બાળ કાવ્ય સંપદા/મોર: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|મોર|લેખક : ગુલામ અબ્બાસ | {{Heading|મોર|લેખક : ગુલામ અબ્બાસ ‘નાશાદ'<br>(1949)}} | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
Latest revision as of 02:57, 24 February 2025
મોર
લેખક : ગુલામ અબ્બાસ ‘નાશાદ’
(1949)
ધરતી પર સૌથી રૂપાળું
પંખી હું છું સૌથી ન્યારું,
મોર નામે ઓળખાઉં છું
લાગું સૌને ખૂબ પ્યારું.
પીછાં મારાં છે મનમોહક,
રાજમુકુટમાં એ શોભે
ધર્મ કર્મનાં સૌ કામોમાં
મારાં જ પીંછાંઓ પહોંચે.
મારી ઉપસ્થિતિમાં આખો
બાગ મ્હોરી મ્હોરી ઊઠે,
જોઈ કલાને નાચે હવા
મોસમ ઝૂમી ઝૂમી ઊઠે.
રૂપ આપ્યું જો કુદરતે
ભારતે ઇજ્જત બક્ષી;
નાનાં-મોટાં સૌને ગમતું
હું છું રાષ્ટ્રીય પક્ષી.