કાવ્ય-આચમન શ્રેણી – પ્રજારામ રાવળ/ચમકે છે!: Difference between revisions

(Created page with "{{SetTitle}} {{Heading|૨૬. ચમકે છે!}} {{Block center| આ ચૈતરકેરી ચાંદની શી ચમકે છે! આ રાત અહો, રળિયામણી શી ચમકે છે! આ તેજ છટા સોહામણી શી ચમકે છે! નભની ગોરી ગોવાલણી શી ચમકે છે! શું શંકર કેરી શ્વેત ભભૂતિ ચમકે છે! શિવ...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 3: Line 3:


{{Block center|
{{Block center|
આ ચૈતરકેરી ચાંદની શી ચમકે છે!
<poem>આ ચૈતરકેરી ચાંદની શી ચમકે છે!
આ રાત અહો, રળિયામણી શી ચમકે છે!
આ રાત અહો, રળિયામણી શી ચમકે છે!
આ તેજ છટા સોહામણી શી ચમકે છે!
આ તેજ છટા સોહામણી શી ચમકે છે!
Line 19: Line 19:
તું ફેરવ રે તુજ મુખ આ ગમ! શી ચમકે છે!
તું ફેરવ રે તુજ મુખ આ ગમ! શી ચમકે છે!
આ જો તો સુન્દર–મારા સમ! શી ચમકે છે!
આ જો તો સુન્દર–મારા સમ! શી ચમકે છે!
 
{{right|(‘નાન્દી’, પૃ. ૬૫)}}
<poem>{{right|(‘નાન્દી’, પૃ. ૬૫)}}
</poem>}}
</poem>}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ષડ્ રિપુ
|previous = ગગન અને પૃથ્વી
|next = અગની લાગિયો
|next = ડાળે રે ડાળે
}}
}}

Latest revision as of 02:56, 17 July 2025

૨૬. ચમકે છે!

આ ચૈતરકેરી ચાંદની શી ચમકે છે!
આ રાત અહો, રળિયામણી શી ચમકે છે!
આ તેજ છટા સોહામણી શી ચમકે છે!
નભની ગોરી ગોવાલણી શી ચમકે છે!
શું શંકર કેરી શ્વેત ભભૂતિ ચમકે છે!
શિવરૂપા કોઈ ગૌર વિભૂતિ ચમકે છે!
આ ગગન કુમુદની કૌમુદી શી ચમકે છે!
આ સોમતણી દિવ્યૌષધિ શી ચમકે છે!
સુરકન્યાનું લાવણ્ય-ચંદન ચમકે છે!
પૃથિવી ઉપર આ વન નંદન શું ચમકે છે!
શાં છલ છલ અનહદ રૂપ ધોળાં ચમકે છે!
નભધરાસભર અપરૂપ બ્હોળાં ચમકે છે!
આ શીળું કો’નું હેત ગરવું ચમકે છે!
ઉર હરતું જોતાં વેંત નરવું ચમકે છે!
તું ફેરવ રે તુજ મુખ આ ગમ! શી ચમકે છે!
આ જો તો સુન્દર–મારા સમ! શી ચમકે છે!
(‘નાન્દી’, પૃ. ૬૫)