અનુષંગ/મુનશી અને મધ્યકાલીન સાહિત્ય: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| મુનશી અને મધ્યકાલીન સાહિત્ય | }} {{Poem2Open}} મધ્યકાલીન સાહિત્યપ્રવાહો, કવિઓ અને કૃતિઓ વિશે મુનશીએ ‘ગુજરાત ઍન્ડ ઇટ્‌સ લિટરિચર’૧, ‘થોડાંક રસદર્શનો’૨, ‘નરસિંહયુગના કવિઓ’૩ અને ‘નર...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Poem2Open}}
{{Poem2Open}}
મધ્યકાલીન સાહિત્યપ્રવાહો, કવિઓ અને કૃતિઓ વિશે મુનશીએ ‘ગુજરાત ઍન્ડ ઇટ્‌સ લિટરિચર’૧, ‘થોડાંક રસદર્શનો’૨, ‘નરસિંહયુગના કવિઓ’૩ અને ‘નરસૈંયો ભક્ત હરિનો’૪ એ ગ્રંથોમાં તેમજ ‘ભટ પ્રેમાનંદ’૫ એ વ્યાખ્યાનમાં વિસ્તારથી તથા ’અર્વાચીન સાહિત્યનો પ્રધાન સ્વર – જીવનનો ઉલ્લાસ’૬, ’ગુજરાત – જૂનું અને નવું’૭, ‘ઐતિહાસિક પાત્રો અને તેમનું નિરૂપણ’૮, ‘સાહિત્યનાં તત્ત્વો – ચલ અને અચલ’૯ ‘ગુજરાત અને તેનું સાહિત્ય’૧૦ એ વ્યાખ્યાનમાં પ્રસંગોપાત્ત ટીકાટિપ્પણ રૂપે લખ્યું છે.

{{Poem2Close}}
{{Block center|<poem>'''''' </poem>}}
{{Poem2Open}}
ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ લખવાના આપણે ત્યાં જે-જે પ્રયત્નો થયા છે તેમાં મુનશીનો પ્રયત્ન અત્યંત નોંધપાત્ર છે. સાહિત્યપ્રવાહોને અન્ય ઐતિહાસિક ઘટનાઓ સાથે સાંકળવાનું પાયાનું અને આવશ્યક કાર્ય મુનશીએ એમાં સારી સજ્જતાથી કર્યું છે. એથી સાહિત્યનો કેવળ એક વિદ્યાતત્ત્વ તરીકે નહીં પણ જીવનતત્ત્વ તરીકે આપણે એમાં પરિચય પામીએ છીએ, ગુજરાતી જીવનના ધબકાર એમાંથી આપણે ઝીલીએ છીએ. એક જ અભિપ્રાય, ‘કાન્હડદેપ્રબંધ’ વિશેનો, જુઓ :

“આ પ્રબંધ મચક ન આપે તેવા મહાન વીરત્વની એક ગાથા છે અને પ્રાચીન કે અર્વાચીન ગુજરાતીમાં એનો જોટો નથી; ઝડપથી અંધકારમાં સર્યે જતા મહાન યુગનું એ મહાકાવ્ય છે, સિદ્ધરાજના ગુજરાતનું એ હંસગીત - મૃત્યુગીત છે.” (પૃ. ૧૬૦)

Line 13: Line 15:
‘વસંતવિલાસ’નાં અને મીરાં-દયારામની કવિતાનાં અવતરણો કદાચ ઉત્તમ કોટિનાં નથી, પ્રેમાનંદમાં કેટલાંક સારાં પણ ચીલાચાલુ અવતરણોથી મુનશીએ ચલાવ્યું છે, કૃતિના મર્મ સાથે સંકળાયેલ નહીં પણ કોઈપણ રસપ્રદ અવતરણ આપવામાં મુનશીએ સંતોષ માન્યો છે, કૃતિના રસરહસ્યને પ્રકટ કરવા માટે એકાદ અવતરણ આપવાથી કંઈ વિશેષ કરવાની મુનશીએ ઘણે ઠેકાણે જરૂર જોઈ નથી, આમ છતાં રસલક્ષી અવલોકનની આ પદ્ધતિ એકંદર ઘણી સફળ થઈ છે એમ કહેવું જોઈએ.

મુનશીના ઇતિહાસમાં કોઈકોઈ કૃતિઓ અને કર્તા વિશે યોગ્ય નોંધ લેવાઈ નથી, કૃતિઓ અને કર્તાઓને અપાયેલા મહત્ત્વમાં ક્યાંક પ્રમાણ સચવાયું નથી (‘સુરતસંગ્રામ’ જેવી સંદિગ્ધ કર્તૃત્વની કૃતિઓ ‘વલ્લભ’ જેવા બનાવટી મનાતા કવિ વિશે મુનશીએ કેટલાં પાનાં બગાડ્યાં છે?), કેટલેક ઠેકાણે કેટલુંક ઉપરછલ્લું રહી ગયું છે, કેટલાક અભિપ્રાયો સ્વીકારી શકાય એવા નથી, કેટલાક ભારે ચર્ચાસ્પદ પણ છે (જેની ચર્ચા આગળ કરવા ધારી છે), છતાં સાહિત્યના ઇતિહાસલેખનના પ્રયોગ તરીકે એ વિશિષ્ટ છે અને ગુજરાતી વાચકો સમક્ષ ગુજરાતીમાં એને મૂકવાનું હજી સુધી કેમ વિચારાયું નથી તે આશ્ચર્યજનક છે.
મુનશીના ઇતિહાસમાં કોઈકોઈ કૃતિઓ અને કર્તા વિશે યોગ્ય નોંધ લેવાઈ નથી, કૃતિઓ અને કર્તાઓને અપાયેલા મહત્ત્વમાં ક્યાંક પ્રમાણ સચવાયું નથી (‘સુરતસંગ્રામ’ જેવી સંદિગ્ધ કર્તૃત્વની કૃતિઓ ‘વલ્લભ’ જેવા બનાવટી મનાતા કવિ વિશે મુનશીએ કેટલાં પાનાં બગાડ્યાં છે?), કેટલેક ઠેકાણે કેટલુંક ઉપરછલ્લું રહી ગયું છે, કેટલાક અભિપ્રાયો સ્વીકારી શકાય એવા નથી, કેટલાક ભારે ચર્ચાસ્પદ પણ છે (જેની ચર્ચા આગળ કરવા ધારી છે), છતાં સાહિત્યના ઇતિહાસલેખનના પ્રયોગ તરીકે એ વિશિષ્ટ છે અને ગુજરાતી વાચકો સમક્ષ ગુજરાતીમાં એને મૂકવાનું હજી સુધી કેમ વિચારાયું નથી તે આશ્ચર્યજનક છે.
{{Poem2Close}}
{{Block center|<poem>'''''' </poem>}}
{{Poem2Open}}
નરસિંહયુગના કવિઓમાં કેટલાક ગૌણ કર્તાઓ અને કૃતિઓ વિશે પ્રાપ્ય માહિતી અને એની ભાષાશૈલીના નમૂના આપવામાં આવ્યા છે, એટલે કાચી સામગ્રીની દૃષ્ટિએ એ નોંધપાત્ર છે. કવિ લાવણ્યસમય વિશે વિસ્તારથી અને કંઈક મુગ્ધભાવથી પરિચય અપાયો છે (જે મુગ્ધભાવ ‘ગુજ. ઍન્ડ ઇટ્‌સ લિટ.’ના આલેખનમાં નથી દેખાતો). નરપતિનું સાહિત્યિક મૂલ્યાંકન થોડું ધ્યાન ખેંચે છે. આ સિવાય આ પુસ્તકમાં ખાસ કશી વિશેષતા નથી.

‘થોડાંક રસદર્શનો’માં ભક્તિની તત્ત્વમીમાંસા કરતાં, એનો ઇતિહાસ આલેખતાં અને ભક્તિસાહિત્યની સમીક્ષા કરતાં જે લખાણો છે એમાં મુનશીનો સ્વાધ્યાયશ્રમ ઘ્યાન ખેંચે છે, કંઈક નવું મૂલ્યાંકન કરવાનો એમનો ઉત્સાહ પણ છે. નરસિંહ, મીરાં, ભાલણ, દયારામ આદિની ભક્તિભાવનાની વ્યાવર્તકતા તારવવાની એમણે મથામણ પણ કરી છે (જે વાક્‌છટામાં ઘણે ઠેકાણે અટવાઈ પડી છે), પરંતુ અર્વાચીન માનસશાસ્ત્ર, ભક્તિ વિશેનો પરંપરાગત ખ્યાલ અને સાહિત્યકળાનાં ધોરણો – એ બધાંની સેળભેળને કારણે કેટલીક ગૂંચો રહી ગઈ છે.  

‘નરસૈંયો ભક્ત હરિનો’માં હારમાળાની રચના અને નરસિંહના સમયનિર્ણયની ચર્ચામાં મુનશીએ ઘણી સજ્જતા અને વાદકુશળતા બતાવી છે અને વૃદ્ધમાન્ય મંતવ્યો સામે ટક્કર ઝીલી છે. નરસિંહના જીવનચરિત્રના આલેખનમાં તો પોતાના અર્વાચીન ખ્યાલો પ્રમાણે એમણે એક વાર્તા ઊભી કરી દીધી છે એમ કહેવું જોઈએ. એ પ્રયત્ન કેટલેય ઠેકાણે છીછરો અને કંઈક રમૂજ પ્રેરે એવો થઈ ગયો છે. એક નાનકડા મનોવૈજ્ઞાનિક તથ્યને એમણે બહુ મોટું રૂપ આપી દીધું છે.

‘ભટ પ્રેમાનંદ’ એ લેખ મુનશીના ઉમળકાભર્યા છતાં ઝીણી સૂઝ અને સમતોલ દૃષ્ટિ દાખવતા વિવેચનનો નમૂનો છે. સચોટ ચિત્રમયતા અને કૌટુંબિક ભાવોનું કથન – પ્રેમાનંદની એ વિશિષ્ટતાઓ પર એમણે બરાબર આંગળી મૂકી આપી છે અને પ્રેમાનંદને કોઈ મહાકવિ સાથે સરખાવવા કરતાં “ભાલણથી દયારામ સુધીના મધ્યકાલીન સાહિત્યમાં વૈવિધ્યમાં, સમૃદ્ધિમાં, સર્જકતામાં અને વાસ્તવિકતામાં શ્રેષ્ઠ તો વડોદરાવાસી પ્રેમાનંદ જ છે” એમ કહેવાનું એમણે પસંદ કર્યું છે. ‘ગુજ. ઍન્ડ ઇટ્‌સ લિટ.’ જેવી જ રસાવહ શૈલીમાં આ લેખ લખાયો છે.

મધ્યકાળના જીવન વિશે – ૧૪૧૧ થી ૧૭૦૭ સુધીના સુધીના મુસ્લિમ રાજ્યકાળ દરમિયાનના જીવન વિશે વિશેષપણે – મુનશીની એક મોટી ફરિયાદ છે. તે એ કે વીરત્વ વિનાના સુખસંતોષ અને અને ધન-સમૃદ્ધિએ જીવનના આદર્શોને કુંઠિત કરી નાખ્યા હતા. સાહસ, વીરતા, સ્વાતંત્ર્ય, પ્રતાપનું સ્થાન દુન્યવી ડહાપણ, નિર્માલ્ય સાધુતા અને નિર્દોષતાનાં નિશ્ચેતન ધોરણોએ લીધું હતું વિચારશીલ લોકોને ઐહિક જીવન અને જગત નિઃસાર અને નિરર્થક ભાસતાં હતાં. પ્રજાજીવન ધાર્મિક અને પરલોકાભિમુખ બની ગયું હતું. મધ્યકાળના ગુજરાતમાં ઊછળતા જીવનનું – જીવનના ઉલ્લાસનું ‘સંસારી રસ’નું ‘કચ્ચરિયું’ કરવાનો, મૃત્યુસદૃશ જીવન જીવવાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો, કેમકે મૃત્યુ પછીના સુખી જીવન માટે એ જરૂરી હતું. સ્ત્રી નર્કનું દ્વાર અને અનેક આપત્તિઓની જનની, અવિશ્વાસ અને અવમાનનાની અધિકારિણી ગણાતી. પરિણામે સ્ત્રી સાથે ભાવનાત્મક સંબંધની કોઈ શક્યતા નહોતી, સ્ત્રી તરફના સ્વાભાવિક આકર્ષણને ભક્તિસંપ્રદાયમાં કાલ્પનિક પ્રેમથી સંતોષવામાં આવતું હતું. સાહિત્યકોની દૃષ્ટિ મૃત્યુ પર ચોંટી હતી અને સંસારી રસમાંથી લોકોને વાળવા મૃત્યુનો હાઉ બતાવવામાં આવતો. નરસિંહથી દયારામ સુધીના સાહિત્યમાંથી અવતરણો આપી મુનશીએ આ વાત પ્રતિપાદિત કરવાનો પ્રયત્ન કર્યો છે. (પ્રેમાનંદને એમણે ‘પૂજ્ય અપવાદ’ લેખ્યો છે, પણ થોડી મહેનત કરી હોત તો પ્રેમાનંદને પણ એ આમાં જરૂર સંડોવી શક્યા હોત.) જ્ઞાની કવિઓ તો એમને જીવતા મૃત્યુના, પરલોકપરાયણતાના આ સંદેશનો ભારે દંશથી પ્રચાર કરનારા લાગ્યા છે. અખો તો આ પંથનો આચાર્ય. સમાજની પ્રસ્થાપિત રૂઢિ સામેની અખાની લડતની મુનશી નોંધ લે છે, પણ કહે છે : “એ લડત વીર્ય ભરપૂર અને પૂર્ણ જીવન માટેની લડત નહોતી, પણ શુષ્ક વૈરાગ્ય માટેની હતી.” અખાની કૃતિઓમાં એમને “નીતિ, બુદ્ધિ અને સાહિત્યનાં ક્ષેત્રોમાં જે અધોગતિ આખા હિંદમાં પ્રસરી હતી તેનું પ્રતિબિંબ” દેખાય છે.૧૧

જરા ઘેરા રંગે દોરાયેલું પણ મધ્યકાળના ગુજરાતના જીવનની કુંઠિતતાનું આ એક અસરકારક ચિત્ર છે. એમાં ઘણું તથ્ય પણ છે. ત્યાગ, વૈરાગ્ય, ભક્તિ અને પરલોકપરાયણતાના આદર્શોની શી પરંપરા હતી અને મધ્યકાલીન ગુજરાતમાં એ શા માટે બળવત્તર બન્યા એની સમાજશાસ્ત્રીય મીમાંસા કરવાનું આ સ્થાન નથી. પણ આ ચિત્રની એક બીજી પણ બાજુ છે તેના તરફ ધ્યાન દોરવું જોઈએ. એ માટે પ્રેમ અને પરાક્રમની અદ્‌ભુતરસિક સૃષ્ટિ ખડી કરનાર શામળની કૃતિઓનો હવાલો હું નહીં આપું, ભલે મુનશીએ એને પોતાના સમયની રુગ્ણ અસરોમાંથી છૂટકારો કરાવતું મૂલ્યવાન સાહિત્ય લેખ્યું હોય – કેમકે એને જીવનની કુંઠિતતામાંથી જ છૂટકારા તરીકે અને એક બીજા પ્રકારની ‘પરલોકપરાયણતા’ તરીકે લેખી શકાય. મુનશીએ ટાંકેલી શામળની ઉક્તિ ખરેખર મૃત્યુનો ભય દર્શાવવા નહીં પણ મૃત્યુના ભયની અવગણના કરવા લખાયેલી છે અને શામળ જેમ સ્ત્રીની નિંદા કરે છે તેમ સ્ત્રીની પ્રશંસા પણ કરે છે એ હકીકતોનો હવાલો આપવો પણ બહુ મહત્ત્વનો નથી,૧૨ કેમકે હું મુનશીની જેમ માનું છું કે શામળના વિચારો પરસ્પરવિરોધી અને ઉપરછલ્લા છે. પરંતુ પ્રેમાનંદ વગેરે આખ્યાનકારોનાં આખ્યાનોમાં આવતા માતાપુત્ર-પતિપત્ની-ભાઈબહેન-મિત્રમિત્રના સંબંધોનાં મધુર નિરૂપણો તરફ હું ધ્યાન દોરીશ, ગુજરાતની કુટુંબસંસ્થા, કેટલીક મર્યાદાઓ છતાં, એ સમયમાં એક અત્યંત સજીવ સંસ્થા હતી એમ દેખાઈ આવે છે. ‘માધવાનલકામકંદલા’, ‘રૂપસુન્દરકથા’ જેવી કથાપરંપરાનો ઉલ્લેખ પણ કરવો જોઈએ જેમાં ‘કામ’નો પણ નિઃસંકોચ સ્વીકાર કરવામાં આવ્યો છે. ‘વસંતવિલાસ’ અને ‘કાન્હડદેપ્રબંધ’ જેવી કૃતિઓને તો મુનશી પોતે જે સમયગાળા માટે વિધાન કરી રહ્યા છે એના બહારની કૃતિઓ ગણે કદાચ, એટલે એમને જવા દઈએ; પણ ત્યાગવૈરાગ્યના આદર્શો પ્રજામાં વાસ્તવિક રીતે કેટલા ફેલાયેલા હશે તે શંકાસ્પદ છે. મુનશી પોતે જ કહે છે : “આ ચારસો વર્ષના મધ્યકાલમાં બધા કાંઈ મહાત્માઓ નહોતા. તે ખાતા, પીતા, કોઈક ચોરી કરતા, થોડાક મોજ કરતા.” લોકો પરલોકની વાત કરતા જતા હશે અને જીવન સુખચેનથી વિતાવતા જતા હશે. પરલોકનો ખ્યાલ એ કદાચ વિચારવાની એક રીત હોય. લોકો સંસારી રસમાં વધારે ડૂબેલા હોય અને જ્ઞાનીઓએ ત્યાગવૈરાગ્યનો આદર્શ વધારે ભારપૂર્વક મૂક્યો હોય એમ બને. અખો પરસાદટાણે પત્રાવળાં ભરનાર વૈષ્ણવોની વાત કરે જ છે ને? અને ભક્તિસંપ્રદાય કેવળ ઐહિક જીવનના તિરસ્કારના પાયા પર ઊભેલો છે કે એમાં ધર્મને પણ સંસારી રસનો રંગ આપવામાં આવ્યો છે? એ ઉલ્લાસનું કચ્ચરિયું છે કે ધર્મને પણ ઉલ્લાસમય બનાવવાનો પ્રયોગ છે?  

19,010

edits

Navigation menu