પ્રતિપદા/૨. જયદેવ શુક્લ: Difference between revisions
No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(3 intermediate revisions by one other user not shown) | |||
Line 58: | Line 58: | ||
==== ૧ ==== | ==== ૧ ==== | ||
<poem> | |||
ગ્રીષ્મના | ગ્રીષ્મના | ||
તોતિંગ તડકામાં | તોતિંગ તડકામાં | ||
Line 63: | Line 64: | ||
આ નાનકો દાણો | આ નાનકો દાણો | ||
ધાણીની જેમ | ધાણીની જેમ | ||
ફટે તો? | ફટે તો?</poem> | ||
==== ૨ ==== | ==== ૨ ==== | ||
ડાબા હાથની | <poem>ડાબા હાથની | ||
વચલી આંગળીને | વચલી આંગળીને | ||
પાછળ ખેંચી | પાછળ ખેંચી | ||
Line 73: | Line 74: | ||
છોડું... | છોડું... | ||
ચન્દ્ર | ચન્દ્ર | ||
જો ટિચાય તો? | જો ટિચાય તો?</poem> | ||
==== ૩ ==== | ==== ૩ ==== | ||
પૃથ્વીના | <poem>પૃથ્વીના | ||
ગબડતા | ગબડતા | ||
આ દડાને | આ દડાને | ||
Line 83: | Line 84: | ||
અધવચ્ચે | અધવચ્ચે | ||
સૂર્ય | સૂર્ય | ||
ઝીલી લે તો? | ઝીલી લે તો?</poem> | ||
=== ૪. સ્તનસૂક્ત === | === ૪. સ્તનસૂક્ત === | ||
==== ૧ ==== | ==== ૧ ==== | ||
હરિણનાં શિંગડાંની | <poem>હરિણનાં શિંગડાંની | ||
અણી જેવી | અણી જેવી | ||
ઘાતક | ઘાતક | ||
Line 99: | Line 100: | ||
ધબકે છે | ધબકે છે | ||
એ ક્ષણોનાં | એ ક્ષણોનાં | ||
ઘેરાં નિશાન! | ઘેરાં નિશાન!</poem> | ||
==== ૨ ==== | ==== ૨ ==== | ||
મોગરા જેવી | <poem>મોગરા જેવી | ||
રૂપેરી મધરાતે | રૂપેરી મધરાતે | ||
ચન્દ્રના આક્રમણથી બચાવવા | ચન્દ્રના આક્રમણથી બચાવવા | ||
Line 114: | Line 115: | ||
ફરી રહીછે | ફરી રહીછે | ||
લોહિયાળ | લોહિયાળ | ||
શારડી! | શારડી!</poem> | ||
==== ૩ ==== | ==== ૩ ==== | ||
તંગ હવાના પડદા પર | <poem>તંગ હવાના પડદા પર | ||
કાણાં પાડી | કાણાં પાડી | ||
ટગર ટગર નેત્રે | ટગર ટગર નેત્રે | ||
સ્તનો | સ્તનો | ||
ઉચ્ચારે છે | ઉચ્ચારે છે | ||
વશીકરણ મન્ત્ર! | વશીકરણ મન્ત્ર!</poem> | ||
==== ૪ ==== | ==== ૪ ==== | ||
ખુલ્લી પીઠ પર | <poem>ખુલ્લી પીઠ પર | ||
તોફાની સ્તનોએ | તોફાની સ્તનોએ | ||
કોતર્યા | કોતર્યા | ||
સળગતા | સળગતા | ||
રેશમી ગોળાર્ધ. | રેશમી ગોળાર્ધ.</poem> | ||
==== ૫ ==== | ==== ૫ ==== | ||
તે | <poem>તે | ||
જાંબુકાળી સાંજે | જાંબુકાળી સાંજે | ||
છકેલ ડીંટડીઓએ | છકેલ ડીંટડીઓએ | ||
Line 139: | Line 141: | ||
ટહુક્યા કરે છે | ટહુક્યા કરે છે | ||
કોયલકાળો | કોયલકાળો | ||
પંચમ! | પંચમ!</poem> | ||
==== ૬ ==== | ==== ૬ ==== | ||
લાડુની બહાર | <poem>લાડુની બહાર | ||
મરક મરક | મરક મરક | ||
ડોકિયું કરતી | ડોકિયું કરતી | ||
Line 148: | Line 151: | ||
દેહ આખ્ખો | દેહ આખ્ખો | ||
રસબસ | રસબસ | ||
તસબસ... | તસબસ...</poem> | ||
==== ૭ ==== | ==== ૭ ==== | ||
ચૈત્રી ચાંદની. | <poem>ચૈત્રી ચાંદની. | ||
અગાશીમાં | અગાશીમાં | ||
બંધ આંખે | બંધ આંખે | ||
Line 157: | Line 160: | ||
તે તો લૂમખાની | તે તો લૂમખાની | ||
રસદાર | રસદાર | ||
કાળી દ્રાક્ષ! | કાળી દ્રાક્ષ!</poem> | ||
==== ૮ ==== | ==== ૮ ==== | ||
કાયાનાં | <poem>કાયાનાં | ||
તંગ જળમાં | તંગ જળમાં | ||
ડોલે છે | ડોલે છે | ||
એ તો ફાટફાટ થતાં | એ તો ફાટફાટ થતાં | ||
કમળો જ! | કમળો જ!</poem> | ||
==== ૯ ==== | ==== ૯ ==== | ||
નાવડીમાં | <poem>નાવડીમાં | ||
તરતાં-ડોલતાં | તરતાં-ડોલતાં | ||
કમળો | કમળો | ||
સૂંઘતાં સૂંઘતાં જોયું : | સૂંઘતાં સૂંઘતાં જોયું : | ||
ક્ષિતિજે | ક્ષિતિજે | ||
લાલ લાલ સૂર્ય! | લાલ લાલ સૂર્ય!</poem> | ||
==== ૧૦ ==== | ==== ૧૦ ==== | ||
આછા પ્રકાશમાં | <poem>આછા પ્રકાશમાં | ||
ને હવામાં | ને હવામાં | ||
ગોબા પાડતાં | ગોબા પાડતાં | ||
Line 181: | Line 184: | ||
હણહણ્યાં... | હણહણ્યાં... | ||
દેહ | દેહ | ||
રણઝણ રણઝણ. | રણઝણ રણઝણ.</poem> | ||
==== ૧૧ ==== | ==== ૧૧ ==== | ||
ગન્ધકની ટોચ જેવી, | <poem>ગન્ધકની ટોચ જેવી, | ||
સહેજ પાસાદાર ટીંડટીઓ | સહેજ પાસાદાર ટીંડટીઓ | ||
હવામાં | હવામાં | ||
Line 192: | Line 195: | ||
અડે તે પહેલાં જ | અડે તે પહેલાં જ | ||
શરીર | શરીર | ||
ફુરચે ફુરચા... | ફુરચે ફુરચા...</poem> | ||
==== ૧૨ ==== | ==== ૧૨ ==== | ||
રણઝણતી ટેકરીઓ પર, | <poem>રણઝણતી ટેકરીઓ પર, | ||
સર્વત્ર | સર્વત્ર | ||
શરદપૂનમનો | શરદપૂનમનો | ||
Line 202: | Line 205: | ||
વરસ્યો... | વરસ્યો... | ||
આકાશ | આકાશ | ||
ભરપૂર ખાલી ખાલી... | ભરપૂર ખાલી ખાલી...</poem> | ||
=== ૫ હા ભઈ હા, બધેબધ પડે જ છે... === | === ૫ હા ભઈ હા, બધેબધ પડે જ છે... === | ||
‘હવે | <poem>‘હવે | ||
બહાર જો. | બહાર જો. | ||
જો, જો, પાછળ વાદળો ઘેરાયાં છે. | જો, જો, પાછળ વાદળો ઘેરાયાં છે. | ||
Line 285: | Line 288: | ||
‘હા ભઈ હા, બધેબધ | ‘હા ભઈ હા, બધેબધ | ||
પડે જ છે, | પડે જ છે, | ||
પડે જ...’ | પડે જ...’</poem> | ||
=== ૬ ગબડાવી દે, ફંગોળી દે... === | === ૬ ગબડાવી દે, ફંગોળી દે... === | ||
<poem> | |||
ગાય માટે કાઢેલું | ગાય માટે કાઢેલું | ||
ભૂંડને ખાતાં જોઈ | ભૂંડને ખાતાં જોઈ | ||
Line 331: | Line 334: | ||
પેલા આદિમ સમુદ્રમાં | પેલા આદિમ સમુદ્રમાં | ||
આ બોડા, ધુમાડિયા ગોળાને, | આ બોડા, ધુમાડિયા ગોળાને, | ||
આ હિરણ્યાક્ષોને. | આ હિરણ્યાક્ષોને.</poem> | ||
=== ૭ તાલ-કાવ્યો–માંથી === | === ૭ તાલ-કાવ્યો–માંથી === | ||
==== તાલ-કાવ્યો – ૧ ==== | ==== તાલ-કાવ્યો – ૧ ==== | ||
<poem> | |||
તાલ | તાલ | ||
ચાલ ચાલે છે | ચાલ ચાલે છે | ||
Line 400: | Line 403: | ||
</poem> | </poem> | ||
''(સંગીતકાર-મિત્ર ઋષિકુમાર શાસ્ત્રીને અર્પણ)'' | {{Right|''(સંગીતકાર-મિત્ર ઋષિકુમાર શાસ્ત્રીને અર્પણ)''}} | ||
{{HeaderNav | |||
|previous = [[પ્રતિપદા/૧. હરીશ મીનાશ્રુ|૧. હરીશ મીનાશ્રુ]] | |||
|next = [[પ્રતિપદા/૩. યજ્ઞેશ દવે|૩. યજ્ઞેશ દવે]] | |||
}} |
Latest revision as of 10:00, 7 September 2021
કાવ્યસંગ્રહોઃ
પરિચય:
કાવ્યો:
૧. ભેજલ અન્ધકારમાં...
ગભારામાં હીજરાતા
તાંબાના નાગને
કચડતો
ફૂલોની ગન્ધવાળો
ભેજલ અન્ધકાર.
નાગને માથે
ખીલેલું
જાસૂદનું ફૂલ.
દીવાની સ્થિર સળગતી જ્યોત.
મન્દ્ર ગાન્ધારમાં
કડકડાટ મહિમ્ન બોલતો
વરસાદ.
નગારાં બજી ઊઠે છે.
આરતી પ્રગટે છે.
બેઠેલો નન્દી ઉછળે છે.
ભેજલ અન્ધકારમાં
આગિયા રેલાય છે...
૨. જલસો
મારા મસ્તિષ્કમાં
સન્તુર વસે છે
હું સન્તુરને નમું છું.
મારા શ્વાસમાં
તાનપુરો વસે છે
હું તાનપુરાને નમું છું.
મારા હૃદયમાં
મૃદંગ વસે છે
હું મૃદંગને નમું છું.
મારી નાભિમાં
ષડ્જ વસે છે
હું ષડ્જને નમું છું.
મારાં ચરણોમાં
થાપ વસે છે
હું થાપને નમું છું.
મારા હાથમાં
બે તુંબડાવાળી સિતાર વસે છે
હું સિતારને નમું છું
ચૂમું છું
અંગાંગ એક સાથે બજી ઊઠે છે!
૩. પૃથ્વીકાવ્યો
૧
ગ્રીષ્મના
તોતિંગ તડકામાં
પૃથ્વીનો
આ નાનકો દાણો
ધાણીની જેમ
ફટે તો?
૨
ડાબા હાથની
વચલી આંગળીને
પાછળ ખેંચી
ટેરવેથી
આ પૃથ્વીની લખોટી
છોડું...
ચન્દ્ર
જો ટિચાય તો?
૩
પૃથ્વીના
ગબડતા
આ દડાને
ડાબે પગે
તસતસતી કીક મારું...
અધવચ્ચે
સૂર્ય
ઝીલી લે તો?
૪. સ્તનસૂક્ત
૧
હરિણનાં શિંગડાંની
અણી જેવી
ઘાતક
તામ્ર-શ્યામ ડીંટડીઓ
ખૂંપી ગઈ
છાતીમાં
પ્હેલ્લી વાર!
છાતી પર
સદીઓથી
ધબકે છે
એ ક્ષણોનાં
ઘેરાં નિશાન!
૨
મોગરા જેવી
રૂપેરી મધરાતે
ચન્દ્રના આક્રમણથી બચાવવા
વ્યાકુળ હથેળીઓ
તળે
લપાવ્યાં
ભાંભરતાં સ્તનો.
બન્ને હથેળીમાં
આજેય
ફરી રહીછે
લોહિયાળ
શારડી!
૩
તંગ હવાના પડદા પર
કાણાં પાડી
ટગર ટગર નેત્રે
સ્તનો
ઉચ્ચારે છે
વશીકરણ મન્ત્ર!
૪
ખુલ્લી પીઠ પર
તોફાની સ્તનોએ
કોતર્યા
સળગતા
રેશમી ગોળાર્ધ.
૫
તે
જાંબુકાળી સાંજે
છકેલ ડીંટડીઓએ
આખા શરીરે
ત્રોફેલાં
છૂંદણાંમાં
ટહુક્યા કરે છે
કોયલકાળો
પંચમ!
૬
લાડુની બહાર
મરક મરક
ડોકિયું કરતી
લાલ દ્રાક્ષ જેવી...
દેહ આખ્ખો
રસબસ
તસબસ...
૭
ચૈત્રી ચાંદની.
અગાશીમાં
બંધ આંખે
સ્પર્શ્યા હતા હોઠ
તે તો લૂમખાની
રસદાર
કાળી દ્રાક્ષ!
૮
કાયાનાં
તંગ જળમાં
ડોલે છે
એ તો ફાટફાટ થતાં
કમળો જ!
૯
નાવડીમાં
તરતાં-ડોલતાં
કમળો
સૂંઘતાં સૂંઘતાં જોયું :
ક્ષિતિજે
લાલ લાલ સૂર્ય!
૧૦
આછા પ્રકાશમાં
ને હવામાં
ગોબા પાડતાં
રઘવાયાં સ્તનો
હણહણ્યાં...
દેહ
રણઝણ રણઝણ.
૧૧
ગન્ધકની ટોચ જેવી,
સહેજ પાસાદાર ટીંડટીઓ
હવામાં
તણખા વેરતી
આ તરફ...
તણખો
અડે તે પહેલાં જ
શરીર
ફુરચે ફુરચા...
૧૨
રણઝણતી ટેકરીઓ પર,
સર્વત્ર
શરદપૂનમનો
તોફાની ચાંદો
આખ્ખે આખ્ખો
વરસ્યો...
આકાશ
ભરપૂર ખાલી ખાલી...
૫ હા ભઈ હા, બધેબધ પડે જ છે...
‘હવે
બહાર જો.
જો, જો, પાછળ વાદળો ઘેરાયાં છે.
સામે આકાશમાં સૂર્ય ઝાંખો-પીળો.
વચ્ચે વરસાદ.
નાગો વરસાદ!’
‘આ ઋતુમાં પેલ્લી વાર,
પણ એની ક્યાં નવાઈ?’
‘જુઓ તો ખરા.’
‘થોડી ઠંડક થશે...’
‘ના થાય. અન્દરની બાફ જોઈ?’
લાવા રેલાતો જાય છે, જાણે.’
‘ક્યાં છે લાવા?
ઘડીમાં વરસાદ,
નાગો વરસાદ
ને વળી લાવા?’
‘વાઉ... આટલા બધા ભોળા?
ક્હે છે ભોળા ને ભોઠ...
સાનમાં સમજો.’
‘સાનબાનની વાત
હવે પડતી મેલો.
ઘણું થયું.
ફોડ પાડીને ક્હો તો જ...’
‘આ તડકો હવાઈ ગયો
નાગા વરસાદમાં.
ખવાતો જાય છે
આ સોનેરી પ્રકાશ...’
‘વળી પાછું આ...’
‘જુઓ, આ બાજુ જુઓ.
આવો, તમાશા... બજાર યહાં... વહાં...’
‘ક્યાં? કૈસા?’
‘આ સેલનું પાટિયું દેખો.’
‘ક્યાં છે?’
‘જરા ઝીણી આંખે જુઓ :
કોરિયા, ચીન, અમેરિકા, ઇસ્તમ્બૂલ...
વાહ... વાહ!’
‘સબ કુછ ઓપનમેં.’
‘શું... ક્યા ચીજ છે!’
‘બૉસ, બસ લઈ જાઓ હપ્તેથી ચૂકવજો.’
‘બધું હપ્તેથી?’
‘જુઓ, સેન્ટની બોતલ...
તીન બોતલ પર એક ફ્રી...’
‘મારે છ જોઈએ.’
‘ઈ મારે દસ.’
‘બોલો, તમારે...
બસ વાપરો, છાંટો...’
‘છાંટો, બધેબધ છાંટો.’
બૂ મહિનાઓથી, વર્ષોથી આવે છે.’
‘ક્યાંથી આવે છે? પૂછતું નાક લઈ
ઘર, શેરી, સડક
શહેરો ને નગરો વટાવતોક ને
દિલ્લી!
ત્યાં તો વળી અચરજ!’
‘શું?’
‘કોઈના હાથમાં ત્રણ ને એક બોતલ!
બીજાનાં ગજવાં બોતલ... બોતલ...
દરેકના હાથમાં બોતલ!
સૌ એકબીજા પર કંઈ છાંટે...
છાંટંછાંટ... છાંટંછાંટ...
જાણે ધૂળેટી!’
‘અઇલા, તાં હો નાગો વરહાદ?
બધેબધ એક હાથે?
વડોદરા, અમદાવાદ, દિલ્લી, અવધ બધેબધ?’
‘આ નાગો વરસાદ.’
‘ક્હો મેઘ-દૂત મોકલ્યા કોણે?’
‘હવે એની જરૂર છે જ ક્યાં?’
મોબાઈલ ટુ મોબાઈલ ફ્રી’
‘ન્યાલ થઈ ગયા, વાહ!’
‘આહ! વાત કરી કરી પેટ ભરો.’
‘એનું એટલું તો સુખ ને...’
‘પણ સાંભળે કોણ?’
‘જુઓ તો ખરા.’
‘તે પેલો વરસાદ
હજીય પડે છે?’
‘હા ભઈ હા, બધેબધ
પડે જ છે,
પડે જ...’
૬ ગબડાવી દે, ફંગોળી દે...
ગાય માટે કાઢેલું
ભૂંડને ખાતાં જોઈ
ઉગામેલો હાથ
અચાનક
હવામાં સ્થિર.
ભૂંડની રાખોડી, કાળી, ધોળી રૂવાંટી પર
હાથ ફેરવવા
હથેળી વાંકી ડોકે
જરી લંબાય.
ચૂંચી આંખે
લાંબા નાકે
ઉકરડા ચૂંથતા ભૂંડને
ઊંચકી લેવા
લોહીમાં ઘંટડીઓ કેમ વાગતી હશે?
સતત
લોલકની જેમ
ડોલતી
ક્યારેક ઊછળતી
ટૂંકી પૂંછડી
આટલી વહાલી કેમ લાગતી હશે?
ચરબીથી લથબથ
તસતસતાં આંચળ જોઈ
હોઠ-જીભ પર ધારાનું રેશમ કેમ ફરફરતું હશે?
‘સુવ્વરની ઓલાદ’ ગાળથી
સળગી ગયેલાં અંગોમાં
આજે, પેલ્લી વાર
ઢોલ, નગારાં, શંખ બજી રહ્યાં છે...
વરાહ! વરાહ!
હવે ગબડાવી દે,
ફંગોળી દે,
ઘા કરી દે
દૂર
દૂ... ર...
ડુબાડી દે
ફરી ડુબાડી દે
પેલા આદિમ સમુદ્રમાં
આ બોડા, ધુમાડિયા ગોળાને,
આ હિરણ્યાક્ષોને.
૭ તાલ-કાવ્યો–માંથી
તાલ-કાવ્યો – ૧
તાલ
ચાલ ચાલે છે
ચાલ્યા કરે છે લોહીમાં
નગારાની ઢામ્ ધડામ્ ઢામ્ ઢામ્ તડામ્
મૃદંગના ધાધા દિંતા કિટધા દિંતા
તબલાંની ધાગે તિરકિટ ધિનગિન ધાગે તિરકિટ ધિનગિન-ની ચાલથી
રંગાતો રહું
મદમાતો રહું
મદમાતો ફરું...
તિરકિટ ધા તિરકિટ ધા તિરકિટ ધા-ની તિહાઈ પર
લોહીનાં ઝરણાં
વળાંકે વળાંકે
તોરમાં તૉરિલા...
મન્દિર ને સીમ
નૃત્ય ને ગાન
સમ પર
ભીંજાતો રહું
કિટધાતો ફરું...
ક્યારેક ઝપતાલ
ક્યારેક ધ્રુપદ-ધમાર
તો વળી ક્યારેક કહરવાનું ધાગેનતી નકધીં
સતત સતત બજ્યા કરે છે
સસલાની જેમ પાંસળીઓમાં
મધુર મધુર કૂદ્યા કરે છે
પાંસળીઓનાં પોલાણોમાં.... ધાગેનતી નકધીં
ધાગેનતી નકધીં
ત્યારે
હું, હું નથી હોતો જાણો છો?
દિવસે,
અત્યન્ત વિલમ્બિત એકતાલના લયમાં ચાલતા ગ્રીષ્મને
રાત્રિએ
ઝપતાલના ઠાઠમાં
મ્હેકતો પસાર થતો
જોયો છે કદી?
ધીંના ધીંધીંના તીંના ધીંધીંના
વર્ષાની
આછી ઝરમરમાં
બન્ધ બાજના તિરકિટના ‘રેલા’
સુણ્યા છે કદી?
તબલાં સાંભળતાં જ
ટેરવે ટેરવે ઘર કરે
રવ કરે
રવ રવે.
ધેટ ધેટ તેટ તેટના તોખાર...
શિરાએ શિરાએ બેઠેલી નાગણો
મૃદંગના કિટતક ગદીગન ધા તત્ ધા કિટતક ગદીગન ધા તત્ ધા
સાંભળતાં જ
રાનેરી લયથી નાચે છે...
ક્યારેક વર્ષો પર્યન્ત
સમ પર અવાતું જ નથી.
ધાધા તિરકિટ-ના ધાન ધેકેટ-ના
કાયદા પરન ને બોલ આવર્તાયા કરે છે
આવર્તાયા કરે છે...
હું અધ્ધર શ્વાસે
રૂપક તાલના ખાલી પર સમ જેવી
કોઈ ઘટનાની
પ્રતીક્ષા કરું છું...
(સંગીતકાર-મિત્ર ઋષિકુમાર શાસ્ત્રીને અર્પણ)