અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રઘુવીર ચૌધરી/વહેતાં વૃક્ષ પવનમાં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 19: Line 19:
{{Right|(વહેતાં વૃક્ષ પવનમાં, પૃ. ૧)}}
{{Right|(વહેતાં વૃક્ષ પવનમાં, પૃ. ૧)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રઘુવીર ચૌધરી/રાજસ્થાન | રાજસ્થાન]]  | વગડે વગડે ઝાડ ટચૂકડાં ક્યાંક હોય તે પાન...]]
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મંગળ રાઠોડ/એ | એ]]  | એ રોજ સવારે મુઠ્ઠીઓ ભરી ભરીને અબીલગુલાલ ]]
}}

Latest revision as of 10:03, 23 October 2021


વહેતાં વૃક્ષ પવનમાં

રઘુવીર ચૌધરી

નીલ ગગન પર્વત નીંદરમાં
ખળખળ વહેતાં વૃક્ષ પવનમાં.
યુગ યુગથી જે બંધ અવાચક
કર્ણમૂલ ઊઘડ્યાં શંકરનાં,
જટાજૂટથી મુક્ત જાહ્નવી
રમે તરવરે સચરાચરમાં.
ધરી સૂર્યનું તિલક પાર્વતી
સજે પુષ્પ કાનનમાં. ખળખળ વહેતાં.
શિલા શિલાનાં રંધ્ર સુવાસિત,
ધરા શ્વસે કણ કણમાં;
વરસ્યા બારે મેઘ ઝળૂંબી
ઊગ્યાં દેવતરુ રણમાં.
તાંડવની સ્થિર મુદ્રા આજે
લાસ્ય ચગે ત્રિભુવનમાં. ખળખળ વહેતાં.
(વહેતાં વૃક્ષ પવનમાં, પૃ. ૧)