અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીન્દ્ર દવે/મઝધારે મુલાકાત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary

(One intermediate revision by one other user not shown)
Line 24: Line 24:
{{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૬૬)}}
{{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૬૬)}}
</poem>
</poem>

{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/8/88/Rupale_Madhi-Dileep_Dholakia.mp3

હરીન્દ્ર દવે • રૂપલે મઢી છે સારી રાત રે, સજન, • સ્વરનિયોજન: દિલીપ ધોળકિયા  • સ્વર: લતા મંગેશકર

{{HeaderNav2
|previous = થાક લાગે
|next = ઉખાણું

Latest revision as of 15:58, 9 October 2022

મઝધારે મુલાકાત

હરીન્દ્ર દવે

રૂપલે મઢી છે સારી રાત રે, સજન,
એનું ઢૂંકડું ન હોજો પ્રભાત,
સૂરજને કોઈ ઓલી મેર રોકી રાખો,
હજી આદરી અધૂરી મારી વાત.

વેળા આવી તો જરા વેણ નાખું, વાલ્યમા,
એક જરા મોંઘેરું ક્‌હેણ નાખું વાલ્યમા,

ફેણ રે ચડાવી ડોલે અંધારાં દૂર,
એને મોરલીને સૂર કરું મ્હાત;
રૂપલે મઢી છે સારી રાત રે, સજન,
એનું ઢૂંકડું ન હોજો પ્રભાત.

દિલના દરિયાવનાં ઊંડાણ જરા જોઈ લઉં,
કેવાં રે મહોબતનાં તાણ જરા જોઈ લઉં,
મારા કિનાર રહો દૂર ને સુદૂર,
રહો મઝધારે મારી મુલાકાત,
રૂપલે મઢી છે સારી રાત રે, સજન,
એનું ઢૂંકડું ન હોજો પ્રભાત.

(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૬૬)

હરીન્દ્ર દવે • રૂપલે મઢી છે સારી રાત રે, સજન, • સ્વરનિયોજન: દિલીપ ધોળકિયા • સ્વર: લતા મંગેશકર