રંગ છે, બારોટ/5. પરકાયાપ્રવેશ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 172: Line 172:
ચલો મંત્રો! ફટકત સોહા.
ચલો મંત્રો! ફટકત સોહા.
</poem>
</poem>
{{Poem2Open}}
આ અઘોર ગાયત્રીના મંત્રથી વિક્રમને પરકાયા-પ્રવેશની શક્તિ મળી. પારકાનું કોઈનું પણ શરીર માંઈ જીવ વગરનું પડ્યું હોય તો આ મંત્ર જાણવાવાળો પોતાનું ખોળિયું મેલીને એ શરીરમાં પ્રવેશ કરી શકે.
“પણ હે વિક્રમ! તું બોળિયાને આ વાત કરીશ મા.” પછી બોલાવ્યો મઢીમાં બોળિયાને. “લે બોળિયા, તને વીંછીનો મંતર આપું છું —
{{Poem2Close}}
<poem>
કાળી ગા કવલી ગા
ડુંગર ચડી પોદળો કર્યો
ત્યાં વિંયાણી વીંછણ રાણી
વીંછણ રાણીના અઢાર પૂતર
છો કાળા, છો કાબરા,
છો હળદરવરણા માંકડા
ઊતર તો ઉતારું
હોકારું લીલકટ ચોર
આવેગા મોર
ખાવેગા તોર
ચલો મંતરુ ઈસવર વાચા
વાચા ચૂકે ઊભો સૂકે.”
</poem>
{{Poem2Open}}
રાજા અને બોળિયો બેય મંતર શીખીને ઉજેણમાં ગયા છે, પણ વળતે જ દિ’એ બોળિયા રાજા પાસે આવીને રોવા માંડ્યો છે.
કે’, “પણ છે શું એવડું દુઃખ?”
કે’, “મોટા રાજા! મારી બાયડીએ અન્નજળ મૂક્યાં છે.”
કે’, “શા માટે?”
“આ એમ કે બાવેજીએ તમને કાંઈક રિદ્ધિસિદ્ધિનો મંતર શીખવી દીધો મારાથી છાનો, અને મને વીંછીનો મંતર આપી તગડી મેલ્યો. હે મોટા રાજા! તમારે હવે રિદ્ધિસિદ્ધિની શી ખોટ છે? મને એ મંતર આપો ને આપો.” બોળિયાને માથે વિક્રમને હેત ઘણું, એટલે સાચી વાત કહી નાખી : “જો બોળિયા! મને તો બીજો કોઈ નહીં પણ પરકાયા-પ્રવેશનો મંતર આપ્યો છે. લે, હું તને એ આપું.”
વિક્રમનો દિ’ માઠો બેઠો તે એણે બોળિયાને આ મંત્ર શીખવ્યો.
વળતી રાતે બોળિયો રાજા વિક્રમને મૃગયા રમવા જવા માટે તેડવા આવ્યો. વિક્રમ કહે : “એલા બોળિયા, હજી તો અરધી રાત છે.”
“ના બાપુ! કસાઈવાડાનો કૂકડો તો કારૂનો બોલે છે.” નીકળ્યા મૃગયા રમવા. સવાર પડ્યું ત્યાં તો ઉજેણથી ખૂબ આઘા નીકળી ગયા. પ્રભાતે મૃગલાં દીઠાં. એક કસ્તુરિયા કાળિયારને હડફેટમાં રાખીને ઘોડાં દબાવ્યાં. ઉજેણથી ઘણે છેટે નીકળ્યા પછી કસ્તુરિયાને તીર મારીને પાડ્યો. બેય જણા જોઈ રહ્યા છે. વિક્રમ કહે છે : “વાહ! કેવું રૂડું ખોળિયું છે! મૃગલીઓમાં મોજ કરતો હશે આ કસ્તુરિયો!”
બોળિયો કહે : “તયેં હેં મા’રાજ, બાવા બાળનાથે આપેલ મંતરનું પારખું તો લઈએં. પરકાયા-પ્રવેશ થાય છે કે નહીં તે તો જુઓ.” બોળિયાના પેટના પાપની વિક્રમને શી ખબર!
વિક્રમે મંત્ર ભણીને પોતાનું ખોળિયું છોડી દીધું અને પોતે કસ્તુરિયાના ખાલી દેહમાં દાખલ થયા. મૃગલો ચારેય પગે ઠેકીને ઊભો થયો, ને કસ્તુરિયાને વેશે રાજા વિક્રમ બોળિયા સામે જોઈ રહ્યા. બોળિયે કહ્યું : “તયેં બાપુ! હવે ભેળાભેળા મૃગલિયુંમાં ઘડીક સેલ કરી આવોને! હું આંહીં જ ઊભો ઊભો આપનું ખોળિયું સાચવું છું.” રાજા વિક્રમ તો કસ્તુરિયાને વેશે છલંગો મારતા મૃગલીઓનાં ટોળાંમાં પહોંચી ગયા. ટોળાં આઘાં આઘાં નીકળી ગયાં.
આંહીં બોળિયાએ પોતાનું ખોળિયું ખાલી કરીને વિક્રમના પડેલા ખોળિયામાં પ્રવેશ કર્યો, કારણ કે મંતર તો એને પણ મહારાજ વિક્રમે આપી દીધો હતો.
પોતે વિક્રમનું ખોળિયું પહેરી લઈને ઊભો થયો, મૂછે હાથ નાખીને બોલ્યો : “હવે જો બાણું લખ માળવો ને બત્રીશ ઠકરાણાં ન કેળવું તો હું બોળિયો શેનો!” ત્યાં તો કસ્તુરિયો મૃગ પાછો આવ્યો. એક તો મૃગની કાયા અને માંહીં વીર વિક્રમનો જીવ, એટલે રૂપનું તો પૂછવું જ શું! ઊભી શીંગડીએ, કાબરે વાને, મસ્ત કસ્તુરિયો ડોલતો ડોલતો હાલ્યો આવે છે મૃગલિયુંમાં રમણ કરીને.
નજીક આવતાં તો બોળિયે તીર ફેંક્યું, બરાબર શીંગડામાં વાગ્યું. ત્રણ ફરંગટી ખાઈને કસ્તુરિયો ભૂ…સ દેતો પડ્યો. બોળિયે માન્યું કે તીર ટીલડીમાં જ વાગ્યું છે! કસ્તુરિયાને માથે પાંભરી ઓઢાડીને પોતે વિક્રમને ખોળિયે ઉજેણ ચાલતો થયો.
રાજમોલમાં ગયો, એટલે બાનડિયું મહારાજને મર્દન કરવા માટે કંકુ કેસરના વાટકા મૂકી ગઈ.
એ મર્દન કરવાની ચીજોને બોળિયો તો ચાટી ગયો.
બાનડિયું જ્યાં નાવણ કરવાની સાચી હીરની પાંભડી લઈને પાછી આવી ત્યાં તો વાટકા કોરા પડેલા! વિક્રમવેશી બોળિયે ધમકી દીધી : “રાંડું! ખાવાના પદારથ મર્દન કરવામાં વાપરવા છે? ચીરી નાખીશ. અને આ હીરવાણી પાંભડી શું તમારે પલાળવી છે!”
વાટકા ચાટી ગયો! પાંભરી પહેરી નહીં!
બાનડિયું તો સડક થઈ ગઈ. આ શું કૌતક! આજ મહારાજ આમ કાં કરે?
પછી બત્રીશ ખાનાળો થાળ લઈને બાનડિયું મહારાજને જમાડવા આવી. એમાં હાથ ધોવાનું એક પાણીનું પાળું હતું.
મહારાજ જમી રહે પછી પચાસ માણસ ખાય એટલી ભોજનની સામગ્રી એ બતરીશ ખાનાંમાં ભરી હતી. બોળિયે તો કર્યું બધું ભેળું, ચોળ્યું અને ચડાવી ગયો એકલો. હાથ ધોવાનું પાણી હતું તે પી ગયો.
અરેરે! આ મહારાજને આજ શું થઈ ગયું છે! વાત તો રાજમોલમાં ફેલાઈ ગઈ. રાણી ભાણમતીજી આવ્યાં છે. એણે પણ નોખી જ જાતની ચેષ્ટાઓ નિહાળી છે. મનમાં સમજી ગઈ. પણ કેને કહે?
હસું તો દંત પારખે, રોઉં તો કાજળ જાય.
એવી રાણીની ગતિ થઈ છે. આ ખોળિયું વિક્રમનું ખરું પણ જીવ નક્કી કોઈક બીજાનો! પણ હવે હમણાં બોલવા વેળા નથી.
બોળિયાને તો ચડાવી દીધો ગોગ પીંગળાની મેડીએ. ઊડતું પંખીડું ય રાજગઢમાં આવવા ન પામે એવો બંદોબસ્ત મૂક્યો. અને રાણી ભાણમતી પોતે બ્રાહ્મણીને તેડાવી રામાયણ વંચાવતાં બેઠાં.
રહેતે રહેતે વાવડ આવવા મંડ્યા કે વનરાઈમાં એક ખાંડિયો મૃગ કસ્તુરિયો એકલો ને એકલો દોટું મારી રહ્યો છે. કોઈ મૃગલાંનાં ટોળાં ભેળો હાલતો નથી. એકલો હાલે છે અને બેય આંખે આંસુડાં જાય છે હાલ્યાં.
તેડાવ્યા પારધીને : “એ ખાંડિયા મૃગને પકડવા પાંસલા નાખો. સવા લાખ આપીશ.”
પારધીઓ મંડ્યા પાંસલા નાખવા. એક વાર તો કસ્તુરિયાનો એક પગ પાંસલામાં આવી પણ ગયો. અને હૈયું ફાટવા લાગ્યું.
{{Poem2Close}}
<poem>
મેલ્યાં મંદર ને માળિયાં,
મેલી સ્રોવન-ખાટ;
મેલ્યું ઊજેણીનું બેસણું,
હૈયા! હજી મ ફાટ્ય.
હયડા ભીતર દવ જલે,
(તેના) ધુંવા પ્રકાશ ન હોય;
કાં તો જાણે જીતવો,
અવર ન જાણે કોય.
વિક્રમ આઈ વાર,
હલ જે ઉજેણી હુવો,
ગિયો પૂછતલ પરઠાર,
(અમારાં) સખદ:ખ ગંદ્રપશિયાઉત.
</poem>
{{Poem2Open}}
પાંસલામાં પડ્યો પડ્યો વિક્રમ હૈયાને કહે છે : હે હૈયા! મંદિર ને માળિયા મૂક્યાં, સોનાની ખાટ મૂકી, ઉજેણની ગાદી ગઈ, પણ હજી તું ફાટીશ મા!
હે હૈયા! આપણી અંદર દાવાનળ બળે છે. તેનો ધુમાડો પ્રગટ દેખાતો નથી. એક પોતાના પ્રાણ વગર; કોઈ બીજું જોઈ શકે નહીં એ અગ્નિને.
અરે! ઉજેણ ઉપર શત્રુઓનાં દળકટક ચડી આવે છે. ઉજેણી નગરી હલબલી ઊઠી છે. પણ પ્રજાનાં સુખદુઃખ પૂછનારો પરમારદેવ, ગંધર્વસેનનો બેટડો વિક્રમ તો ચાલ્યો ગયો છે.
ખેર જીતવા! મરું તોય મારી ભોમકામાં! સદ્ગતિ તો થશે! માતા માથે જઈને મરીશ.
બરાબર મધરાતે એણે પાસલામાંથી ઊઠીને ગડગડતી દોટ દીધી. પહોંચ્યો મા કાળકાના મંદિરમાં. મૂર્તિને માથાં મારવા મંડ્યો. માતા પૂછે છે :
“અરે, તું અટાણે કોણ?”
કે’, “હું વિક્રમ.”
કે’, “કાં બાપ?”
કે’, “આ જોતાં નથી? વાંસે પાસલા ભમે છે. એક દિ’ પણ મારો જાતો નથી. દશા વાંકી થઈ તે મારું ખોળિયું બોળિયો પહેરીને વયો ગયો છે! સૂરજ ઊગ્યે સવા મણ ઘીનો દીવો લ્યો છો શીદને! મૂકી દ્યો, જો મારી આ દશા ન મટાડી શકતાં હો તો.”
કે’, “ઠીક બાપ, જા, સાડા ત્રણ દિ’એ તારું ખોળિયું પાછું મળશે. હમણાં તો તું તારો જીવ આમાં નાખ્ય.”
એમ કહીને જોગમાયાએ એક પોપટનું મરેલું બચ્ચું બતાવ્યું.
વિક્રમે પોતાનો જીવ પોપટના બચ્ચામાં નાખ્યો ને સવારે ઊડવા ધાર્યું, ત્યાં તો પરોઢિયે વગડાનો એક કઠિયારો કુવાડો ને બંધિયો લઈને લાકડાં કાપવા આવ્યો. પોપટ એના હાથમાં પડ્યો.
ઠીક થયું! પાંચ–છો છોકરાં છે, ભૂખ્યાં મરે છે, શેકીને ખવડાવીશ. હમણાં તો ઇંધણાં કાપી લેવા દે. એમ ધારીને કઠિયારે પોપટને સૂંડલા હેઠળ ઢાંકી મૂક્યો છે.
પ્રભાત પડ્યું, પોપટ જેવા દેવપંખીનું ખોળિયું ખરું ના, એટલે વિક્રમની વાચા ખૂલી ગઈ. માંડી એણે તો રામગ્રી લલકારવા :
{{Poem2Close}}
<poem>
કોણ રે સમાના કામની, દત્યું ફળિયલ રામા!
પંડવ્યુંની પ્રતમા પાળવા, હરિ આવેલ સામા.
</poem>
{{Poem2Open}}
સાંભળીને કઠિયારાનાં છોકરાં જાગ્યાં, કઠિયારે પોપટને શેકી ખાવાની તૈયારી કરી, એટલે પોપટની વાચા ઊઘડી : “એલા કઠિયારા, હું તો તારો સવો બારોટ છું. હું તો હીંગળાજ માની જાત્રાએ ગયો’તો, ત્યાં મારી કાયા પડી ગઈ. મને ખાવા કરતાં હાલ્યને વેચવા, મોઢે માગ્ય એટલા પૈસા મળશે તને.”
“પોપટ લ્યો…ઓ પોપટ!” કઠિયારો એવા ટૌકા કરતો નીકળ્યો. બધસાગરા પ્રધાનની શેરી આવી. બધસાગરાની કુંવરી કહે કે “બાપુ, મને પોપટ લઈ દ્યો.” કે’, “એલા, કેટલાં દામ લઈશ?”
કે’, “પોપટ બોલે એટલું લઉં.”
પોપટને વાચા થઈ : “બધસાગરા! અમારી કિંમત્યું ન કરાવ. જે દઈ શકાય તે દઈ દે.”
પોપટને તો રાખી લઈ, હેમનો વાળો કઢાવી, માંહીં મોતી પરોવી, પોપટને શણગાર્યો. પોપટે બધસાગરા પ્રધાનની કુંવરીને કહ્યું : “બાઈ, તું ભાણમતી રાણીને ઘેરે રામાયણ સાંભળવા જાછ, તે મને ય તેડતી જા ને!”
બાઈ તો પોપટને લઈ ગઈ. પોપટ રાણી ભાણમતી સાથે વાતો કરવા મંડ્યો. રાણીએ કેટલાક પ્રશ્નો પૂછ્યા, તેના પોપટે જવાબ આપ્યા. રાણીને ખાતરી થઈ કે આ પોતે જ રાજા વિક્રમ છે, એમાં કાંઈ ફેર નથી. પણ કોઈને કહ્યા વગર પોપટને પોતાને ઘેર સાચવ્યો.
પણ હવે થાય શું? બોળિયો વિક્રમનું ખોળિયું પહેરીને બેઠો છે ત્યાં સુધી કોઈ ઇલાજ ન સૂઝે. બોળિયો તો ગોગ પીંગળાને મહોલે ભોગવિલાસમાં ગરકાવ છે. શીંગલા ઘેટા રમાડે છે.
ભગવાનને કરવું છે તે એક દિવસ બોળિયાનો માનીતો ચાર શીંગાળો ભેડર ઘેટો મરી ગયો. ઘેટો બોળિયાને બહુ વહાલો હતો. એટલે એને મન થયું કે ઘડીક આને જીવતો કરું.
પોતે વિક્રમનું ખોળિયું પડતું મેલીને ભેડર ઘેટાની કાયામાં પ્રવેશ કર્યો. આ ઘેટો રમતો રમતો રાણી ભાણમતીને આંગણે આવ્યો. પોતે મૂએલ ઘેટાને કેવો રમાડી શકે છે તેનો તૉર છે ખરો ના! એ તૉરમાં ને તૉરમાં એણે પોપટના બોલ સાંભળ્યા :
કે’, “જાને ભેડર! ઘડીક માજનિયા થઈને વાડીયુંમાં લીલાં બકાલાં ચરી આવને! મોજ આવશે!”
બોળિયાને બરાબર તાન ચડ્યું. ઊપડ્યો ભેડર ઘેટો ઢીંકું મારતો.
આંહીં વિક્રમનું ખોળિયું ખાલી પડ્યું કે તુરત પોપટની કાયા પડતી મૂકીને વિક્રમે પોતાનું ખોળિયું પહેરી લીધું. સાચો વિક્રમ આળસ મરડીને બેઠો થયો, એનાં અસલ રૂપને લક્ષણો લહેરી ઊઠ્યાં. અને રાણી ભાણમતીએ નગારે ઘાવ દેવરાવ્યા. ધણણણ! નોબત ગુંજવા લાગી. જે દિ’થી વિક્રમ મહારાજ અલોપ થયેલા તે દિ’થી રાજમોલ સૂના પડેલા, તેને બદલે કચારી હકડાઠઠ ભરાઈ ગઈ. આભકપાળો રાજા વિક્રમ સિંહાસને બેઠો છે! ઉજેણ ગાજી ઊઠી.
ભેડર ઘેટો વાડિયુંમાં મહાલીને પાછો આવ્યો, પણ વિક્રમનું ખોળિયું ન મળે! સમજી ગયો. શરમથી એણે ઊંધું ઘાલ્યું.
તે દિ’થી ગાડરની જાત નીચે જોઈને ઊભી રહે છે!
વિક્રમે કહ્યું, “હે ભૂંડા! તેં તો તારી કરી, પણ હું તારા જેવો નથી. હવે તું તારે મારી પાસે રહે. હું તને સાચવીશ અને ઠેકાણે પાડીશ.”
એક દિવસ એક શાહુકારનો જુવાન દીકરો મરી ગયો. છાતીફાડ રોકકળ થઈ પડી. વિક્રમ રાજાને ખબર પડી. એણે કહેવરાવ્યું કે “ભાઈ, મડું બાળશો મા.” પોતે ભેડર ઘેટાને લઈને મસાણે પહોંચ્યા અને કહ્યું, “બોળિયા, આ શાહુકારમાં તારો જીવ નાખ.” બોળિયે બહુ ના પાડી, પણ વિક્રમે એને મનાવ્યો. શરમનો તો બોળિયાને પાર નહોતો. પોતાની જાતને ફિટકાર દેતો એનો જીવ ઘેટામાં બેઠો હતો ઊંચે જોવાની હામ નહોતી. વિક્રમની છેલ્લી વારની દિલાવરી દેખીને ડબ ડબ આંસુ પડી ગયાં. પછી પોતે ઘેટાનું ખોળિયું મેલી દઈ શેઠિયાની કાયામાં વાસો લીધો.
શેઠિયાને એનો દીકરો પાછો મળ્યો, અને બોળિયાને માનવદેહ સાંપડ્યો. જીવ પણ સુધરી ગયો હતો એટલે શેઠિયાનો પૂતર સારી ચાલે જ ચાલતો રહ્યો. રાજા વીર વિક્રમે આ નવે અવતારે પણ બોળિયાની ભાઈબંધી છોડી નહીં.
{{Poem2Close}}
26,604

edits