હયાતી/૧૦૦. મેળો આપો તો: Difference between revisions
Jump to navigation
Jump to search
(+૧) |
Shnehrashmi (talk | contribs) m (Shnehrashmi moved page હયાતી/૧૦૦. મેળી આપો તો to હયાતી/૧૦૦. મેળો આપો તો without leaving a redirect) |
||
| (2 intermediate revisions by one other user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૧૦૦. | {{Heading|૧૦૦. મેળો આપો તો}} | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
| Line 26: | Line 26: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૯૯. –ને તમે યાદ આવ્યાં | ||
|next = ૧૦૧. બેડી નથી | |next = ૧૦૧. બેડી નથી | ||
}} | }} | ||
Latest revision as of 13:28, 18 March 2026
૧૦૦. મેળો આપો તો
મેળો આપો તો એક માનવીની સંગ
અને એકલતા આપો તો ટોળે,
જીવતર આપો તો એવું આપો કે
શ્વાસ એના કેફના કસુંબાને ઘોળે!
તરતાં ના આવડે લગાર અને તગતગતા
તડકાનો દરિયો લલકારે,
થાકેલી આંખો અંજાતી નથી, તોય
થોડાં મૃગજળ ચળકે છે મઝધારે
ટીપેથી પાય તો ધરાઉં, સાવ તરસ્યો હું
રહી ગયો છલકાતી છોળે.
સૂની બપ્પોરની આ એકલતા એકલતા
એકલતા બોલી અકળાવો
ઊગતી સવારના આ ડહોળાતા રંગમાં
જો થોડી આ સાંજ ઘૂંટી લાવો,
કોઈએ ના હોઠે અડકાડ્યું એ અમરતને
કોણ હવે આકાશે ઢોળે?
૧૫–૯–૧૯૭૬