અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ ‘નાઝિર’ દેખૈયા/તો સારું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 25: Line 25:
{{Right|(નાઝિરની ગઝલો, ૧૯૮૮, પૃ. ૨)}}
{{Right|(નાઝિરની ગઝલો, ૧૯૮૮, પૃ. ૨)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુશીલા ઝવેરી/સીમંતિની  | સીમંતિની ]]  | કોઈને હું તો કહું નૈ બસ, વાયરાની જેમ વહું  ]]
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ગોવિન્દ સ્વામી/કાજળકાળા આભ મહીંથી | કાજળકાળા આભ મહીંથી]]  | કાજળકાળા આભ મહીંથી તારલા વાટે તેજ ચૂવે છે ]]
}}

Latest revision as of 11:05, 21 October 2021

તો સારું

‘નાઝિર’ દેખૈયા

પ્રભુના શીશ પર મારું સદન થઈ જાય તો સારું;
ભલે ગંગા સમુંય મુજ પતન થઈ જાય તો સારું.

નહીં તો દિલ બળેલાં ક્યાંક બાળી દે નહીં જગને;
પતંગા ને શમા કેરું મિલન થઈ જાય તો સારું.

એ અધવચથી જ મારાં દ્વાર પર પાછાં ફરી આવે;
જો એવા માર્ગમાં કંઈ અપશુકન થઈ જાય તો સારું.

નહીં તો આ મિલનની પળ મને પાગલ કરી દેશે;
હૃદય ઉછાંછળું છે, જો સહન થઈ જાય તો સારું.

કળીને શું ખબર હોયે ખિઝાં શું ને બહારો શું;
અનુભવ કાજ વિકસીને સુમન થઈ જાય તો સારું.

જીવનભર સાથ દેનારા! છે ઇચ્છા આખરી મારી;
દફન તારે જ હાથે તન-બદન થઈ જાય તો સારું.

વગર મોતે મરી જાશે આ ‘નાઝિર’ હર્ષનો માર્યો;
ખુશી કેરુંય જો થોડું રુદન થઈ જાય તો સારું.

(નાઝિરની ગઝલો, ૧૯૮૮, પૃ. ૨)