાથ પંખીડાં
ગીત મધુરાં ગાય,
તરાપો નદીમાં વહેતો જાય.

આવે કરવા સહેલ તરાપે
સમીર ફોરાં સાથ,
જોવા એને અગણિત તારા
પલકે આખી રાત !
તરાપો ગાતો ગાતો જાય !

આથમણા ઘાટેથી નીકળ્યો,
ઉગમણે દેખાય,
અલકમલકથી આવી એ તો
અલકમલકમાં જાય !
તરાપો હેરિયાં લેતો જાય,
તરાપો રમતો રમતો જાય !