કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૩. આવ્યો વસંત: Difference between revisions
Jump to navigation
Jump to search
m (Atulraval moved page કાવ્ય-આચમન શ્રેણી — ઉશનસ્/૩. આવ્યો વસંત to કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૩. આવ્યો વસંત) |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 21: | Line 21: | ||
</poem> | </poem> | ||
{{Right| (સમસ્ત કવિતા, પૃ. ૧૫)}} | {{Right| (સમસ્ત કવિતા, પૃ. ૧૫)}} | ||
{{HeaderNav | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૨. પ્રથમ શિશુ|૨. પ્રથમ શિશુ]] | |||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૪. ધન્ય ભાગ્ય|૪. ધન્ય ભાગ્ય]] | |||
}} |
Latest revision as of 13:13, 6 September 2021
૩. આવ્યો વસંત
ઉશનસ્
આવ્યો વસંત કુસુમોત્સવ શો વનોમાં;
તે આ ઋતુ, પૃથિવી જ્યાં ફૂલગુચ્છ જેવી
ગૂંથાતી નીલ નભસુંદરીકુંતલોમાં;
તે આ ઋતુ જ, ક્ષિતિ જ્યાં ધૂપદાની જેવી
ભાનુપરિક્રમણમાં કુસુમોની ભીડે
આકાશમાં સુરભિનાં ઘન ઉત્સૃજે છે!
આ તે ઋતુ, પૃથિવી જ્યાં નવ ઓળખાતી
સ્વર્ભૂમિથી અલગ પુષ્પવિભૂતિઆઢ્ય,
ફૂલોની હ્યાં ભરતી નંદન શી, ન ન્યૂન
દેવાંગનાથી મધુમાં અહીં નારી રૂપે.
ને આ રતે મદન સ્વર્ગનું ક્ષેત્ર છોડી
આવી અહીં; ગડી કરી મૂકી જાળવ્યા શી
લ્હેરો સ્ખલે, દિન પલેપલ ગાઢ ભોગ્ય!
પ્રત્યેક ચંદ્ર મધુનો મધુરાત્રિયોગ્ય!
૯-૨-૫૫
(સમસ્ત કવિતા, પૃ. ૧૫)