અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાવજી પટેલ/અમે રે અધવચ…: Difference between revisions
Jump to navigation
Jump to search

રાવજી પટેલ • અમે રે અધવચ રણના વીરડા! • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: અમર ભટ્ટ

MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અમે રે અધવચ…|રાવજી પટેલ}} <poem> ::અમે રે અધવચ રણના વીરડા! થોડા ખ...") |
No edit summary |

(One intermediate revision by one other user not shown) | |||
Line 19: | Line 19: | ||
{{Right|(અંગત, ૧૯૮૨, પૃ. ૫૦)}} | {{Right|(અંગત, ૧૯૮૨, પૃ. ૫૦)}} | ||
</poem> | </poem> | ||

{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/6/6c/Ame_Re_Adhavachche-Amar_Bhatt.mp3 | |||

રાવજી પટેલ • અમે રે અધવચ રણના વીરડા! • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: અમર ભટ્ટ | |||

{{HeaderNav2 | |||
|previous =મિસ જૂલિયટીનું પ્રણયગીત | |||
|next =મારી આંખે કંકુના સૂરજ | |||

Latest revision as of 19:42, 11 October 2022
અમે રે અધવચ…
રાવજી પટેલ
અમે રે અધવચ રણના વીરડા!
થોડા ખારા રે છઈએ — ખાટા રે છઈએ;
પગલું પડે અને વ્હેતા રે થઈએ… અમે રે.
અમારી આંખોમાં માળા બાંધશે;
એમાં પીંછાં રહેશે — પાછાં વ્હેતાં રહેશે;
થોડું અમથું વધેલું આભ હશે… અમે રે.
અમારા નિસાસા આસોપાલવ થશે,
થોડાં તોરણ થશે — રણનો છાંયો થશે;
દુઃખી કુંવરીનો સાચો વિસામો થશે… અમે રે.
અમને શરાપ લાગ્યા સામટા;
નથી લીલા રહેતા — નથી સૂકા થતા
સૂની આંખોમાં ઝાઝેરું ના ટકતા…
અમે રે અધવચ રણના વીરડા!
(અંગત, ૧૯૮૨, પૃ. ૫૦)
રાવજી પટેલ • અમે રે અધવચ રણના વીરડા! • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: અમર ભટ્ટ