અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સૈફ પાલનપુરી/યાદ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 25: | Line 25: | ||
{{Right|(ગઝલ-૧૦૧, સંપા. રમેશ પુરોહિત, પૃ. ૯૯)}} | {{Right|(ગઝલ-૧૦૧, સંપા. રમેશ પુરોહિત, પૃ. ૯૯)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = દિલનું નિવેદન | |||
|next =ગઝલ | |||
}} |
Latest revision as of 11:40, 21 October 2021
યાદ
સૈફ પાલનપુરી
ના મારા ગુના યાદ કે ના એની સજા યાદ,
રહી ગ્યો છે અમસ્તો જ મને મારો ખુદા યાદ.
બે-ચાર પ્રસંગો છે જે હું ક્હેતો ફરું છું,
ક્યાં છે હવે મારી મને સંપૂર્ણ કથા યાદ.
મૂંઝાઈ જઈશ હું, મને રસ્તા ન બતાવો,
રહી ગઈ છે હવે તો મને બસ, એક દિશા યાદ.
સામેલ તમે છો તો હું સુખ યાદ કરું છું,
નહિતર તો ભલા એને કરે મારી બલા યાદ.
એનાથી વિખૂટાય પડ્યા’તા અમે ત્યાંથી,
એથી જ રહી ગઈ એના મળવાની જગા યાદ.
જીવનમાં કદી સ્મિતની સામે નથી જોતાં,
છે જેમને, સંગાથમાં રડવાની મજા યાદ.
ભૂતકાળનો જાણે એ પ્રસંગ હોય એ રીતે,
આવે છે હવે ‘સૈફ’ મને મારી કજા યાદ.
(ગઝલ-૧૦૧, સંપા. રમેશ પુરોહિત, પૃ. ૯૯)