કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૬. કેવળ ફરવાને: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 18: Line 18:
</poem>
</poem>
{{Right| (સમસ્ત કવિતા, પૃ. ૬૪)}}
{{Right| (સમસ્ત કવિતા, પૃ. ૬૪)}}
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૫. લાવ, હજી —|૫. લાવ, હજી —]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૭. રામની વાડીએ|૭. રામની વાડીએ]]
}}

Latest revision as of 13:15, 6 September 2021

૬. કેવળ ફરવાને

ઉશનસ્

કેવળ ફરવાને નીકળ્યો છું જાણે સંધ્યાકાળે,
એક્કે કામ નથી કરવાનું મારે આ જનમારે,

મારે કોને નથી મળવાનું, કોએ પત્ર ન ભેળ્યો,
હું તો આ ધરતી પર આવ્યો કેવળ જોવા મેળો,
ફરતો હું હાટે ને ઘાટે, વ્હોરવું ના કંઈ મારે,
કેવળ ફરવાને નીકળ્યો છું જાણે સંધ્યાકાળે.

પ્રવાહ આ શો જાય વહ્યો, નદ ઊછળંતો બે કૂલ!
કોઈ નથી મોટું, રે મોટું એક જ છે આ પૂર!
બેસું ઘડી ગંગાજમુનાને સંગમકેરે આરે;
કેવળ ફરવાને નીકળ્યો છું જાણે સંધ્યાકાળે.

૨૧-૪-૪૭

(સમસ્ત કવિતા, પૃ. ૬૪)