અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચંદ્રકાન્ત શેઠ/— તો આવ્યાં કને: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 11: | Line 11: | ||
કમળ જેવો ખીલતો દિવસ, | કમળ જેવો ખીલતો દિવસ, | ||
::: પોયણા જેવી રાત. | ::: પોયણા જેવી રાત. | ||
શોધતો રહ્યો ચાંદ ને રહી ચાંદની શોધી મને, | શોધતો રહ્યો ચાંદ ને રહી ચાંદની શોધી મને, | ||
એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને. — | એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને. — | ||
આંખ મીંચું ત્યાં જૂઈનું ગાલે | આંખ મીંચું ત્યાં જૂઈનું ગાલે | ||
::: અડતું ઝાકળફૂલ, | ::: અડતું ઝાકળફૂલ, | ||
Line 21: | Line 23: | ||
એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને. | એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને. | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = ચંદ્રકાન્તનો ભાંગી ભુક્કો કરીએ… | |||
|next =બેસ, બેસ, દેડકી! | |||
}} |
Latest revision as of 09:50, 23 October 2021
— તો આવ્યાં કને
ચંદ્રકાન્ત શેઠ
શોધતો હતો ફૂલ ને ફોરમ શોધતી હતી મને,
એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને. —
ક્યાંક રે આંબો ટહુક્યો
એની વનમાં મ્હેકી વાત,
કમળ જેવો ખીલતો દિવસ,
પોયણા જેવી રાત.
શોધતો રહ્યો ચાંદ ને રહી ચાંદની શોધી મને,
એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને. —
આંખ મીંચું ત્યાં જૂઈનું ગાલે
અડતું ઝાકળફૂલ,
મનમાં હળુક લ્હેરવા લાગે
વ્યોમની કિરણ-ઝૂલ.
શોધતો જેની પગલી એનો મારગ શોધે મને,
એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને.