અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જગદીશ જોષી/અનુભૂતિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary

(One intermediate revision by one other user not shown)
Line 21: Line 21:
{{space}}જળને છે ઝીણો સંતોષ!
{{space}}જળને છે ઝીણો સંતોષ!
</poem>
</poem>

{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/8/87/Pandadi_Te_Pee_Pee-Kshemu_Divetia.mp3

જગદીશ જોષી • પાંદડી તે પી પીને કેટલું પીશે કે મૂળિયાંને પડવાનો શોષ?  • સ્વરનિયોજન: ક્ષેમુ દિવેટિયા  • સ્વર: માલિની પંડિત

{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મહેશ મા. દવે/સાહેબ હુકમ કરે કે આવું  | સાહેબ હુકમ કરે કે આવું ]]  | સાહેબ હુકમ કરે કે આવું આરણ-કારણ કાંઈ ન જાણું ]]
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જગદીશ જોષી/અમે | અમે]]  | ખોબો ભરીને અમે એટલું હસ્યાં કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં.  ‌]]

Latest revision as of 09:44, 11 October 2022

અનુભૂતિ

જગદીશ જોષી

પાંદડી તે પી પીને કેટલું રે પીશે
કે મૂળિયાંને પડવાનો શોષ?
આભ જેવા આભને હૈયામાં હોય કદી
જળના વરસ્યાનો અફસોસ?

એક પછી એક મોજાં આવે ને જાય
એને કાંઠે બેસીને કોણ ગણતું?
વાદળના કાફલાનું ગીત અહીં લ્હેરખીમાં
રેશમનો સૂર રહે વણતું;
ઉઘાડી આંખે આ જાગતા ઉજાગરાને
આઘાં પરોઢ આઠ કોશ!

નીંદરતી આંખ મહીં ઊમટી ને ઊભરાતું
જાગે છે સપનાંનું ટોળું,
કિરણોની એક એક કાંકરીઓ નાખીને
જંપ્યું તળાવ નહીં ડ્‌હોળું;
આખા આકાશને ઓઢીને ઠરવાનો
જળને છે ઝીણો સંતોષ!

જગદીશ જોષી • પાંદડી તે પી પીને કેટલું પીશે કે મૂળિયાંને પડવાનો શોષ? • સ્વરનિયોજન: ક્ષેમુ દિવેટિયા • સ્વર: માલિની પંડિત