કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૨૨. હું મુજ પિતા!: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 22: | Line 22: | ||
</poem> | </poem> | ||
{{Right| (સમસ્ત કવિતા, ‘પૂ. બાપા જતાં—’ સૉનેટ-ગુચ્છમાંથી, પૃ. ૨૮૯-૨૯૦)}} | {{Right| (સમસ્ત કવિતા, ‘પૂ. બાપા જતાં—’ સૉનેટ-ગુચ્છમાંથી, પૃ. ૨૮૯-૨૯૦)}} | ||
{{HeaderNav | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૨૧. જૂના ચ્હેરા જાગે|૨૧. જૂના ચ્હેરા જાગે]] | |||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૨૩. સમયરથ|૨૩. સમયરથ]] | |||
}} |
Latest revision as of 13:35, 6 September 2021
૨૨. હું મુજ પિતા!
ઉશનસ્
અરે, આ વેળા તો અનુભવ થયો અદ્ભુત નવો;
હતો પ્હેલી વેળા જનકહીન ગેહે પ્રવિશતો,
હું જાણે કો મોટા હવડ અવકાશે પદ ધરું;
બધી વસ્તુ લાગે પરિચિત જ કોઈ જનમની,
અશા કૌતુકે, કો અપરિચયથી જોઈ રહું કૈં;
પ્રવાસી વસ્ત્રોને પરહરી, જૂનું પંચિયું ધરું
પિતા કેરું જે આ વળગણી પરે સૂકવ્યું હતું;
પછી નાહી, પ્હેરું શણિયું કરવા દેવની પૂજા.
અરીસે જોઉં તો જનક જ! કપાળે સુખડની
ત્રિવલ્લી, ભસ્માંકો! અચરજ! બપોરે સૂઈ ઊઠ્યો.
—પિતાજીની ટેવે! —અશી જ પ્રગટી પત્રની તૃષા!
સૂતો રાત્રે ખાટે જનકની જ, રે ગોદડુંય એ!
નનામીયે મારી નીરખું પછી — ને ભડ્ભડ ચિતા,
રહું જોઈ મારું શબ બળતું હું; હું, મુજ પિતા!
૨૨-૨-૬૧
(સમસ્ત કવિતા, ‘પૂ. બાપા જતાં—’ સૉનેટ-ગુચ્છમાંથી, પૃ. ૨૮૯-૨૯૦)