અનુબોધ/‘પ્રથમ પુરુષ એકવચન’ (સુરેશ જોશી): Difference between revisions

+1
(+1)
 
(+1)
 
Line 37: Line 37:
પોતે રચેલી‘કૃતિ’ તેમની સ્વતંત્રતાને નકારી કાઢે છેઃ પોતાને જ પોતાપણાથી દૂર હડસેલી દે છે. એ રીતે ‘કૃતિ’ સ્વયં પોતાનામાં વિચ્છેદ જન્માવે છે. સર્જનના મૂળમાં રહેલો આ એક પાયાનો અંતર્વિરોધ છે. નવમા ક્રમના નિબંધમાં તેઓ જે રીતે ‘હું’ ની અપારવિધ સંભાવનાઓનું વર્ણન કરે છે, તેમાં તેમના ‘સર્જનાત્મક આત્મ’ ની જ ઝાંખી થાય છે.

બાળક કોઈ વાર હાથમાં કોલસો આવી જાય છે ને ભીંત ૫૨ થોડાક લસરકાથી માણસનું ચિત્ર દોરી નાંખે છે તે શું ‘હું’ છું? ના, જો પ્રામાણિકપણે કહેવું હોય તો એમ જ કહેવું પડે કે ‘હું’ મને ઓળખતો નથી. મારો આકાર ગમે તે હોઈ શકે. કોઈવાર વૃક્ષની જેમ સીધો હું જમીનમાંથી જ ઊગી નીકળું છું, તો કોઈવાર જળની જેમ વહેતો થઈ જાઉં છું. કોઈવાર મને હું નક્કરપણે સ્પર્શથી અનુભવવાને ઉત્સુક થઈ જાઉં છું. ત્યારે જ ‘હું’ મને બાષ્પીભૂત થઈને ઊડી જતો જોઈ રહું છું. કોઈ વાર અવિરત ફરી રહેલા યુગચક્રના આંકા ઝિલનાર શિલા બની રહું છું.’ (પૃ.૩૧).

આ સંદર્ભમાં ‘હું’ કોઈ જડ સીમિત સત્તારૂપ નહિ, પણ બહારના જગત સાથે- the Other સાથે – એકરૂપ થવા ઝંખતી ગતિશીલ ચેતના છે. ચેતોવિસ્તારની ઝંખના ક્યારેક તો સમસ્ત સ્થળકાળનાં પરિમાણોને વ્યાપી લે છે. કહો કે વિશ્વજીવનના અસીમ પ્રસાર સુધી તે વિસ્તરી જવા ચાહે છે. વીસમા ક્રમની રચનાનો આ સંદર્ભ જુઓઃ

‘કોઈક વાર એવું લાગે છે કે જાણે આખો દેશ મારામાં ઊગી નીકળે છે. વિષુવવૃત્તના કોઈ પણ અરણ્યથી વધુ નિબિડ હું બની ઊઠું છું. મંદિરોનાં શિખરો અને ગોપુરમ્‌ મારામાં ઊંચે ને ઊંચે વધ્યે જાય છે. મારા શ્વાસોચ્છ્‌વાસમાં આરતી ટાણેના ઘણ્ટા૨વ રણકી ઊઠે છે. શતાબ્દીઓની સળ મારામાં ઉખેળાતી આવે છે, અનેક યુદ્ધોની રણભેરી મારામાં ગાજી ઊઠે છે. સંસ્કૃતિનાં ઉત્થાનપતનનાં આંદોલનોથી હું વિક્ષુબ્ધ બની જાઉં છું...’(પૃ.૬૮)

પણ આવા સંદર્ભોમાં ‘હું’નાં રૂપાંતરો સમાં ચૈતસિક આવિષ્કરણો વચ્ચે સુરેશ જોષીના નિજી અસ્તિત્વની ખોજના વ્યાપક સંદર્ભો મળે છે. પોતાના અસ્તિત્વની ઓળખમાં ઉત્કટ અને સન્નદ્ધ આત્મસભાનતાથી તેઓ અંતર્મુખી બને છે. આ ખોજમાં સાક્ષીભૂત ચેતના જ પોતાના જ અંશભૂત એવો કોઈક ‘ઈત૨’ the Other ને ભારે કુતૂહલથી અવલોકતી રહે છે. પોતે પોતાનાથી alienate થયાની ઉગ્ર સભાનતા એમાં છતી થાય છે. આયુષ્યના ઉત્તરકાળમાં દમના વ્યાધિનાં આક્રમણો જોરદાર બન્યાં તે પછી તેમની ચેતના વધુ ને વધુ અંતર્મુખી બની ક્ષણેક્ષણનાં અસ્તિત્વ૫૨ક સંચલનોનો તાગ લેવા તત્પર બની દેખાય છે. આ નિબંધસંચયમાં અસ્તિત્વબોધ અને અસ્તિત્વખોજના સંદર્ભો લગભગ સર્વત્ર જોવા મળે છે. વિષાદ, વિરતિ અને આત્મવિચ્છિન્નતાની લાગણીઓ એમાં સૂક્ષ્મ વિચારનું આલંબન લઈને પ્રગટ થાય છે. સહજ જ આવા સંદર્ભો ઘણા મર્મસ્પર્શી નીવડ્યા છે.

Line 51: Line 51:
‘નવા ઘેર જઈ ને જોયું તો કોઈ છાયાવાળા વૃક્ષની ઓથ નથી. ગુલાબ મોગરો ચીમળાઈ ગયેલા હતા. હજી હું અવઢવમાં છું. મનને ગોઠશે ખરું? પુસ્તકો હાથવગાં હતાં તે કોણ જાણે ક્યાંનાં ક્યાં જઈ પડ્યાં છે. આંખ છતાં જાણે આંખનો કશો ઉપયોગ રહ્યો નથી. એ ઘરમાં કદાચ નવા જ પ્રકારની અનિદ્રા મારી રાહ જોતી હશે. હજુ બધે ફરી વળવાનું સાહસ એકઠું કરી શક્યો નથી. હજી એ ઘરના વાતાવરણનો મર્મ હાથ લાગ્યો નથી. આથી આગન્તુક જેવો અહીંતહીં અટવાયા કરું છું.’(પૃ.૧૭૬).

આવા અનેક સંદર્ભોમાંથી પસાર થતાં સુરેશ જોષીની વ્યક્તિતા વધુ ને વધુ અખિલાઈ માં પ્રત્યક્ષ થાય છે. પ્રસ્તુત સંચયની રચનાઓ, તેમના માર્મિક વ્યક્તિત્વબોધને કારણે, કદાચ, અગાઉની રચનાઓ કરતાં કંઈ જુદા સ્તરેથી આપણને પ્રભાવિત કરી જાય છે. એ કા૨ણે જ એ રચનાઓ પ્રત્યે મારા જેવા કોઈને વધુ પક્ષપાત જન્મી પડે, એમ પણ બને.

{{right|•‘સન્નિધાન-૬’ (૧૯૯૫) –માં પ્રકાશિત.}}<br>
{{right|•‘સન્નિધાન-૬’ (૧૯૯૫) –માં પ્રકાશિત.}}
{{Poem2Close}}
{{center|<nowiki>*  *  *</nowiki>}}<br>
{{center|<nowiki>*  *  *</nowiki>}}<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ‘જીવનનો આનંદ’ (કાકા કાલેલકર)

|next =લીલુડી ધરતી’ અને ‘મૈલા આંચલ’ : તુલનાત્મક અધ્યયન
|next =‘લીલુડી ધરતી’ અને ‘મૈલા આંચલ’ : તુલનાત્મક અધ્યયન
}}
}}