કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૨૨. હું મુજ પિતા!: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૨. હું મુજ પિતા!| ઉશનસ્}} <poem> અરે, આ વેળા તો અનુભવ થયો અદ્ભુત ન...")
 
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 21: Line 21:
૨૨-૨-૬૧
૨૨-૨-૬૧
</poem>
</poem>
:::(સમસ્ત કવિતા, ‘પૂ. બાપા જતાં—’ સૉનેટ-ગુચ્છમાંથી, પૃ. ૨૮૯-૨૯૦)
{{Right| (સમસ્ત કવિતા, ‘પૂ. બાપા જતાં—’ સૉનેટ-ગુચ્છમાંથી, પૃ. ૨૮૯-૨૯૦)}}
 
 
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૨૧. જૂના ચ્હેરા જાગે|૨૧. જૂના ચ્હેરા જાગે]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૨૩. સમયરથ|૨૩. સમયરથ]]
}}

Latest revision as of 13:35, 6 September 2021

૨૨. હું મુજ પિતા!

ઉશનસ્

અરે, આ વેળા તો અનુભવ થયો અદ્ભુત નવો;
હતો પ્હેલી વેળા જનકહીન ગેહે પ્રવિશતો,
હું જાણે કો મોટા હવડ અવકાશે પદ ધરું;
બધી વસ્તુ લાગે પરિચિત જ કોઈ જનમની,
અશા કૌતુકે, કો અપરિચયથી જોઈ રહું કૈં;
પ્રવાસી વસ્ત્રોને પરહરી, જૂનું પંચિયું ધરું
પિતા કેરું જે આ વળગણી પરે સૂકવ્યું હતું;
પછી નાહી, પ્હેરું શણિયું કરવા દેવની પૂજા.

અરીસે જોઉં તો જનક જ! કપાળે સુખડની
ત્રિવલ્લી, ભસ્માંકો! અચરજ! બપોરે સૂઈ ઊઠ્યો.
—પિતાજીની ટેવે! —અશી જ પ્રગટી પત્રની તૃષા!

સૂતો રાત્રે ખાટે જનકની જ, રે ગોદડુંય એ!
નનામીયે મારી નીરખું પછી — ને ભડ્ભડ ચિતા,
રહું જોઈ મારું શબ બળતું હું; હું, મુજ પિતા!

૨૨-૨-૬૧

(સમસ્ત કવિતા, ‘પૂ. બાપા જતાં—’ સૉનેટ-ગુચ્છમાંથી, પૃ. ૨૮૯-૨૯૦)