કાવ્ય-આચમન શ્રેણી – પ્રજારામ રાવળ/અવ ન રહી: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
(+1)
 
Line 5: Line 5:
અવ ન રહી કંઈ ભીતિ!
અવ ન રહી કંઈ ભીતિ!
{{Gap|3em}}હે સુન્દર, હે મધુર, સુમંગલ,
{{Gap|3em}}હે સુન્દર, હે મધુર, સુમંગલ,
{{Gap|6em}]તેં પાઈ તુજ પ્રીતિ!
{{Gap|6em}}તેં પાઈ તુજ પ્રીતિ!


{{gap}}અવ છોને ઘનઘોર નિશા હો,
{{gap}}અવ છોને ઘનઘોર નિશા હો,

Latest revision as of 11:57, 16 July 2025

૪. અવ ન રહી

અવ ન રહી કંઈ ભીતિ!
હે સુન્દર, હે મધુર, સુમંગલ,
તેં પાઈ તુજ પ્રીતિ!

અવ છોને ઘનઘોર નિશા હો,
તિમિરથકી ચકચૂર દિશા હો,
હૃદય વિષે દીપક પ્રકટિત તુજ
ગાઈ રહ્યો દ્યુતિ-ગીતિ!

આ અપંગને પાંખ મળી શું!
જનમઅંધને આંખ મળી શું!
આ અતિ ચંચલ ભવભટકંતની
અચલ કરી ધ્રુવસ્થિતિ!
(‘પદ્મા’, પૃ. ૩૧)