અનુક્રમ/દશમસ્કંધ: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|દશમસ્કંધ | }} {{Poem2Open}} {{Right | }}
{{Poem2Close}}")

No edit summary

(One intermediate revision by the same user not shown)
Line 4: Line 4:

{{Poem2Open}}
{{Poem2Open}}
૧૬૫ કડવાંએ અધૂરા રહેલાં ‘દશમસ્કંધ’માં પ્રેમાનંદની પ્રતિજ્ઞા તો મૂળનું યથાતથ અનુસરણ કરવાની છે પરંતુ કથાનકનાં ફેરફારો ઉમેરણો, માનવભાવનાં આલેખનો અને વર્ણનની તેજીને કારણે “પ્રેમાનંદની કૃતિમાં મૂળની માત્ર સ્થૂલ છાયા જ ઊતરી છે અને ગુણે તેમ જ ગુણસીમાએ એ પ્રેમાનંદની જ કૃતિ બની ગઈ છે.”<ref>મનસુખલાલ ઝવેરી, ‘પર્યેષણા’ પૃ. ૭૦</ref> ભક્તિબોધ ઝાંખો સરખો થાય છે.<ref>કવિ નર્મદાશંકર, ‘દશમસ્કંધ’ (ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ)માં ઉદ્ધૃત</ref> અને મૂળ ભાગવત પેઠે દિવ્યભાવની આર્દ્રતાવાળી, ભક્તિ વડે એકસૂત્ર થયેલી કૃતિ એ બનતી નથી.<ref>ઉમાશંકર જોષી, ‘દશમસ્કંધ-૧’, પૃ. ૧૭</ref>
‘ભાગવત’ના કથાપ્રસંગોમાં રહેલા અદ્‌ભુતના તત્ત્વને પ્રેમાનંદે બહેલાવ્યું છે. કૃષ્ણનાં પરાક્રમો આવે છે ત્યાં પણ વીર કરતાં અદ્‌ભુતની છાપ વિશેષ પડે છે. આ અદ્‌ભુત ભક્તિનો પ્રેરક-પોષક બને છે, ઉપરાંત ગોપીઓના ભક્તિશૃંગારનાં પણ કેટલાંક પરંપરાગત પણ મનોરમ નિરૂપણો મળે છે. દેવકીની એને મારવા તૈયાર થયેલા કંસને આર્જવભરી વિનવણીઓ જેવા કેટલાક પ્રસંગોમાં હૃદયસ્પર્શી કરુણ છે, પરંતુ ‘દશમસ્કંધ’માં પ્રેમાનંદની કલમની વધારે સફળતા દેખાતી હોય તો તે વાત્સલ્યજનિત કરુણના આલેખનમાં. કૃષ્ણ ધરામાં પડે છે તે વખતનો યશોદાનો વિલાપ જાણીતો છે. કૃષ્ણ મથુરામાં રહી પડે છે તે વખતના નંદ-યશોદાના પ્રત્યાઘાતોને વર્ણવતાં પદોની હૃદયદ્રાવકતા અને મર્મવેધકતા પણ ઘણી ધ્યાન ખેંચે એવી છે. કદાચ એમ કહેવું પડે કે વાત્સલ્ય અને વાત્સલ્યજનિત કરુણ એ ‘દશમસ્કંધ’નો મુખ્ય રસ છે.
માતૃભાવની અનેકવિધ છટાઓ અને સાથેસાથે ગોપગૃહિણીનાં વિચારવલણથી વાસ્તવિક જીવંત ચિત્રણ પામેલ યશોદા જેવાં ચરિત્રો અહીં મળે છે ખરાં, છતાં કથાપ્રસંગ ખીલવવો – ક્યારેક માનવને માનવથી આછેરો આલેખવાને ભોગે પણ – એ પ્રેમાનંદની કલાની મર્યાદા ઉમાશંકરને ‘દશમસ્કંધ’માં આગળ તરી આવતી જણાઈ છે.<ref>‘દશમસ્કંધ’, પૃ. ૧૬-૧૭</ref> કૃષ્ણના વિચાર અને વર્તનમાં ઘણે ઠેકાણે અહંતાની તો ક્યાંક નફટાઈની રેખાઓ પણ આવી ગઈ છે. કૃષ્ણનું આ જાતનું ચરિત્ર અને નારદની કલહપ્રિયતાની કલ્પના પ્રેમાનંદના જમાનામાં વ્યાપક બની ચૂકેલાં જણાય છે, પરંતુ પ્રેમાનંદ બ્રહ્માને પણ કૃષ્ણનો પ્રસાદકણ પામવા માટે ભિક્ષુક કરતાંયે નિકૃષ્ટ વર્તન કરતા બતાવે છે અને વસુદેવ, દેવકી, નંદ, યશોદા જેવાં સામાન્ય રીતે સુંદર માનવલાગણીઓથી ધબકતાં પાત્રોને પણ ક્યાંકકયાંક પ્રાકૃત જનમનરંજક રીતે વિચારતાં બતાવવાની લાલચમાંથી બચી શક્યો નથી. આથી ઊલટું, પ્રેમાનંદે કંસમાં પણ ક્યાંકક્યાંક ભગિનીપ્રેમ જેવી ઉદાત્ત લાગણીઓ આરોપી છે. આ બધામાંથી અસ્વાભાવિક પણ કૌતુકમય લાગે એવાં વિચાર-વર્તનો તરફનું પ્રેમાનંદનું વલણ સ્પષ્ટ થઈ આવે છે. અદ્‌ભુતની નિષ્પત્તિ માટે પણ ક્યાંક પ્રેમાનંદે વિચાર-વર્તનની અસ્વાભાવિકતા અને અસંગતતા વહોરી લીધી છે.
પ્રેમાનંદની વર્ણનશક્તિ નાદસૌંદર્યથી નીગળતા પૂતનાના અને ગોકુળ પર ઝીંકાતા પ્રલયમેઘના જેવાં વર્ણનોમાં ખીલેલી દેખાય છે. ગોપસંસ્કૃતિના કેટલાંક સુરેખ સ્વભાવોક્તિચિત્રણો પણ આસ્વાદ્ય છે. મર્માળા શબ્દપ્રયોગો અને ઉદ્‌ગારોનું પ્રેમાનંદનું કૌશલ પણ અહીં વ્યક્ત થયા વિના રહેતું નથી.
‘દશમસ્કંધ’ કોઈકને ‘પ્રેમાનંદની પરિપક્વ મનોદશાનું ફળ’ અને ‘એનાં કાવ્યોમાં લલામભૂત’ લાગ્યું છે.<ref>નટવરલાલ ઇચ્છારામ દેસાઈ, ‘દશમસ્કંધ’</ref> એ સાચું છે કે દેવકીને મારવા તૈયાર થયેલા કંસને વસુદેવ સંસારડહાપણ અને તત્ત્વજ્ઞાનથી સમજાવે છે એવા પ્રસંગોમાં પ્રેમાનંદની પરિપક્વ બુદ્ધિ અને અવારનવાર પ્રયોજાયેલી કટાક્ષમય ઉક્તિઓમાં એની પ્રૌઢ કલા આપણે જોઈ શકીએ, તે ઉપરાંત જનસ્વભાવચિત્રણ, વર્ણન, રસનિરૂપણ, અભિવ્યક્તિછટા આદિ અંગોમાં એની સર્જકતાની પ્રતીતિ અવારનવાર થાય છે. તેમ છતાં પ્રેમાનંદની કેટલીક સ્વભાવગત મર્યાદાઓ કૃતિની સમગ્ર અસરને ચેરી નાખે છે અને મૂળ વસ્તુમાં રહેલાં પથરાટ અને પુનરાવર્તનો પણ કૃતિના રસપ્રવાહમાં વિક્ષેપકર બને છે. એટલે ‘દશમસ્કંધ’નું સ્થાન પ્રેમાનંદના સમસ્ત કૃતિસમૂહમાં ‘નળાખ્યાન’, ‘મામેરું’, ‘સુદામાચરિત્ર’ જેવી રચનાઓ પછી આવે એવો ઉમાશંકરનો અભિપ્રાય યથાર્થ લાગે છે.<ref>‘દશમસ્કંધ-૧’, પૃ. ૧૭</ref>
{{Poem2Close}}

{{Right | }}

{{Poem2Close}}

{{HeaderNav2
|previous = નળાખ્યાન
|next = ઓખાહરણ

Latest revision as of 02:20, 30 March 2025

દશમસ્કંધ

૧૬૫ કડવાંએ અધૂરા રહેલાં ‘દશમસ્કંધ’માં પ્રેમાનંદની પ્રતિજ્ઞા તો મૂળનું યથાતથ અનુસરણ કરવાની છે પરંતુ કથાનકનાં ફેરફારો ઉમેરણો, માનવભાવનાં આલેખનો અને વર્ણનની તેજીને કારણે “પ્રેમાનંદની કૃતિમાં મૂળની માત્ર સ્થૂલ છાયા જ ઊતરી છે અને ગુણે તેમ જ ગુણસીમાએ એ પ્રેમાનંદની જ કૃતિ બની ગઈ છે.”[1] ભક્તિબોધ ઝાંખો સરખો થાય છે.[2] અને મૂળ ભાગવત પેઠે દિવ્યભાવની આર્દ્રતાવાળી, ભક્તિ વડે એકસૂત્ર થયેલી કૃતિ એ બનતી નથી.[3] ‘ભાગવત’ના કથાપ્રસંગોમાં રહેલા અદ્‌ભુતના તત્ત્વને પ્રેમાનંદે બહેલાવ્યું છે. કૃષ્ણનાં પરાક્રમો આવે છે ત્યાં પણ વીર કરતાં અદ્‌ભુતની છાપ વિશેષ પડે છે. આ અદ્‌ભુત ભક્તિનો પ્રેરક-પોષક બને છે, ઉપરાંત ગોપીઓના ભક્તિશૃંગારનાં પણ કેટલાંક પરંપરાગત પણ મનોરમ નિરૂપણો મળે છે. દેવકીની એને મારવા તૈયાર થયેલા કંસને આર્જવભરી વિનવણીઓ જેવા કેટલાક પ્રસંગોમાં હૃદયસ્પર્શી કરુણ છે, પરંતુ ‘દશમસ્કંધ’માં પ્રેમાનંદની કલમની વધારે સફળતા દેખાતી હોય તો તે વાત્સલ્યજનિત કરુણના આલેખનમાં. કૃષ્ણ ધરામાં પડે છે તે વખતનો યશોદાનો વિલાપ જાણીતો છે. કૃષ્ણ મથુરામાં રહી પડે છે તે વખતના નંદ-યશોદાના પ્રત્યાઘાતોને વર્ણવતાં પદોની હૃદયદ્રાવકતા અને મર્મવેધકતા પણ ઘણી ધ્યાન ખેંચે એવી છે. કદાચ એમ કહેવું પડે કે વાત્સલ્ય અને વાત્સલ્યજનિત કરુણ એ ‘દશમસ્કંધ’નો મુખ્ય રસ છે. માતૃભાવની અનેકવિધ છટાઓ અને સાથેસાથે ગોપગૃહિણીનાં વિચારવલણથી વાસ્તવિક જીવંત ચિત્રણ પામેલ યશોદા જેવાં ચરિત્રો અહીં મળે છે ખરાં, છતાં કથાપ્રસંગ ખીલવવો – ક્યારેક માનવને માનવથી આછેરો આલેખવાને ભોગે પણ – એ પ્રેમાનંદની કલાની મર્યાદા ઉમાશંકરને ‘દશમસ્કંધ’માં આગળ તરી આવતી જણાઈ છે.[4] કૃષ્ણના વિચાર અને વર્તનમાં ઘણે ઠેકાણે અહંતાની તો ક્યાંક નફટાઈની રેખાઓ પણ આવી ગઈ છે. કૃષ્ણનું આ જાતનું ચરિત્ર અને નારદની કલહપ્રિયતાની કલ્પના પ્રેમાનંદના જમાનામાં વ્યાપક બની ચૂકેલાં જણાય છે, પરંતુ પ્રેમાનંદ બ્રહ્માને પણ કૃષ્ણનો પ્રસાદકણ પામવા માટે ભિક્ષુક કરતાંયે નિકૃષ્ટ વર્તન કરતા બતાવે છે અને વસુદેવ, દેવકી, નંદ, યશોદા જેવાં સામાન્ય રીતે સુંદર માનવલાગણીઓથી ધબકતાં પાત્રોને પણ ક્યાંકકયાંક પ્રાકૃત જનમનરંજક રીતે વિચારતાં બતાવવાની લાલચમાંથી બચી શક્યો નથી. આથી ઊલટું, પ્રેમાનંદે કંસમાં પણ ક્યાંકક્યાંક ભગિનીપ્રેમ જેવી ઉદાત્ત લાગણીઓ આરોપી છે. આ બધામાંથી અસ્વાભાવિક પણ કૌતુકમય લાગે એવાં વિચાર-વર્તનો તરફનું પ્રેમાનંદનું વલણ સ્પષ્ટ થઈ આવે છે. અદ્‌ભુતની નિષ્પત્તિ માટે પણ ક્યાંક પ્રેમાનંદે વિચાર-વર્તનની અસ્વાભાવિકતા અને અસંગતતા વહોરી લીધી છે. પ્રેમાનંદની વર્ણનશક્તિ નાદસૌંદર્યથી નીગળતા પૂતનાના અને ગોકુળ પર ઝીંકાતા પ્રલયમેઘના જેવાં વર્ણનોમાં ખીલેલી દેખાય છે. ગોપસંસ્કૃતિના કેટલાંક સુરેખ સ્વભાવોક્તિચિત્રણો પણ આસ્વાદ્ય છે. મર્માળા શબ્દપ્રયોગો અને ઉદ્‌ગારોનું પ્રેમાનંદનું કૌશલ પણ અહીં વ્યક્ત થયા વિના રહેતું નથી. ‘દશમસ્કંધ’ કોઈકને ‘પ્રેમાનંદની પરિપક્વ મનોદશાનું ફળ’ અને ‘એનાં કાવ્યોમાં લલામભૂત’ લાગ્યું છે.[5] એ સાચું છે કે દેવકીને મારવા તૈયાર થયેલા કંસને વસુદેવ સંસારડહાપણ અને તત્ત્વજ્ઞાનથી સમજાવે છે એવા પ્રસંગોમાં પ્રેમાનંદની પરિપક્વ બુદ્ધિ અને અવારનવાર પ્રયોજાયેલી કટાક્ષમય ઉક્તિઓમાં એની પ્રૌઢ કલા આપણે જોઈ શકીએ, તે ઉપરાંત જનસ્વભાવચિત્રણ, વર્ણન, રસનિરૂપણ, અભિવ્યક્તિછટા આદિ અંગોમાં એની સર્જકતાની પ્રતીતિ અવારનવાર થાય છે. તેમ છતાં પ્રેમાનંદની કેટલીક સ્વભાવગત મર્યાદાઓ કૃતિની સમગ્ર અસરને ચેરી નાખે છે અને મૂળ વસ્તુમાં રહેલાં પથરાટ અને પુનરાવર્તનો પણ કૃતિના રસપ્રવાહમાં વિક્ષેપકર બને છે. એટલે ‘દશમસ્કંધ’નું સ્થાન પ્રેમાનંદના સમસ્ત કૃતિસમૂહમાં ‘નળાખ્યાન’, ‘મામેરું’, ‘સુદામાચરિત્ર’ જેવી રચનાઓ પછી આવે એવો ઉમાશંકરનો અભિપ્રાય યથાર્થ લાગે છે.[6]

1. મનસુખલાલ ઝવેરી, ‘પર્યેષણા’ પૃ. ૭૦
2. કવિ નર્મદાશંકર, ‘દશમસ્કંધ’ (ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ)માં ઉદ્ધૃત
3. ઉમાશંકર જોષી, ‘દશમસ્કંધ-૧’, પૃ. ૧૭
4. ‘દશમસ્કંધ’, પૃ. ૧૬-૧૭
5. નટવરલાલ ઇચ્છારામ દેસાઈ, ‘દશમસ્કંધ’
6. ‘દશમસ્કંધ-૧’, પૃ. ૧૭