અમેરિકાનો ચિરંતન ચહેરો: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(Created page with " {{Poem2Open}} પ્રેમનાં અમૃત-બીજ (આ સંગ્રહના અંગ્રેજી અનુવાદ “ઇમ્મોર્ટલ ફેસ ઓંફ અમેરિકા'ની પ્રસ્‍તાવના) આ પુસ્તકમાં, વાચકને સાંપડશે એક સાનંદ અને સમાદરનો સ્વર, સ્વપ્ન.' ગત અર્ધી સદીથી, સમભાષી...")
 
No edit summary
 
(3 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{Heading|શેક્સ્પિયર: પ્રતિભા-છબી}}


{{Poem2Open}}(‘સંસ્કૃતિ'ના તંત્રીના બે બોલ){{Poem2Close}}


{{Poem2Open}}
{{Poem2Open}}તમારામાં એસ. આર. ભટ્ટ કોણ?” {{Poem2Close}}
પ્રેમનાં અમૃત-બીજ
(આ સંગ્રહના અંગ્રેજી અનુવાદ “ઇમ્મોર્ટલ ફેસ ઓંફ અમેરિકા'ની પ્રસ્‍તાવના) આ પુસ્તકમાં, વાચકને સાંપડશે એક સાનંદ અને સમાદરનો સ્વર, સ્વપ્ન.'
ગત અર્ધી સદીથી, સમભાષી ગુજરાતીઓના કવિ શ્રી મકરન્દ દવેની ગુલાલ-રંગી હસ્તી છે. પશ્ચિમ ભારતના ગુજરાતમાં એમનું નામ સર્વત્ર જાણીતું છે- એમનાં ઘણાં પુસ્તકો, કાવ્યસંગ્રહો અને પાશ્ચાત્ય સાહિત્યના શ્રેષ્ઠ ભાષાંતરોને અંગે. એમની ભારત બહારની પ્રથમ દીર્ધ યાત્રા અને અમેરિકાની પ્રથમ મુલાકાત (૧૯૮૯) દરમિયાન આ પુસ્તકનાં કાવ્યો રચાયાં છે. ગુજરાતનાં લબ્ધપ્રતિષ્ઠ નવલકથાકાર અને સંપાદિકા ઇશા-કુન્દનિકા, મકરન્દભાઈનાં પત્ની, આ પ્રવાસમાં એમની સાથે હતાં. જાણે પ્રથમ વાર જ નેત્ર ઉન્મિલિત થતાં હોય તેવી તીવ્રતાથી કવિએ ચોમેરનું નવું વિશ્વ નિહાળ્યું છે. એમનાં પ્રવાસ, સ્વપ્ન અને અનુભૂતિની ફલશ્રુતિ આ કાવ્યસંગ્રહ છે. આ કાવ્યો એની યાતાયાતમાં એટલાં વિશ્વવ્યાપી અને છે કે આ સર્જન જાણે ભાષાંતર માટે તલસતું હતું. ચિત્રકાર અને કવિના પ્રિય મિત્ર “મકરન્દભાઈ'નાં કાવ્યોનું આ પ્રથમ અંગ્રેજી ભાષાંતર કર્યું.
“અમેરિકાનો ચિરંતન ચહેરો-પ્રેમનાં શાશ્વત બીજ'-નાં આ કાવ્યો ભારતીય-અમેરિકન જેવી હાઇફન વડે જોડતી કડી જેવાં નથી પણ એમાં ભારત અને અમેરિકાનું અસાધારણ સંયોજન છે.
આ કાવ્યો ભારતીય વિશ્વ-દૃષ્ટિકોણથી તરબતર છે. કવિએ જે કાંઇ આસ્વાદ્યું કે આલેખ્યું તે આ રસથી સીંચિત છે. પ્રથમ કાવ્યમાં જ સેન્ટ પેટ્રિકને, વિષ્ણુની વિભૂતિની પંક્તિમાં સ્થાપ્યા છે. અહીં પાને-પાને, ભારતીય પુરાતન સાહિત્ય અને પુરાણોના ઉદ્બોધક ઇંગિતો સતત જોવા મળશે. વાચકને નાયગરાના પ્રપાતમાં શિવનાં અને દક્ષિણ કેલિફોર્નિયામાં હિમાલયની ખીણનાં દર્શન થશે. ભારતના શ્રેષ્ઠ મહાકાવ્ય મહાભારતમાં ઉચ્ચારિત ઇંગિતો અહીં નજરે ચડેલી નક્કર ઘટનામાં વણાઈ ગયાં છે. કવિ વિમાનમાંથી પ્રશાન્ત ocean’ દરિયો) નિહાળે છે ત્યારે સ્વ-રચિત રૂપક નથી યોજતા, પરંતુ આદિજળનું મંથન કરી સૃષ્ટિ રચતા વિશ્વસર્જનહાર વિષ્ણુના ક્ષીરસાગરના નિર્દેશથી કાવ્યાત્મક ભારતીય કલ્પન સર્જે છે. કવિ અમેરિકાને અનુભવે છે, પરંતુ ભારતીય પૌરાણિક સર્જનની આત્મસાત્‌ દૃષ્ટિથી.
આ કાવ્યોમાં જે ભારતીયતા ઉભરાય છે તે કેવળ નિશ્ચિત સંદર્ભોને અંગે જ નથી. એમની અભિવ્યક્તિના અને ઘટનાઓ માટેની કરુણા પણ એમાં કારણભૂત છે. આ કાવ્યો આંશિક ભારતીય અને આંશિક અમેરિકન નથી. કાવ્યસંગ્રહ સંપૂર્ણ ભારતીય છેઃ એની દૃષ્ટિ અને ઊર્ષિમાં. “અમેરિકાનો ચિરંતન ચહેરો - પ્રેમનાં શાશ્વત બીજ' ભારતીય સંસ્કૃતિના શાસ્રભંડારનું એક રત્ન છે. પરંતુ આ સંગ્રહ અમેરિકન પણ છે. અમેરિકાની જૂની પરંપરા - પૂર્વથી પશ્ચિમની ભૂમિયાત્રા - ને એના આત્માની ખોજ માટે તે અનુસરે છે - જાણે વિમાનયુગનાં “હકલબેરી ફીન' કે “ધર્મ બમ્સ'. અહીં આલેખાયાં છેઃ આફ્રિકનોની ગુલામી, રેડ ઇન્ડિયનોની આધ્યાત્મિકતા અને ધોળાં માનવીઓને હાથે એમની કત્લેઆમ, કેલિફોર્નિયાની મરુભૂમિ, એટલાન્ટિક કિનારે શિશિરપર્ણોનો હોળી- ઉત્સવ. અહીં વાસ છે વિમાનોના ઘસાયેલા પ્રદૂષિત ધુમ્મસની, મોટરોની અને નગરના પરિસરની તૃણાચ્છાદિત ધરતીની. અમારી “પૌરાણિક' પરંપરામાં પણ અમેરિકન આત્મખોજ માટે સમગ્ર ખંડની પૂર્વ-પશ્ચિમ યાત્રા કરે છે. અમેરિકનોની જાત જ રખડુ અને શોધક છે. વોલ્ટ વ્હીટમેને ગાયું છે ને ?૫ take the open road તો ખુલ્લે મારગ નીકળી પડું...' અમેરિકન સાહિત્યનું આગવું લક્ષણ - અમેરિકાનો પ્રકૃતિસૌદર્ય સાથેનો રોમાંચક પ્રેમ - અહીં નીતરે છે. લેક તાહો પર કવિએ ગાયું છેઃ
પરંતુ આ સંગ્રહ અમેરિકન પણ છે. અમેરિકાની જૂની પરંપરા - પૂર્વથી પશ્ચિમની ભૂમિયાત્રા - ને એના આત્માની ખોજ માટે તે અનુસરે છે - જાણે વિમાનયુગનાં “હકલબેરી ફીન' કે “ધર્મ બમ્સ'. અહીં આલેખાયાં છેઃ આફ્રિકનોની ગુલામી, રેડ ઇન્ડિયનોની આધ્યાત્મિકતા અને ધોળાં માનવીઓને હાથે એમની કત્લેઆમ, કેલિફોર્નિયાની મરુભૂમિ, એટલાન્ટિક કિનારે શિશિરપર્ણોનો હોળી- ઉત્સવ. અહીં વાસ છે વિમાનોના ઘસાયેલા પ્રદૂષિત ધુમ્મસની, મોટરોની અને નગરના પરિસરની તૃણાચ્છાદિત ધરતીની. અમારી “પૌરાણિક' પરંપરામાં પણ અમેરિકન આત્મખોજ માટે સમગ્ર ખંડની પૂર્વ-પશ્ચિમ યાત્રા કરે છે. અમેરિકનોની જાત જ રખડુ અને શોધક છે. વોલ્ટ વ્હીટમેને ગાયું છે ને ?૫ take the open road તો ખુલ્લે મારગ નીકળી પડું...' અમેરિકન સાહિત્યનું આગવું લક્ષણ - અમેરિકાનો પ્રકૃતિસૌદર્ય સાથેનો રોમાંચક પ્રેમ - અહીં નીતરે છે. લેક તાહો પર કવિએ ગાયું છેઃ
જ્યાં જ્યાં ફરે ત્યાં ત્યાં ઠરે વિસ્મય થકી વિસ્મય મહીં સરતી નિગાહો
“અમેરિકાનો ચિરંતન ચહેરો' એ નવી દુનિયાનું સાહિત્ય છે; એક વિશ્વસંસ્કૃતિનું તથા રાષ્ટ્રની જૂની સીમાઓ અને અસ્મિતા ભૂંસી નાખતી વિમાનયુગની પ્રક્રિયાનું ધોતક છે. પિછાણવાની કલાને અક્ષુણ્ણ રાખી તેનો નવી પરિસ્થિતિઓમાં કવિ વિનિયોગ કરે છે. એ સાંસ્કૃતિક સેળભેળની ઊપજ નથી પણ નૂતન માનવ-સર્જનની નિષ્પત્તિ છે. લોકપ્રિય ભારતીય પુસ્તકો, જે અંગ્રેજી ભાષાના વાચકો માટે અંગ્રેજીમાં લખાય છે, તેનાથી તદન ભિન્ન આ કાવ્યસંગ્રહ ભારતની ભાષાના ગહન-ગભીર ધરાના નિર્મળ નીરમાંથી ઉગમ પામે છે અને એમાં નવા વિશ્વને આત્મસાત્‌ કરતી ઊંડી પરખથી નિત્યનવ્ય કાવ્યતત્ત્વ ફૂટી નીકળે છે. સમકાલીન વાચકોને અપરિચિત લાગે એવી રીતે એવી પૌરાણિક અને લયમય અભિવ્યક્તિ વચ્ચે આ કાવ્યોની સહજ આવન-જાવન થાય છે. કવિની વિશ્વ માટેની કાળજીભરી ચિંતા અને આગવી વાણીનું અહીં પ્રાધાન્ય છે.
આ કાવ્યસંગ્રહ આધુનિક એટલે કે કેવળ અંગત, વ્યક્તિ-વાદી કે સ્વ-રચ્યું-પચ્યું નથી. એ પરા-અર્વાચીન (0૦5 પણ નથી, અર્થાત્‌ અન્યોન્ય અંતર રચતું, આણવ કે ભીતરું નથી. “અમેરિકાનો ચિરંતન ચહેરો' નાં કાવ્યો વર્ણનાત્મક અને લયમય છે અને પૌરાણિક ક્ષિતિજોમાં વિસ્તરે છે. જાણે કે કવિની વ્યષ્ટિ-ચેતના, ધસમસતી ગંગાની જેમ, એમની અને સમષ્ટિ-ચેતનાના મહદ્‌ સત્યો વચ્ચે ઉભય-દિશાનો પ્રવાહ બની રહે છે. આ કાવ્યો સતત ભક્તિના ભાવમાંથી ઊગે છે. આ ભાવ ધાર્ષિક કે વિધિવિધાન પૂરતો સીમિત નથી, પરંતુ જગતને અધ્યાત્મમાં યોજવા એને સુદ્રઢ કરવા જાણે પાંખો ફફડાવે છે. રૂપકો જો કે ભારતીય અને હિન્દુ છે પરંતુ અભિવ્યક્ત વસ્તુ વૈશ્ચિક છે. આ સંગ્રહનાં ઘણાં કાવ્યો અન્યોન્ય સંબંધ ધરાવતા વિષયોને આવરે છે- અદ્રશ્યની વાસ્તવિકતા, અને ભાવનું પ્રાધાન્ય, વિધાયક અભિગમ, તમસ અને વિનાશની હાજરીમાં બળૂકી “હા'' ઉચ્ચારતો મહાપ્રાણ અને વ્યક્તિગત જીવનનો વ્યાપક જીવન-પટ સાથે સંબંધ. આ એક અધ્યાત્મગ્રંથ છે, એ દૃષ્ટિએ કે આ સર્જનની પરકમ્મા એવી સતત અભીપ્સા છે, જે માનવનાં તમસ્‌ કર્મો - ગુલામી, માનવસંહાર અને ભૌતિકતાને પડકારે છે અને એનો ઉત્તર સર્જન, આનંદ અને અમૃતમય જીવનના ઉદ્ઘોષમાં આપે છે.
આ કાવ્યોમાં એવું સર્વાશ્લેષી દર્શન છે જે સ્થાનિક પરંપરા, સંપ્રદાયના દેવતાઓ-દેવીઓથી આરંભ કરી નવા જ પ્રદેશોમાં ત્વરાથી વિસ્તરે છે, નવી દૃષ્ટિના નિરીક્ષણથી સનાતન વિષયોને પુનઃ પ્રસ્‍થાપિત કરે છે.
પ્રગટ-વાસ્તવિક અને પૌરાણિક-સનાતન વચ્ચેની એની આવન-જાવનમાં દામિની-સમાં આ કાવ્યો ભારતીય શાસ્ત્રીય ગ્રંથનિધિની મેઘગર્જનાના પ્રતિઘોષ છે- ઉપનિષદ્‌, ભગવદ્‌ગીતા, વેદાન્ત ઇત્યાદિના. આ નવ્ય કાવ્યોમાં જે ચોમેર, ભવ્ય શાસ્ત્રના સ્ફટિક-સંદર્ભ બંધાય છે તે તો ઉપરવાસ ન્યુયોર્ક કે બાલ્ટીમોર કે કેલિફોર્નિયાના તટની પર્વતમાળામાંયે ઉપસ્થિત છે. એક પ્રત્યક્ષ જેમ કવિ પોતાને શોધની એવી પ્રક્રિયામાં સતત અનાવૃત કરે છે, કે જે સર્વત્ર છે તે સહજપણે ન્યુ જર્સમાં પણ જડે છે. અમેરિકન હાઈ-વે પર વળાંક લેતા કવિને એમનાં કાવ્યોમાં અનુસરતાં આપણને જાણવા મળે છે કે એ તો હિમાલયની દિશાચિહ્નોનાં જાણે બોર્ડ વાંચી રહ્યા છે.
“શાશ્ચત પ્રેમનાં બીજ' માં પૌરાણિક અને બ્રહ્માંડનો સમય “આજ આજ ભાઈ, અત્યારે' છે. કવિની અમેરિકન યાત્રાના સહપ્રવાસી વાચકને અહીં શાશ્ચત પ્રતીકો


{{Poem2Close}}
{{Poem2Open}}અંગ્રેજી બી. એ.ના વર્ગના વિદ્યાર્થીઓ પોતાની આસપાસ નજ ૨ ક ૨ વા લાગ્યા, અને બોલ્યા:{{Poem2Close}}
 
{{Poem2Open}}“દેખાતા નથી.” ” {{Poem2Close}}
 
{{Poem2Open}}“તો, આજે વર્ગ નહીં લેવાય.” {{Poem2Close}}
 
{{Poem2Open}}પ્રો. વિષ્ણુપ્રસાદ જેવા અધ્યાપક વર્ગ લેવાનું માંડી વાળવા તૈયાર થાય એનું આખા વર્ગને આશ્ચર્ય થયું. ન સમજાય એવું તો એ હતું કે પ્રોફેસર એ વિદ્યાર્થીને ઓળખતા પણ ન હતા!{{Poem2Close}}
 
{{Poem2Open}}ઓળખતા ન હતા? પ્રો. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી અંગ્રેજી તેમજ ગુજરાતી બંને વિષયોના અધ્યાપનકાર્યના અનુભવીઓમાંના એક. પ્રો. વિષ્ણુપ્રસાદને સુરતની કૉલેજ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓમાંથી થોડાકના અંગ્રેજી નિબંધો તપાસવાનું કાર્ય પણ સોંપવામ આવેલું. એક વિદ્યાર્થીના નિબંધમાં એમને ઉત્તરોત્તર વધુ ને વધુ રસ પડતો ગયો. નિબંધના હાંસિયામાં નોંધો લખાતી જાય અને વિદ્યાર્થીનો ને એમનો સંબંધ એ રીતે બંધાતો આવે. અધ્યાપક ચાહીને બોલાવવામાં, તો વિદ્યાર્થી ચાહીને મળવા જવામાં, કંઈક સંકોચશીલ. સંબંધ લખાયેલા શબ્દો મા ૨ ફત જ રહ્યો. વરસને અંતે પ્રોફેસરે લખ્યું: ‘બી. એ.માં અંગ્રેજી વિષય લેજો.' તે પછીનું એ વખતનું ઇન્ટ ૨ નું એક વર્ષ વટાવી, બી. એ.માં પ્રવેશતાં વિદ્યાર્થીએ અંગ્રેજી લીધું. પોતાના અંગ્રેજી બી. એ.ના વર્ગમાં પૂર્વના એ પરિચિત વિદ્યાર્થીને ગેરહાજર જોતાં પ્રોફેસરે એ દિવસે ભણાવવાનું મુલતવી રાખવું મુનાસિબ માન્યું!{{Poem2Close}}
 
{{Poem2Open}}ગુજરાતીના આપણા એક ઉત્તમ અધ્યાપક અને વિવેચક પ્રો. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના એ નિર્ણય પાછળ જે જે આશાઓ હશે તે આજે શ્રી એસ. આર. ભટ્ટ ઇંગ્લૅન્ડના જ નહીં પણ જગતના શ્રેષ્ઠ નાટ્યકાર કવિ શેક્સ્પિયર ઉપર ગુજરાતીમાં એક ગ્રંથ લઈને આવે છે ત્યારે જરૂ ૨ ફલવતી બનેલી જણાશે.{{Poem2Close}}
 
{{Poem2Open}}શેક્સ્પિયર વિશેનું આ પુસ્તક શેક્સ્પિયરની જન્મની ચતુઃશતાબ્દી નિમિત્તે મળ્યું છે. પ્રો. સન્તપ્રસાદ ભટ્ટની પહેલી મુલાકાત, મને યાદ છે ત્યાં સુધી, એક તંત્રી તરીકે-{{Poem2Close}}
 
{{Poem2Open}} હું ‘બુદ્ધિપ્રકાશ’નો તંત્રી હતો ત્યારે-થયેલી. એવામાં અંગ્રેજી વિવેચક-અધ્યાપક{{Poem2Close}}
 
{{Poem2Open}} –{{Poem2Close}}
 
{{Poem2Open}}આર્થર કવીલર-કુચ (ક્યુ) નું અવસાન થયેલું. નાનકડી પણ સુરેખ મૃત્યુનોંધ પ્રકાશનાર્થે લઈને તેઓ વિદ્યાસભામાં મારી પાસે આવેલા. એમની પાસેથી એવું એવું થોડુંક ‘બુદ્ધિપ્રકાશ’ માટે મળતું રહેલું. તે પછીનાં વરસોમાં ‘સંસ્કૃતિ' માટે વચ્ચે વચ્ચે અનેક પાશ્ચાત્ય લેખકો અને પુસ્તકો વિશે લખાણો મેળવેલાં, પણ સંભાષણોમાં કે જાહે ૨ વ્યાખ્યાન અથવા વર્ગમાં મૌખિક રજૂઆતથી સંતોષાનાર જીવ પાસેથી લખાણરૂપે કંઈક મેળવવું એ હંમેશાં મુશ્કેલ. શેક્સ્પિયરના જન્મની ચતુઃશતાબ્દીનું વ ૨ સ ટૂકડું આવી રહ્યું હતું. ૧૯૬૧ માં રવીન્દ્રનાથની શતાબ્દીના વરસમાં એમને વિશે ‘સંસ્કૃતિ’માં આખું વરસ કંઈ ને કંઈ આપવાનો પ્રયત્ન કર્યો હતો. શેક્સ્પિયર વિશે શું કરીશું? ત્યાં એક સાંજે હું શું જોઉં છું, શું સાંભળું છું? આચાર્યશ્રી સન્તપ્રસાદ ભટ્ટ પોતે મારે ત્યાં આવીને કહી રહ્યા છે: ‘આવતા વરસમાં શેક્સ્પિયર વિશે કંઈ કરવું જોઈએ. દર મહિને હું કંઈ ને કંઈ આપું.’ મેં કહ્યું: ‘પણ એકે અંક પડવો જોઈએ નહીં.’ એ કહે: ‘હા' મારે તો જોઈતું હતું તે સામેથી મળી ગયું. નક્કી થયું કે શેક્સ્પિયર ભલે જન્મ્યા એપ્રિલમાં, આપણે તો ૧૯૬૪ ના જાન્યુઆરીથી શરૂ કરી દેવું અને અલબત્ત પૂરું કરવું ૧૯૬૫ ના એપ્રિલમાં. એકાદ અંક બાદ કરતાં સળંગ પ્રકરણો લખાતાં આવ્યાં. એ તે બે પ્રક ૨ ણ વચ્ચે વાંચવા-વાગોળવા-વિચા ૨ વા-લખવાનો ગાળો પણ એમને મળ્યો. અવારનવાર ભાઈ નિરંજન ભગત જેવા ઉતા ૨ વાનું ગણેશ-કાર્ય કરે એટલે શબ્દ તો બોલાય-એ વાવ્રત પણ મોટે ભાગે સચવાયું. ચતુઃ શતાબ્દીના વર્ષને-બલકે સવા વર્ષને-અંતે ઋષિઋણ કંઈક અંશે ચૂકવાયું.{{Poem2Close}}
 
{{Poem2Open}}શેક્સ્પિયર ઉપર અઢળક લખાયું છે. બાઇબલથી બીજા નંબરે પુસ્તકો લખાયાં છે શેક્સ્પિયર ઉ ૫૨, દુનિયાની અનેક ભાષાઓમાં, એક સારું એવું પુસ્તકાલય ભરાય એટલાં. ચતુઃશતાબ્દી વર્ષમાં વળી શેક્સ્પિયર ઉપરનાં લખાણોનો ધોધ વરસ્યો. ખરેખર શેક્સ્પિયર નામનો કોઈ માણસ જ થયો નથી, શેક્સ્પિયરના નામે ચાલતાં નાટકોનો સાચો કર્તા છે માર્લો, લૉર્ડ બેકન કે અર્લ ઑફ ઑક્સફર્ડ, અરે તામિલભાષી શેખૈયર અથવા તો રશિયન પ્રજાજન શેકોવ્સ્કી (?) એ એ નાટકો લખેલાં છે એવા દાવાઓ ગંભીરતાપૂર્વક લડાવવામાં આવે છે. સૉનેટોમાં આવતી શ્યામસુંદરી અને મિત્ર કોણ એ પણ ઘણા અભ્યાસીઓને વિદ્વત્તાના અખાડામાં ધકેલે છે. આ બધી ચર્ચાઓના વમળમાંથી જેની રુચિ ઊગરે તેને શેક્સ્પિયરની બે-પાંચ નાટ્યકૃતિઓની અજબ કલ્પનાકલાના આનંદનું આછું બયાન કરવા માટે પણ એક મનુષ્યજિંદગી ઓછી પડતી લાગે છે. ઘણા મોટા વિચારકો, કલાચિંતકો અને વિવેચકોએ શેક્સ્પિયરની શબ્દસૃષ્ટિનાં રહસ્યોનો પોતે જે આનંદ પામ્યા છે તે બીજાઓને કંઈક પહોંચાડવામાં ધન્યતા અનુભવી છે.{{Poem2Close}}
 
{{Poem2Open}}આચાર્યશ્રી સન્તપ્રસાદ ભટ્ટે શેક્સ્પિયરના જન્મની ચતુઃશતાબ્દીમાં લખવાનું આરંભ્યું એટલે કવિના જન્મથી માંડીને એની જીવનકથા આપવા ઉપર જ એમની નજ ૨ ૨ હી. પણ કવિની જીવનકથા એ માત્ર ભૌતિક કથા ઓછી છે? તરત જ એમાં સામાજિક, ઐતિહાસિક, મનોવૈજ્ઞાનિક, સાંસ્કૃતિક પરિમાણો ઉમેરાતાં ગયાં અને યુરોપમાં ત્રિનેસાઁસ (નવજાગૃતિ) યુગમાં પ્રતાપી રાણી એલિઝાબેથના શાસન નીચે સ્પેનિશ નૌકાકાફલાને હરાવનાર, નવા પ્રગટેલા શક્તિપુંજથી ધબકતા, ઇંગ્લૅન્ડના ખોળે શેક્સ્પિયરની પ્રતિભાનો અધ્યાત્મપિંડ આવિષ્કાર પામ્યો તેની કથા એ બની રહી. વળી વળીને આચાર્યશ્રી ભટ્ટની કલમ શેક્સ્પિયરની પ્રતિભાનાં રહસ્યો અવલોકવામાં ગૂંથાય છે.{{Poem2Close}}
 
{{Poem2Open}}તરુણ શેક્સ્પિયર એવન નદી ઉપરના સ્ટ્રેટફર્ડ ગામનું ઘર છોડીને, ભાગીને લંડન આવ્યો. નદી પાર નાટકશાળા પર ઘોડે ચઢીને નાટક જોવા આવનારના ઘોડા સાચવવાનું કામ એણે સ્વીકાર્યું. પછી નાના કિશોરો એ કામ માટે રોક્યા અને પોતે અંદર સર્યો, પાઠ સંભારી આપનાર (પ્રોમ્પટ ૨) બન્યો, લહિયો થયો, તક મળતાં નટ બન્યો, જૂનાં નાટકોની મરમ્મત પર હાથ અજમાવતાં નાટ્યકાર નીવડ્યો. – શેક્સ્પિયરની મહાપ્રતિભા પ્રગટવાનો આ છે સ્થૂળ સોપાનક્રમ. યુનિવર્સિટીના વિઘાવંતો નાટકશાળાને ઉત્તમ નાટકો આપવા છતાં એમાં ૨ ળતર કંઈ ન હોવાથી ભૂખે મરણશરણ થયા. માત્ર નિશાળનું યત્કિંચિત્ ભણતર પામેલા પણ સંસારશાળાના અઠંગ શાગિર્દ શેક્સ્પિયરે ઉત્તમોત્તમ નાટ્યકૃતિઓ રચતી વેળાએ પણ ધંધા તરીકે તો અભિનેતાની કામગીરી જ ખેડી. “અનામી દનિયું રળનાર આગંતુક” મોટો નામી કવિ બન્યો, પણ લેખક કહે છે તેમ “કવિ શેક્સ્પિયરનું ભરણપોષણ નટ શેક્સ્પિયરે જ કર્યું છે.” થોડોક વખત લંડનથી પણ ભાગવું પડ્યું ત્યારે ઉમરાવના અતિથિ તરીકેનો અનુભવ એણે કરી જોયો છે, પણ એમાંથી યોગ્ય નિચોડ પોતાને માટે એણે કાઢ્યો છે. આચાર્યશ્રી સન્તપ્રસાદ ભટ્ટ કહે છે: “વિરાટ નગરીમાં બૃહન્નલા સ્વરૂપે અર્જુનનું વનવાસનું તેરમું વર્ષ તેવું મહામારીના સમયમાં સાઉધમ્પટનની જાગીર ચેટફીલ્ડમાં શેક્સ્પિય ૨ નું ૧૫૯૩ નું વર્ષ. ત્યાં લખેલા નાટક ‘લવ્ઝ લેબર્સ લૉસ્ટ'ના ભરતવાક્યમાં એનો નિરધાર નીતરે છેઃ' You that way, we this way.'-અમીરો, તમારો માર્ગ અલગ, અમારો માર્ગ અલગ... જગતને નહીં પણ જાતને સમજાવવા બે કાવ્યો એણે લખ્યાં. ભીતર સમૃદ્ધિનું માપ મેળવીને એણે નટઘરને દૃઢ વિશ્વાસથી સ્વીકાર્યું. હવે ‘ફાલતુ’ મટીને કવિના હક્કથી એણે નાટ્યપ્રવૃત્તિમાં પદાર્પણ કર્યું. ૧૫૯૪ થી એ ‘શેક્સ્પિયર’ પદ પામ્યો.” {{Poem2Close}}
 
{{Poem2Open}}“વિચારોની પ્રદીપ્ત ભઠ્ઠી” સમાણી રાજધાની-લંડન-માં શેક્સ્પિયર જેવા માટે શું ન હતું? લેખકને જ સાંભળીએ: “ગ્રામજીવનના રૂપસંસ્કાર લઈને આવેલા{{Poem2Close}}
 
{{Poem2Open}}શેક્સ્પિયરને પારકાં આયખાંની વાણી લંડને શીખવી, જૂનાં નાટકો ગોખાવીને. શેક્સ્પિયરે દીઠેલું લંડન નવજાગૃતિનું પ્રતીક હતું....... ઇતિહાસના મર્મ એને લંડનની શે ૨ીમાં લાધ્યા છે... લોકભાઈઓનાં દર્શન એણે સ્ટ્રેટફર્ડમાં કર્યાં છે, પણ એના ફિલસૂફો અને વીરો એને લંડને બતાવ્યા છે ………… એલિઝાબેથના સમયનું લંડન જીવનનું આશક હતું. જે દીઠું, સુણ્યું કે વાંચ્યું તેને પ્રેમ ક ૨ વાની અજબ લગન લંડનને હતી. રસદર્શનનું નહીં, કિંતુ રસસમાધિનું એ ધામ હતું. સાહિત્યના ઇતિહાસમાં તે યુગને ‘ગાતાં પંખીનો નીડ' કહ્યો છે તે સાર્થ છે.” {{Poem2Close}}
 
{{Poem2Open}}શેક્સ્પિયરની અંદરની મહાપ્રતિભાનું જતન કરવાનું, તેની માવજત કરવાનું શેકસ્પિયર સિવાય બીજા કોનું ગજું હતું? કશી રાવ, ફરિયાદ, ઉંકારો, બળાપો ક ૨ વા રોકાયા વિના એણે એલિઝાબેથના દરબા ૨ માં સ ૨ વૉલ્ટ ૨ ૨ાલે જેવા રૂપેરી બખ્તરમાં ઓપતા તે જમાનામાં ચુપચાપ મન સાથે ગાંઠ વાળી લીધી કે દિવસે ભજવાતાં નાટકોમાં અભિનય કરીને રોટલો મેળવી લેવો અને બાકીનો સમય આપવો મસ્તકમાં મીડ મચાવતાં પાત્રોને હૃદયસંજીવની છાંટીને અમર શબ્દદેહ બક્ષવામાં. આચાર્યશ્રી.ટ્ટ કહે છે: “નટઘરમાં પુનઃ પ્રવેશેલા શેક્સ્પિયરે ખભેથી ખડિયો ઉતાર્યો, તેમાં ાટ્યવખરી લેખે હતાં કાવ્ય, કરુણા અને હાસ્ય. પ્રથમ બે વર્ષમાં એણે બે નવાં નાટકો રચ્યાં: ‘વાસંતી રાત્રિનું સ્વપ્ન' અને ‘રોમિયો અને જુલિયેટ'.” {{Poem2Close}}
 
{{Poem2Open}}આ ઉપરાંત ‘વેનિસનો વેપારી', અમર હાસ્યમૂર્તિ ફૉસ્ટાફને રજૂ કરતાં ‘ચોથો હેન્રી-પ્રથમ ભાગ' અને ‘ચોથો હેન્રી-બીજો ભાગ'-એ બધાં નાટકો રચાતાં{{Poem2Close}}
 
{{Poem2Open}} –{{Poem2Close}}
 
{{Poem2Open}} આવ્યાં. શેક્સ્પિયરની સિસૃક્ષાની ગંગોત્રી શી હતી? લેખક યોગ્ય રીતે જ કહે છે: “આ વર્ષોની કવિની સરજતનું રહસ્ય છે છલકાતો ઉમંગ.” {{Poem2Close}}
 
{{Poem2Open}}૧૫૯૫ થી ૧૫૯૯ સુધી લખાયેલાં તવારીખી નાટકો શેસ્પિયરના આંતરબાહ્યજીવનનું સામંજસ્ય રચી દેવામાં ફાળો આપે છે.{{Poem2Close}}
 
{{Poem2Open}}થોડાં વરસ પહેલાં રચાયેલાં સૉનેટોમાં “રંગભૂમિ અને નટના વ્યવસાય પરત્વે નિવેદ અનુભવતો શેક્સ્પિયર હવે દૃષ્ટિગોચર નથી. ‘રંગારાના હાથ જેવો મારો હાથ પણ વ્યવસાયના રંગે રંગાયો છે' એવી ફરિયાદ હવે કવિને નથી રહી. નટનો વ્યવસાય અને કવિના હૃદય વચ્ચે બા ૨ મો ચંદ્ર નથી રહ્યો. રંગભૂમિ એના મુલાયમ કવિમિજાજની આળપંપાળ કરે છે. હવે એનાં ચરણનાં ચાલવાં હૃદયને વશવર્તી બન્યાં છે” , કેમ કે “પરલક્ષી તવારીખી વસ્તુમાં આત્મલક્ષી સ્પંદનો” ને હવે સહેજે ભ ૨૫ ટ્ટે અવકાશ મળી રહે છે.{{Poem2Close}}
 
{{Poem2Open}}ઉપરાંત તવારીખી નાટકોમાં શેક્સ્પિયરનો અઢળક “વતનપ્રેમ કાવ્યમૂલક અને{{Poem2Close}}
 
{{Poem2Open}}નાટ્યાત્મક અભિવ્યક્તિ પામે છે. પરંતુ એ કવિનું ‘વતન' છે. એના રોમરોમન અનુભૂતિ જેવાં સાગર અને સરિતા, જળ, વન, ઉપવન, નગરો અને જનપદો. લાખેણાં એનાં માનવો અને પ્રાણોના શ્વસન જેવી મધુરી એની વૈખરી, શ્વાસોને ઉન્મત્ત કરતું વતનનું હવામાન અને અનંતને ચીંધતું આસમાન તથા એની અનાદિ જવનિકાને આવરી લેતી વાદળોની સવારી અને મેઘગર્જન, હીરે મઢી અને શશાંકમાર્જિત એની શર્વરી અને સચરાચરને વ્યાપી વળતી એની વસંત-આમાંનું કશુંય હવે શેક્સ્પિયરના સર્જનમાં ઉપેક્ષિત નથી.” {{Poem2Close}}
 
{{Poem2Open}} –{{Poem2Close}}
 
{{Poem2Open}}૧૬૦૧ ના ફેબ્રુઆરીમાં શેક્સ્પિયરની મંડળીના માનવંતા આશ્રયદાતા અને રાણીના સ્વજન ઉમ ૨ાવ ઈસેકસે બંડ કર્યું અને રાણીએ એને દેહાંતદંડ આપ્યો. લેખક કહે છે તેમ ‘ઈસેકસવધ પછીનાં શેક્સ્પિયરનાં નાટકો અનુભૂતિની નવી જ ગહરાઈ વ્યકત કરે છે.' એનાં નાટકોમાં ‘વિધિવિરચિત કરુણાના પ્રલંબ પડછાયા' વિસ્તરે છે. ૧૬૦૪ થી ૧૬૦૮ સુધીમાં ‘શેક્સ્પિયરે રચેલાં કરુણાન્ત નાટકોને ભજવતાં અ ચર્ચતાં જગતના સાહિત્યરસિકો આજદિન પર્યંત થાક્યા નથી.' આચાર્યશ્રી ૦ શેક્સ્પિયરની એ અલૌકિક સિદ્ધિને માર્મિક રીતે બિરદાવે છે: “કાવ્ય સાધનાને સા ધર્મસાધના માની શકાય તેવી માનવજીવનની ‘શાશ્વતી’ શેક્સ્પિયરની ૧૬૦૦ પછીની મહાકૃતિઓમાં પ્રતિષ્ઠિત બને છે. નાટ્યકાર એનો એ હતો પણ પ્રત્યેક કૃતિ એની ચેતનાના વિકાસનું સોપાન બની છે. ‘ટિટસ'ના પાત્રમાં સુલક્ષણા વી ૨ ની અવનતિ ચીતરીને, ‘રોમિયો અને જુલિયેટ' નાટકમાં સામાજિક ખુન્નસના વાતાવરણમાં પ્રેમના મૃદુ કુસુમને મૂરઝાતું દર્શાવીને, ત્રીજા રિચર્ડના પાત્રમાં અદમ્ય દુષ્ટતાના વિકાસ અને વિલયને નોંધીને, બીજા રિચર્ડના અને રાજા જ્યૉનના ચારિત્ર્યમાં સત્તાસ્થાને રહેલા નિર્બલ મનને સહાનુભૂતિથી વ્યકત કરીને અને સીઝ ૨ ના તોર અને બ્રુટસની આદર્શઘેલછાને વ્યક્ત કરીને, હવે કવિની દૃષ્ટિમાં ‘અખિલાઈ' એવી સમાઈ છે કે ચાર મહાકૃતિઓમાં-વ્યક્તિવિશેષની કથા ઉકેલતાં હૅમ્લેટ, થેલો, લિયર, મૅકબેથમાં – કવિવાણી ધરિત્રીના સહુ માનવોની જાતકકથા ઉચ્ચારે છે.” {{Poem2Close}}
 
{{Poem2Open}}શેક્સ્પિયર લંડનને પૂરી એક પચીસી, લગભગ અર્ધું આયુ આપીને, વતનમાં ઘ ૨ ખરીદી નિરાંત શોધે છે. ‘કલ્પનાની માયાવી સૃષ્ટિથી વિમુખ બની છેલ્લાં ચાર વર્ષ કવિએ વિલિયમ શેક્સ્પિયરને સોંપ્યાં છે.' જીવનનું મધ્યબિન્દુ હવે પ્રેયસી નથી, પુત્રી છે. “૧૬૦૮ પછીનાં ચાર નાટકોમાં કેન્દ્રવર્તી પાત્ર પુત્રીનું રહ્યું છે ઃ ‘પેરિક્લિસ'માં મરીના, ‘સિમ્બલિન’માં ઇમોજિન, ‘ધ વિન્ટર્સ ટેઇલ'માં પર્ડિટા અને ‘ધ ટેમ્પેસ્ટ'માં મિરાન્ડા.” મનની વાનપ્રસ્થ દશામાં લખાયેલાં આ નાટકોમાં “આશાભર્યાં સંતાનોમાં કવિએ સંસારની નિર્મળી પ્રાપ્ત કરી છે. ‘ઝંઝા' નાટકમાં ફરી એક વાર શેક્સ્પિયરે{{Poem2Close}}
 
{{Heading|અનુક્રમણિકા}}
 
* ------
 
{{Heading|શેક્સ્પિયર: પ્રતિભા-છબી 1}}
 
{{Poem2Open}}(‘સંસ્કૃતિ'ના તંત્રીના બે બોલ) 1{{Poem2Close}}

Latest revision as of 18:19, 19 April 2025

શેક્સ્પિયર: પ્રતિભા-છબી
(‘સંસ્કૃતિ’ના તંત્રીના બે બોલ)
તમારામાં એસ. આર. ભટ્ટ કોણ?”
અંગ્રેજી બી. એ.ના વર્ગના વિદ્યાર્થીઓ પોતાની આસપાસ નજ ૨ ક ૨ વા લાગ્યા, અને બોલ્યા:
“દેખાતા નથી.” ”
“તો, આજે વર્ગ નહીં લેવાય.”
પ્રો. વિષ્ણુપ્રસાદ જેવા અધ્યાપક વર્ગ લેવાનું માંડી વાળવા તૈયાર થાય એનું આખા વર્ગને આશ્ચર્ય થયું. ન સમજાય એવું તો એ હતું કે પ્રોફેસર એ વિદ્યાર્થીને ઓળખતા પણ ન હતા!
ઓળખતા ન હતા? પ્રો. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી અંગ્રેજી તેમજ ગુજરાતી બંને વિષયોના અધ્યાપનકાર્યના અનુભવીઓમાંના એક. પ્રો. વિષ્ણુપ્રસાદને સુરતની કૉલેજ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓમાંથી થોડાકના અંગ્રેજી નિબંધો તપાસવાનું કાર્ય પણ સોંપવામ આવેલું. એક વિદ્યાર્થીના નિબંધમાં એમને ઉત્તરોત્તર વધુ ને વધુ રસ પડતો ગયો. નિબંધના હાંસિયામાં નોંધો લખાતી જાય અને વિદ્યાર્થીનો ને એમનો સંબંધ એ રીતે બંધાતો આવે. અધ્યાપક ચાહીને બોલાવવામાં, તો વિદ્યાર્થી ચાહીને મળવા જવામાં, કંઈક સંકોચશીલ. સંબંધ લખાયેલા શબ્દો મા ૨ ફત જ રહ્યો. વરસને અંતે પ્રોફેસરે લખ્યું: ‘બી. એ.માં અંગ્રેજી વિષય લેજો.’ તે પછીનું એ વખતનું ઇન્ટ ૨ નું એક વર્ષ વટાવી, બી. એ.માં પ્રવેશતાં વિદ્યાર્થીએ અંગ્રેજી લીધું. પોતાના અંગ્રેજી બી. એ.ના વર્ગમાં પૂર્વના એ પરિચિત વિદ્યાર્થીને ગેરહાજર જોતાં પ્રોફેસરે એ દિવસે ભણાવવાનું મુલતવી રાખવું મુનાસિબ માન્યું!
ગુજરાતીના આપણા એક ઉત્તમ અધ્યાપક અને વિવેચક પ્રો. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના એ નિર્ણય પાછળ જે જે આશાઓ હશે તે આજે શ્રી એસ. આર. ભટ્ટ ઇંગ્લૅન્ડના જ નહીં પણ જગતના શ્રેષ્ઠ નાટ્યકાર કવિ શેક્સ્પિયર ઉપર ગુજરાતીમાં એક ગ્રંથ લઈને આવે છે ત્યારે જરૂ ૨ ફલવતી બનેલી જણાશે.
શેક્સ્પિયર વિશેનું આ પુસ્તક શેક્સ્પિયરની જન્મની ચતુઃશતાબ્દી નિમિત્તે મળ્યું છે. પ્રો. સન્તપ્રસાદ ભટ્ટની પહેલી મુલાકાત, મને યાદ છે ત્યાં સુધી, એક તંત્રી તરીકે-
હું ‘બુદ્ધિપ્રકાશ’નો તંત્રી હતો ત્યારે-થયેલી. એવામાં અંગ્રેજી વિવેચક-અધ્યાપક
આર્થર કવીલર-કુચ (ક્યુ) નું અવસાન થયેલું. નાનકડી પણ સુરેખ મૃત્યુનોંધ પ્રકાશનાર્થે લઈને તેઓ વિદ્યાસભામાં મારી પાસે આવેલા. એમની પાસેથી એવું એવું થોડુંક ‘બુદ્ધિપ્રકાશ’ માટે મળતું રહેલું. તે પછીનાં વરસોમાં ‘સંસ્કૃતિ’ માટે વચ્ચે વચ્ચે અનેક પાશ્ચાત્ય લેખકો અને પુસ્તકો વિશે લખાણો મેળવેલાં, પણ સંભાષણોમાં કે જાહે ૨ વ્યાખ્યાન અથવા વર્ગમાં મૌખિક રજૂઆતથી સંતોષાનાર જીવ પાસેથી લખાણરૂપે કંઈક મેળવવું એ હંમેશાં મુશ્કેલ. શેક્સ્પિયરના જન્મની ચતુઃશતાબ્દીનું વ ૨ સ ટૂકડું આવી રહ્યું હતું. ૧૯૬૧ માં રવીન્દ્રનાથની શતાબ્દીના વરસમાં એમને વિશે ‘સંસ્કૃતિ’માં આખું વરસ કંઈ ને કંઈ આપવાનો પ્રયત્ન કર્યો હતો. શેક્સ્પિયર વિશે શું કરીશું? ત્યાં એક સાંજે હું શું જોઉં છું, શું સાંભળું છું? આચાર્યશ્રી સન્તપ્રસાદ ભટ્ટ પોતે મારે ત્યાં આવીને કહી રહ્યા છે: ‘આવતા વરસમાં શેક્સ્પિયર વિશે કંઈ કરવું જોઈએ. દર મહિને હું કંઈ ને કંઈ આપું.’ મેં કહ્યું: ‘પણ એકે અંક પડવો જોઈએ નહીં.’ એ કહે: ‘હા’ મારે તો જોઈતું હતું તે સામેથી મળી ગયું. નક્કી થયું કે શેક્સ્પિયર ભલે જન્મ્યા એપ્રિલમાં, આપણે તો ૧૯૬૪ ના જાન્યુઆરીથી શરૂ કરી દેવું અને અલબત્ત પૂરું કરવું ૧૯૬૫ ના એપ્રિલમાં. એકાદ અંક બાદ કરતાં સળંગ પ્રકરણો લખાતાં આવ્યાં. એ તે બે પ્રક ૨ ણ વચ્ચે વાંચવા-વાગોળવા-વિચા ૨ વા-લખવાનો ગાળો પણ એમને મળ્યો. અવારનવાર ભાઈ નિરંજન ભગત જેવા ઉતા ૨ વાનું ગણેશ-કાર્ય કરે એટલે શબ્દ તો બોલાય-એ વાવ્રત પણ મોટે ભાગે સચવાયું. ચતુઃ શતાબ્દીના વર્ષને-બલકે સવા વર્ષને-અંતે ઋષિઋણ કંઈક અંશે ચૂકવાયું.
શેક્સ્પિયર ઉપર અઢળક લખાયું છે. બાઇબલથી બીજા નંબરે પુસ્તકો લખાયાં છે શેક્સ્પિયર ઉ ૫૨, દુનિયાની અનેક ભાષાઓમાં, એક સારું એવું પુસ્તકાલય ભરાય એટલાં. ચતુઃશતાબ્દી વર્ષમાં વળી શેક્સ્પિયર ઉપરનાં લખાણોનો ધોધ વરસ્યો. ખરેખર શેક્સ્પિયર નામનો કોઈ માણસ જ થયો નથી, શેક્સ્પિયરના નામે ચાલતાં નાટકોનો સાચો કર્તા છે માર્લો, લૉર્ડ બેકન કે અર્લ ઑફ ઑક્સફર્ડ, અરે તામિલભાષી શેખૈયર અથવા તો રશિયન પ્રજાજન શેકોવ્સ્કી (?) એ એ નાટકો લખેલાં છે એવા દાવાઓ ગંભીરતાપૂર્વક લડાવવામાં આવે છે. સૉનેટોમાં આવતી શ્યામસુંદરી અને મિત્ર કોણ એ પણ ઘણા અભ્યાસીઓને વિદ્વત્તાના અખાડામાં ધકેલે છે. આ બધી ચર્ચાઓના વમળમાંથી જેની રુચિ ઊગરે તેને શેક્સ્પિયરની બે-પાંચ નાટ્યકૃતિઓની અજબ કલ્પનાકલાના આનંદનું આછું બયાન કરવા માટે પણ એક મનુષ્યજિંદગી ઓછી પડતી લાગે છે. ઘણા મોટા વિચારકો, કલાચિંતકો અને વિવેચકોએ શેક્સ્પિયરની શબ્દસૃષ્ટિનાં રહસ્યોનો પોતે જે આનંદ પામ્યા છે તે બીજાઓને કંઈક પહોંચાડવામાં ધન્યતા અનુભવી છે.
આચાર્યશ્રી સન્તપ્રસાદ ભટ્ટે શેક્સ્પિયરના જન્મની ચતુઃશતાબ્દીમાં લખવાનું આરંભ્યું એટલે કવિના જન્મથી માંડીને એની જીવનકથા આપવા ઉપર જ એમની નજ ૨ ૨ હી. પણ કવિની જીવનકથા એ માત્ર ભૌતિક કથા ઓછી છે? તરત જ એમાં સામાજિક, ઐતિહાસિક, મનોવૈજ્ઞાનિક, સાંસ્કૃતિક પરિમાણો ઉમેરાતાં ગયાં અને યુરોપમાં ત્રિનેસાઁસ (નવજાગૃતિ) યુગમાં પ્રતાપી રાણી એલિઝાબેથના શાસન નીચે સ્પેનિશ નૌકાકાફલાને હરાવનાર, નવા પ્રગટેલા શક્તિપુંજથી ધબકતા, ઇંગ્લૅન્ડના ખોળે શેક્સ્પિયરની પ્રતિભાનો અધ્યાત્મપિંડ આવિષ્કાર પામ્યો તેની કથા એ બની રહી. વળી વળીને આચાર્યશ્રી ભટ્ટની કલમ શેક્સ્પિયરની પ્રતિભાનાં રહસ્યો અવલોકવામાં ગૂંથાય છે.
તરુણ શેક્સ્પિયર એવન નદી ઉપરના સ્ટ્રેટફર્ડ ગામનું ઘર છોડીને, ભાગીને લંડન આવ્યો. નદી પાર નાટકશાળા પર ઘોડે ચઢીને નાટક જોવા આવનારના ઘોડા સાચવવાનું કામ એણે સ્વીકાર્યું. પછી નાના કિશોરો એ કામ માટે રોક્યા અને પોતે અંદર સર્યો, પાઠ સંભારી આપનાર (પ્રોમ્પટ ૨) બન્યો, લહિયો થયો, તક મળતાં નટ બન્યો, જૂનાં નાટકોની મરમ્મત પર હાથ અજમાવતાં નાટ્યકાર નીવડ્યો. – શેક્સ્પિયરની મહાપ્રતિભા પ્રગટવાનો આ છે સ્થૂળ સોપાનક્રમ. યુનિવર્સિટીના વિઘાવંતો નાટકશાળાને ઉત્તમ નાટકો આપવા છતાં એમાં ૨ ળતર કંઈ ન હોવાથી ભૂખે મરણશરણ થયા. માત્ર નિશાળનું યત્કિંચિત્ ભણતર પામેલા પણ સંસારશાળાના અઠંગ શાગિર્દ શેક્સ્પિયરે ઉત્તમોત્તમ નાટ્યકૃતિઓ રચતી વેળાએ પણ ધંધા તરીકે તો અભિનેતાની કામગીરી જ ખેડી. “અનામી દનિયું રળનાર આગંતુક” મોટો નામી કવિ બન્યો, પણ લેખક કહે છે તેમ “કવિ શેક્સ્પિયરનું ભરણપોષણ નટ શેક્સ્પિયરે જ કર્યું છે.” થોડોક વખત લંડનથી પણ ભાગવું પડ્યું ત્યારે ઉમરાવના અતિથિ તરીકેનો અનુભવ એણે કરી જોયો છે, પણ એમાંથી યોગ્ય નિચોડ પોતાને માટે એણે કાઢ્યો છે. આચાર્યશ્રી સન્તપ્રસાદ ભટ્ટ કહે છે: “વિરાટ નગરીમાં બૃહન્નલા સ્વરૂપે અર્જુનનું વનવાસનું તેરમું વર્ષ તેવું મહામારીના સમયમાં સાઉધમ્પટનની જાગીર ચેટફીલ્ડમાં શેક્સ્પિય ૨ નું ૧૫૯૩ નું વર્ષ. ત્યાં લખેલા નાટક ‘લવ્ઝ લેબર્સ લૉસ્ટ’ના ભરતવાક્યમાં એનો નિરધાર નીતરે છેઃ’ You that way, we this way.’-અમીરો, તમારો માર્ગ અલગ, અમારો માર્ગ અલગ... જગતને નહીં પણ જાતને સમજાવવા બે કાવ્યો એણે લખ્યાં. ભીતર સમૃદ્ધિનું માપ મેળવીને એણે નટઘરને દૃઢ વિશ્વાસથી સ્વીકાર્યું. હવે ‘ફાલતુ’ મટીને કવિના હક્કથી એણે નાટ્યપ્રવૃત્તિમાં પદાર્પણ કર્યું. ૧૫૯૪ થી એ ‘શેક્સ્પિયર’ પદ પામ્યો.”
“વિચારોની પ્રદીપ્ત ભઠ્ઠી” સમાણી રાજધાની-લંડન-માં શેક્સ્પિયર જેવા માટે શું ન હતું? લેખકને જ સાંભળીએ: “ગ્રામજીવનના રૂપસંસ્કાર લઈને આવેલા
શેક્સ્પિયરને પારકાં આયખાંની વાણી લંડને શીખવી, જૂનાં નાટકો ગોખાવીને. શેક્સ્પિયરે દીઠેલું લંડન નવજાગૃતિનું પ્રતીક હતું....... ઇતિહાસના મર્મ એને લંડનની શે ૨ીમાં લાધ્યા છે... લોકભાઈઓનાં દર્શન એણે સ્ટ્રેટફર્ડમાં કર્યાં છે, પણ એના ફિલસૂફો અને વીરો એને લંડને બતાવ્યા છે ………… એલિઝાબેથના સમયનું લંડન જીવનનું આશક હતું. જે દીઠું, સુણ્યું કે વાંચ્યું તેને પ્રેમ ક ૨ વાની અજબ લગન લંડનને હતી. રસદર્શનનું નહીં, કિંતુ રસસમાધિનું એ ધામ હતું. સાહિત્યના ઇતિહાસમાં તે યુગને ‘ગાતાં પંખીનો નીડ’ કહ્યો છે તે સાર્થ છે.”
શેક્સ્પિયરની અંદરની મહાપ્રતિભાનું જતન કરવાનું, તેની માવજત કરવાનું શેકસ્પિયર સિવાય બીજા કોનું ગજું હતું? કશી રાવ, ફરિયાદ, ઉંકારો, બળાપો ક ૨ વા રોકાયા વિના એણે એલિઝાબેથના દરબા ૨ માં સ ૨ વૉલ્ટ ૨ ૨ાલે જેવા રૂપેરી બખ્તરમાં ઓપતા તે જમાનામાં ચુપચાપ મન સાથે ગાંઠ વાળી લીધી કે દિવસે ભજવાતાં નાટકોમાં અભિનય કરીને રોટલો મેળવી લેવો અને બાકીનો સમય આપવો મસ્તકમાં મીડ મચાવતાં પાત્રોને હૃદયસંજીવની છાંટીને અમર શબ્દદેહ બક્ષવામાં. આચાર્યશ્રી.ટ્ટ કહે છે: “નટઘરમાં પુનઃ પ્રવેશેલા શેક્સ્પિયરે ખભેથી ખડિયો ઉતાર્યો, તેમાં ાટ્યવખરી લેખે હતાં કાવ્ય, કરુણા અને હાસ્ય. પ્રથમ બે વર્ષમાં એણે બે નવાં નાટકો રચ્યાં: ‘વાસંતી રાત્રિનું સ્વપ્ન’ અને ‘રોમિયો અને જુલિયેટ’.”
આ ઉપરાંત ‘વેનિસનો વેપારી’, અમર હાસ્યમૂર્તિ ફૉસ્ટાફને રજૂ કરતાં ‘ચોથો હેન્રી-પ્રથમ ભાગ’ અને ‘ચોથો હેન્રી-બીજો ભાગ’-એ બધાં નાટકો રચાતાં
આવ્યાં. શેક્સ્પિયરની સિસૃક્ષાની ગંગોત્રી શી હતી? લેખક યોગ્ય રીતે જ કહે છે: “આ વર્ષોની કવિની સરજતનું રહસ્ય છે છલકાતો ઉમંગ.”
૧૫૯૫ થી ૧૫૯૯ સુધી લખાયેલાં તવારીખી નાટકો શેસ્પિયરના આંતરબાહ્યજીવનનું સામંજસ્ય રચી દેવામાં ફાળો આપે છે.
થોડાં વરસ પહેલાં રચાયેલાં સૉનેટોમાં “રંગભૂમિ અને નટના વ્યવસાય પરત્વે નિવેદ અનુભવતો શેક્સ્પિયર હવે દૃષ્ટિગોચર નથી. ‘રંગારાના હાથ જેવો મારો હાથ પણ વ્યવસાયના રંગે રંગાયો છે’ એવી ફરિયાદ હવે કવિને નથી રહી. નટનો વ્યવસાય અને કવિના હૃદય વચ્ચે બા ૨ મો ચંદ્ર નથી રહ્યો. રંગભૂમિ એના મુલાયમ કવિમિજાજની આળપંપાળ કરે છે. હવે એનાં ચરણનાં ચાલવાં હૃદયને વશવર્તી બન્યાં છે” , કેમ કે “પરલક્ષી તવારીખી વસ્તુમાં આત્મલક્ષી સ્પંદનો” ને હવે સહેજે ભ ૨૫ ટ્ટે અવકાશ મળી રહે છે.
ઉપરાંત તવારીખી નાટકોમાં શેક્સ્પિયરનો અઢળક “વતનપ્રેમ કાવ્યમૂલક અને
નાટ્યાત્મક અભિવ્યક્તિ પામે છે. પરંતુ એ કવિનું ‘વતન’ છે. એના રોમરોમન અનુભૂતિ જેવાં સાગર અને સરિતા, જળ, વન, ઉપવન, નગરો અને જનપદો. લાખેણાં એનાં માનવો અને પ્રાણોના શ્વસન જેવી મધુરી એની વૈખરી, શ્વાસોને ઉન્મત્ત કરતું વતનનું હવામાન અને અનંતને ચીંધતું આસમાન તથા એની અનાદિ જવનિકાને આવરી લેતી વાદળોની સવારી અને મેઘગર્જન, હીરે મઢી અને શશાંકમાર્જિત એની શર્વરી અને સચરાચરને વ્યાપી વળતી એની વસંત-આમાંનું કશુંય હવે શેક્સ્પિયરના સર્જનમાં ઉપેક્ષિત નથી.”
૧૬૦૧ ના ફેબ્રુઆરીમાં શેક્સ્પિયરની મંડળીના માનવંતા આશ્રયદાતા અને રાણીના સ્વજન ઉમ ૨ાવ ઈસેકસે બંડ કર્યું અને રાણીએ એને દેહાંતદંડ આપ્યો. લેખક કહે છે તેમ ‘ઈસેકસવધ પછીનાં શેક્સ્પિયરનાં નાટકો અનુભૂતિની નવી જ ગહરાઈ વ્યકત કરે છે.’ એનાં નાટકોમાં ‘વિધિવિરચિત કરુણાના પ્રલંબ પડછાયા’ વિસ્તરે છે. ૧૬૦૪ થી ૧૬૦૮ સુધીમાં ‘શેક્સ્પિયરે રચેલાં કરુણાન્ત નાટકોને ભજવતાં અ ચર્ચતાં જગતના સાહિત્યરસિકો આજદિન પર્યંત થાક્યા નથી.’ આચાર્યશ્રી ૦ શેક્સ્પિયરની એ અલૌકિક સિદ્ધિને માર્મિક રીતે બિરદાવે છે: “કાવ્ય સાધનાને સા ધર્મસાધના માની શકાય તેવી માનવજીવનની ‘શાશ્વતી’ શેક્સ્પિયરની ૧૬૦૦ પછીની મહાકૃતિઓમાં પ્રતિષ્ઠિત બને છે. નાટ્યકાર એનો એ હતો પણ પ્રત્યેક કૃતિ એની ચેતનાના વિકાસનું સોપાન બની છે. ‘ટિટસ’ના પાત્રમાં સુલક્ષણા વી ૨ ની અવનતિ ચીતરીને, ‘રોમિયો અને જુલિયેટ’ નાટકમાં સામાજિક ખુન્નસના વાતાવરણમાં પ્રેમના મૃદુ કુસુમને મૂરઝાતું દર્શાવીને, ત્રીજા રિચર્ડના પાત્રમાં અદમ્ય દુષ્ટતાના વિકાસ અને વિલયને નોંધીને, બીજા રિચર્ડના અને રાજા જ્યૉનના ચારિત્ર્યમાં સત્તાસ્થાને રહેલા નિર્બલ મનને સહાનુભૂતિથી વ્યકત કરીને અને સીઝ ૨ ના તોર અને બ્રુટસની આદર્શઘેલછાને વ્યક્ત કરીને, હવે કવિની દૃષ્ટિમાં ‘અખિલાઈ’ એવી સમાઈ છે કે ચાર મહાકૃતિઓમાં-વ્યક્તિવિશેષની કથા ઉકેલતાં હૅમ્લેટ, થેલો, લિયર, મૅકબેથમાં – કવિવાણી ધરિત્રીના સહુ માનવોની જાતકકથા ઉચ્ચારે છે.”
શેક્સ્પિયર લંડનને પૂરી એક પચીસી, લગભગ અર્ધું આયુ આપીને, વતનમાં ઘ ૨ ખરીદી નિરાંત શોધે છે. ‘કલ્પનાની માયાવી સૃષ્ટિથી વિમુખ બની છેલ્લાં ચાર વર્ષ કવિએ વિલિયમ શેક્સ્પિયરને સોંપ્યાં છે.’ જીવનનું મધ્યબિન્દુ હવે પ્રેયસી નથી, પુત્રી છે. “૧૬૦૮ પછીનાં ચાર નાટકોમાં કેન્દ્રવર્તી પાત્ર પુત્રીનું રહ્યું છે ઃ ‘પેરિક્લિસ’માં મરીના, ‘સિમ્બલિન’માં ઇમોજિન, ‘ધ વિન્ટર્સ ટેઇલ’માં પર્ડિટા અને ‘ધ ટેમ્પેસ્ટ’માં મિરાન્ડા.” મનની વાનપ્રસ્થ દશામાં લખાયેલાં આ નાટકોમાં “આશાભર્યાં સંતાનોમાં કવિએ સંસારની નિર્મળી પ્રાપ્ત કરી છે. ‘ઝંઝા’ નાટકમાં ફરી એક વાર શેક્સ્પિયરે
અનુક્રમણિકા
  • ------
શેક્સ્પિયર: પ્રતિભા-છબી 1
(‘સંસ્કૃતિ’ના તંત્રીના બે બોલ) 1