કંદરા/પ્રારંભિક: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 58: Line 58:

Line 68: Line 67:
પ્રતિબિબત કરી શકી છે.
પ્રતિબિબત કરી શકી છે.

જીવન નર્હીં પણ એની પ્રક્રિયા અને એના પરની પ્રતિકિયા મનીષાને મન
જીવન નર્હીં પણ એની પ્રક્રિયા અને એના પરની પ્રતિકિયા મનીષાને મન મહત્ત્વની છે. પ્રક્રિયા મારફતે એ જીવનની એકદમ નિકટ સરે છે, વાસ્તવને નિરીક્ષે છે અને પ્રતિક્રિયા મારફતે જીવનથી વેગળા હટી પોતાનું અતિવાસ્તવ અને પરાવાસ્તવ રચે છે. આવી રચના સૃષ્ટિમાં સૌથી વધુ હાથવગી સામગ્રી રહી છે મનુષ્યયોનિથી ઈતર પશુયોનિ. ઠેર ઠેર સંખ્યાબંધ પ્રાણીઓથી રચાતો અહીંનો શબ્દસંદર્ભ કવિના સંદિગ્ધ અંતરંગનો સંદર્ભ જ હોય છે. આ સંદર્ભ ક્યારેક તો ખુદમાં પ્રાણીઆરોપણ (Lycanthropy) સુધી પહોંચી જાય છે. એટલે કે આ સંદર્ભને સપાટી સાથે છે એથી વિશેષ ખીણ સાથે સંબંધ છે : સપાટી-સપાટી રમતાં રમતાં / છેવટે હું થાકીને મને થયું / ચાલને ખીણમાં પડું! (પૃ. ૩૨)
મહત્ત્વની છે. પ્રક્રિયા મારફતે એ જીવનની એકદમ નિકટ સરે છે, વાસ્તવને નિરીક્ષે
છે અને પ્રતિક્રિયા મારફતે જીવનથી વેગળા હટી પોતાનું અતિવાસ્તવ અને પરાવાસ્તવ
રચે છે. આવી રચના સૃષ્ટિમાં સૌથી વધુ હાથવગી સામગ્રી રહી છે મનુષ્યયોનિથી
ઈતર પશુયોનિ. ઠેર ઠેર સંખ્યાબંધ પ્રાણીઓથી રચાતો અહીંનો શબ્દસંદર્ભ કવિના
સંદિગ્ધ અંતરંગનો સંદર્ભ જ હોય છે. આ સંદર્ભ ક્યારેક તો ખુદમાં પ્રાણીઆરોપણ
(Lycanthropy) સુધી પહોંચી જાય છે. એટલે કે આ સંદર્ભને સપાટી સાથે છે
એથી વિશેષ ખીણ સાથે સંબંધ છે : સપાટી-સપાટી રમતાં રમતાં / છેવટે હું થાકીને
મને થયું / ચાલને ખીણમાં પડું! (પૃ. ૩૨)

આમ જોઈએ તો આ રચનાઓ મુખ્યત્વે કવિના, બંધ બારણે થતાં રોમાન્સની
આમ જોઈએ તો આ રચનાઓ મુખ્યત્વે કવિના, બંધ બારણે થતાં રોમાન્સની કથાઓ છે. આંતરિક સંચલનના દસ્તાવેજો છે. એમાં પેટાળનું ધગધગતું પ્રવાહી છે અને અવકાશમાં મળનાર ઝેરી વાયુ પણ છે. એમાંથી જન્મતાં શિશુગ્રંથિ (બાળકોને જન્મ આપવાની, સ્તનપાન કરાવવાની વાત)નાં આવર્તનો અને નારી દેહનાં વિશિષ્ટ વેદનો ખાસ ધ્યાન ખેંચે છે.
કથાઓ છે. આંતરિક સંચલનના દસ્તાવેજો છે. એમાં પેટાળનું ધગધગતું પ્રવાહી છે
અને અવકાશમાં મળનાર ઝેરી વાયુ પણ છે. એમાંથી જન્મતાં શિશુગ્રંથિ (બાળકોને
જન્મ આપવાની, સ્તનપાન કરાવવાની વાત)નાં આવર્તનો અને નારી દેહનાં વિશિષ્ટ
વેદનો ખાસ ધ્યાન ખેંચે છે.

અહીં ઘણીબધી રચનાઓમાં કેન્દ્રિય તણાવના અભાવને કારણે અસંગતની
અહીં ઘણીબધી રચનાઓમાં કેન્દ્રિય તણાવના અભાવને કારણે અસંગતની સીમ પર સામગ્રી વેરવિખેર થતી લાગે તેમ જ શિવાલય સાથે આવતું લોબાન (પૃ.૫૪); ગાયની અંદર ઊછરતો બળદ (પૃ. ૬૨) કે બ્રહ્મા વિષ્ણુ મહેશને બાળ રૂપે જમાડતી સીતા મૈયા જેવાં સ્થાનો ક્ષતિ યુકત લાગે છતાં ‘પ્રદક્ષિણા', ‘સસ્યસંપતિ', ‘જેલ', ‘રંગ', ‘ગોઝારી વાવ', ‘રોમાન્સ' જેવી રચનાઓ બેશક નીવડી આવી છે. શ્રેણીનો આ ચૌદમો મણકો છે.
સીમ પર સામગ્રી વેરવિખેર થતી લાગે તેમ જ શિવાલય સાથે આવતું લોબાન
(પૃ.૫૪); ગાયની અંદર ઊછરતો બળદ (પૃ. ૬૨) કે બ્રહ્મા વિષ્ણુ મહેશને બાળ
રૂપે જમાડતી સીતા મૈયા જેવાં સ્થાનો ક્ષતિ યુકત લાગે - છતાં ‘પ્રદક્ષિણા', ‘સસ્યસંપતિ',
‘જેલ', ‘રંગ', ‘ગોઝારી વાવ', ‘રોમાન્સ' જેવી રચનાઓ બેશક નીવડી આવી છે.
શ્રેણીનો આ ચૌદમો મણકો છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{સ-મ|||'''— ચન્દ્રકાન્ત ટોપીવાળા'''}}
{{સ-મ|||'''— ચન્દ્રકાન્ત ટોપીવાળા'''}}
Line 96: Line 78:
{{Heading|સર્જકનો શબ્દ}}
{{Heading|સર્જકનો શબ્દ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
નાની હતી ત્યારે જાદુનો ખેલ જોવા જતી. જાદુગર એક છોકરીને લોખંડની
નાની હતી ત્યારે જાદુનો ખેલ જોવા જતી. જાદુગર એક છોકરીને લોખંડની મોટી પેટીમાં તાળું લગાવી પૂરી દેતો. પછી ઉપરથી છરા ભોંકતો. પણ એ છોકરી અદ્રશ્ય બનીને પ્રેક્ષકો વચ્ચેથી બઠાર આવતી. હું મુગ્ધ બનીને જોઈ રહેતી, પણ એ વખતે ખબર નહોતી કે એ જાદુગર, એ પેટી, એ છોકરી, પાછાં આવશે, આમ કવિતા બનીને!
મોટી પેટીમાં તાળું લગાવી પૂરી દેતો. પછી ઉપરથી છરા ભોંકતો. પણ એ છોકરી
અદ્રશ્ય બનીને પ્રેક્ષકો વચ્ચેથી બઠાર આવતી. હું મુગ્ધ બનીને જોઈ રહેતી, પણ
એ વખતે ખબર નહોતી કે એ જાદુગર, એ પેટી, એ છોકરી, પાછાં આવશે, આમ
કવિતા બનીને!

મારાં વાસ્તવ, પરાવાસ્તવ, અતિવાસ્તવ..., આજે પુસ્તક રૂપે પ્રગટ થઈ રહ્યાં
મારાં વાસ્તવ, પરાવાસ્તવ, અતિવાસ્તવ..., આજે પુસ્તક રૂપે પ્રગટ થઈ રહ્યાં છે એ માટે ગુજરાતી સાહિત્ય પરિષદનો આભાર. એ સાથે જ મને સતત પ્રેમ-સ્વાતંત્ર્ય આપનારાં પપ્પા-મમ્મી-હીના, સૌ સ્નેહીઓ, મિત્રોનો ખૂબ ખૂબ આભાર.
છે એ માટે ગુજરાતી સાહિત્ય પરિષદનો આભાર. એ સાથે જ મને સતત પ્રેમ-સ્વાતંત્ર્ય
આપનારાં પપ્પા-મમ્મી-હીના, સૌ સ્નેહીઓ, મિત્રોનો ખૂબ ખૂબ આભાર.

જીવવાની પ્રક્રિયાની પ્રતિક્રિયા એ કવિતા છે. હું લખું છું પણ હજી એને
જીવવાની પ્રક્રિયાની પ્રતિક્રિયા એ કવિતા છે. હું લખું છું પણ હજી એને પામી નથી શકતી. એ મારી પહોંચની બહાર છે.
પામી નથી શકતી. એ મારી પહોંચની બહાર છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{સ-મ|||'''— મનીષા જોષી'''}}
{{સ-મ|||'''— મનીષા જોષી'''}}