અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચંદ્રકાન્ત શેઠ/સાદ કર: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 25: | Line 25: | ||
{{Right|(એક ટહુકો પંડમાં, ૧૯૯૬, પૃ. ૧૧૧)}} | {{Right|(એક ટહુકો પંડમાં, ૧૯૯૬, પૃ. ૧૧૧)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = સાદ ના પાડો | |||
|next = નીલ ધરાની પહોળી છાતી પર સૂરજ | |||
}} |
Latest revision as of 09:53, 23 October 2021
સાદ કર
ચંદ્રકાન્ત શેઠ
એ જ તારામાં હશે, તું સાદ કર,
ખીણ તેથી શું? શિખરને સાદ કર.
જિંદગી ખારા જળે ખોવાય ના,
ક્યાંક તારો મેહુલો, ત્યાં સાદ કર.
આટલા અંધારમાં પણ એ જડે,
એખ દીવા જેમ તુંયે સાદ કર.
ક્યાં સુધી એકાંત અંદર વેઠવું?
આયનાના આદમીને સાદ કર.
એ જ આવી છાંયડે લ્હેરી જશે,
ભરબપોરે ડાળ પરથી સાદ કર.
આટલામાં ક્યાંક એ રહે છે ખરો!
બારીએ ડોકાય એવો સાદ કર.
પોતીકું તો સ્નેહમાં સમજી જશે,
મૂળમાં ઊતરી ઊંડેથી સાદ કર.
(એક ટહુકો પંડમાં, ૧૯૯૬, પૃ. ૧૧૧)