કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૭. રામની વાડીએ: Difference between revisions
Jump to navigation
Jump to search
m (Atulraval moved page કાવ્ય-આચમન શ્રેણી — ઉશનસ્/૭. રામની વાડીએ to કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૭. રામની વાડીએ) |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 20: | Line 20: | ||
</poem> | </poem> | ||
{{Right| (સમસ્ત કવિતા, પૃ. ૬૭)}} | {{Right| (સમસ્ત કવિતા, પૃ. ૬૭)}} | ||
{{HeaderNav | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૬. કેવળ ફરવાને|૬. કેવળ ફરવાને]] | |||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૮. શિશિર તડકો ને મારું મન|૮. શિશિર તડકો ને મારું મન]] | |||
}} |
Latest revision as of 13:15, 6 September 2021
૭. રામની વાડીએ
ઉશનસ્
રામની ભોંયમાં રામની ખેતરવાડીએ જી
આપણા નામની અલગ છાપ ન પાડીએ જી.
જગને ચોક ચબૂતરે વેરી રામધણીની જુવાર,
તે પર પાથરી બેઠો તું તો ઝીણી પ્રપંચની જાળ;
ધર્માદાચણથી પંખી ન ઉડાડીએ જી : રામનીo
રામની વાડી ગામ આખાની, હોય ન એને વાડ,
બાંધ જો તારું ચાલતું હોય તો આભને આડી આડ;
વાડ કરી આ ક્ષિતિજ ના વણસાડીએ જી : રામનીo
રામની વાડી ભોગવવી ભાઈ, હક્કનાં પાઈ નીર,
સૌને વ્હેંચી ચાખવી આપણે રામના ફળની ચીર;
આપણા ભેગાં સૌનાં ભાણાં માંડીએ જી : રામનીo
૭-૧૧-૫૪
(સમસ્ત કવિતા, પૃ. ૬૭)