બાળ કાવ્ય સંપદા/શબ્દલોકમાં ‘અ': Difference between revisions
(+1) |
m (Meghdhanu moved page બાળ કાવ્ય સંપદા/શબ્દલોકમાં એ to બાળ કાવ્ય સંપદા/શબ્દલોકમાં ‘અ' without leaving a redirect) |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|શબ્દલોકમાં | {{Heading|શબ્દલોકમાં ‘અ'|લેખક : ભાનુભાઈ પંડ્યા<br>(1923)}} | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
Latest revision as of 01:38, 19 April 2025
શબ્દલોકમાં ‘અ’
લેખક : ભાનુભાઈ પંડ્યા
(1923)
અડકો દડકો રમવા આવ્યા,
અડિયો દડિયો રમવા લાગ્યા.
થોડી વારે અટકીમટકી,
અકડાઅકડી, અખડાબખડી.
દડકો તો છે અડૂકદડૂકિયો,
રમવું એને અડિયોદડિયો,
તેને માથે અગલુંબગલું,
અગલાં પગલાં, અટકું લટકું,
અડકોદડકો અલ્લકદલ્લક
ફરતા બંને અક્કરચક્કર
અચકોમચકો કારેલી ને
અહલીપહલી આપો જી !
અડકોદડકો રમી રહ્યા ને
અરસપરસમાં હસી રહ્યા.
અલકમલકની વાતો કરતા
અધ્ધરપધ્ધર ઊભા રહ્યા.
અલપઝલપ ને અટકોમટકો,
અફરાતફરી જોઈ રહ્યા,
અગડંબગડં અક્કરચક્કર
અડદોપડદો પાડ્યો કો’કે.