અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચન્દ્રકાન્ત ટોપીવાળા/વડવાગોળો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|વડવાગોળો|ચન્દ્રકાન્ત ટોપીવાળા}} <poem> સવાર મૂંગો સન્નાટો નદ...")
 
No edit summary
 
Line 23: Line 23:
{{Right|નવનીત સમર્પણ: ડિસેમ્બર-૨૦૧૪}}
{{Right|નવનીત સમર્પણ: ડિસેમ્બર-૨૦૧૪}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચન્દ્રકાન્ત ટોપીવાળા/વછોડાયેલી આરસખાણો | વછોડાયેલી આરસખાણો]]  | જમીન નકરી જમીન ઢળતી ને ક્યાંક ઊંચે જતી ]]
|next=[[  અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/શ્રીકાન્ત શાહ/એક બંધ મુઠ્ઠીનો વૃદ્ધ | એક બંધ મુઠ્ઠીનો વૃદ્ધ]]  | એક વખત બસ! આખ્ખે આખ્ખા દિવસને લઈ ]]
}}

Latest revision as of 09:18, 23 October 2021


વડવાગોળો

ચન્દ્રકાન્ત ટોપીવાળા

સવાર
મૂંગો સન્નાટો નદીમાં વહી રહે છે.
ભેંકાર વડ કાંઠો ઊભો છે.
વડની ડાળે ડાળે
સૂરજનાં સીધાં કિરણોની સામે આંખ મીંચી
બંધ છત્રી જેવાં વડવાગોળો
મડાં થઈ ઊંધાં લટકી રહે છે.
રાતે
આ જ વડવાગોળો
પાંખો ફેલાવતાં, ચિચિયારીઓ કરતાં,
પોતાના અવાજનાં મોજાં ઉછાળતાં
રમતાં, વરસતાં અંધાર વચ્ચે ભીંજાતાં,
જયાફત ઉડાવતાં
મિજબાનીએ ચઢે છે.
વડ
દિવસના સન્નાયા
અને રાતના દેકારા વચ્ચે તટસ્થ છે.
નવનીત સમર્પણ: ડિસેમ્બર-૨૦૧૪