કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૪૯. મા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪૯. મા|જયન્ત પાઠક}} <poem> એ તો એનું ચાલતું નથી એટલે, બાકી તો — મા...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 31: Line 31:
બાકી તો
બાકી તો
એને દેહથી અળગો જ ન થવા દે.
એને દેહથી અળગો જ ન થવા દે.
૬-૧૨-૧૯૮૮
૬-૧૨-૧૯૮૮


</poem>
</poem>
{{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૪૫૯)}}
{{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૪૫૯)}}
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૪૮. જીવ-જંતુની કૌતુકકવિતા |૪૮. જીવ-જંતુની કૌતુકકવિતા ]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૫૦. અસ્તિત્વ વિશે |૫૦. અસ્તિત્વ વિશે ]]
}}

Latest revision as of 12:29, 6 September 2021

૪૯. મા

જયન્ત પાઠક

એ તો એનું ચાલતું નથી એટલે,
બાકી તો —
મા જાદણે છે કે દેહથી અલગ કર્યા પછી
એ મોટો થવાનો છે ને દૂર જવાનો છે.
ખોળામાં પડ્યો પડ્યો એ પયપાન કરશે
કેડે ચડશે, આંગળી ઝાલીને ફરશે
માના હાથનો કોળિયો મોંમાં લેશે
— ને આંગળીને વ્હાલમાં બચકુંય ભરી લેશે! —

પણ આ બધું તો
ધીમે ધીમે દૂર થવા માટે જ જાણે...
પછી તો એ ખોળામાંથી ઊતરી પડશે
કેડેથી કૂદી પડશે
હોંસે હોંસે હાથે ખાતાં શીખી જશે;
ખોળામાંથી ઉંબર બ્હારો આંગણમાં ને શેરીમાં
કેડેથી ઊતરી કેડીમાં ને એમ દૂર દેશાવરમાં...
કાગળ લખશે રોજ પ્રથમ તો
પછી માસ-બે માસે
ક્ષમાયાચના કરશે, કાન પકડશે, સોગન ખાશે
ક્‌હેશેઃ ભૂલ્યો નથી મા તને, પરંતુ ખૂબ કામમાં વ્યસ્ત
તારે ખોળે ફરી આવવું છે મા — લખશે
(જાણે છે કે અશક્ય છે એ, એ ના સાચું પડશે)
છેવટ બીજા ગ્રહ પર જાણે હોય એટલી દૂર
—ને અંતર તે પાછું ના સ્થલનું કે નહિ સમયનું
પણ, બે અંતર વચ્ચેનું—
મા જાણે છે કે આમ જ થવાનું છે.
એ તો એનું ચાલતું નથી એટલે
બાકી તો
એને દેહથી અળગો જ ન થવા દે.
૬-૧૨-૧૯૮૮

(ક્ષણોમાં જીવું છું, પૃ. ૪૫૯)