અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમેશ પારેખ/ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં: Difference between revisions
Jump to navigation
Jump to search

રમેશ પારેખ • ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં ને નાગલા ઓછા... • સ્વરનિયોજન: ક્ષેમુ દિવેટિયા •

MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં|રમેશ પારેખ}} <poem> ગોરમાને પાં...") |
No edit summary |

(One intermediate revision by one other user not shown) | |||
Line 22: | Line 22: | ||
ઓરડે વાની મારી કોયલ આવે ને કાંઈ ઊડ્યાં કરે રે લોલ | ઓરડે વાની મારી કોયલ આવે ને કાંઈ ઊડ્યાં કરે રે લોલ | ||
</poem> | </poem> | ||

{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/0/03/Gorma_Ne_Paanche-Kshemu_Divetia.mp3 | |||

રમેશ પારેખ • ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં ને નાગલા ઓછા... • સ્વરનિયોજન: ક્ષેમુ દિવેટિયા • | |||

{{HeaderNav2 | |||
|previous = શગ રે સંકોરું | |||
|next = દરિયાઉં શમણે આવ્યા... | |||

Latest revision as of 19:56, 11 October 2022
ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં
રમેશ પારેખ
ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં ને નાગલા ઓછા પડ્યા રે લોલ
કમ્મખે દોથો ભરીને કાંઈ ટાક્યાં ને આભલાં ઓછાં પડ્યાં રે લોલ
માંડવે મ્હેક મ્હેક જૂઈની વેલ કે જૂઈના રેલા દડે રે લોલ
સૈ, મારે નેવાંનું હારબંધ ટોળું કે સામટું મોભે ચડે રે લોલ
ત્રાજવે ત્રંફેલા મોરની ભેળી હું છાનકી વાતું કરું રે લોલ
લોલ, મારે મોભારે કાગડો બોલે ને અમથી લાજી મરું રે લોલ
મેંદીએ મેલું હું મનની ભાત્ય ને હાથમાં દાઝ્યું પડે રે લોલ
આડોશપાડોશ ઘમ્મકે વેલ્યું ને લાપસી ચૂલે ચડે રે લોલ
સૈ, મારે ઉંબરાની મરજાદ કે ઓરડા ઠેસે ચડ્યા રે લોલ
લોલ, મારે પથ્થરને પાણિયારે કે જીવતાં મોતી જડ્યાં રે લોલ
લોલ, ઊભી આંગણે નાગરવેલ કે પાંદડાં તૂટ્યાં કરે રે લોલ
ઓરડે વાની મારી કોયલ આવે ને કાંઈ ઊડ્યાં કરે રે લોલ
રમેશ પારેખ • ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં ને નાગલા ઓછા... • સ્વરનિયોજન: ક્ષેમુ દિવેટિયા •