ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ધીરુબહેન પટેલ/ટાઢ: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
(પ્રૂફ)
Line 41: Line 41:
પણ બીકને કંઈ હાથપગ થોડા છે? એ તો ગમે ત્યાંથી આવે અને ગમે ત્યારે વળગે. આ અત્યારે જ પડખે નાથાકાકા સૂતા છે અને ઘર્‌ર્‌ર્ ઘર્‌ર્‌ર્ કરતા એકસરખાં નસકોરાં બોલાવે રાખે છે, તોયે બીક લાગે જ છે ને?
પણ બીકને કંઈ હાથપગ થોડા છે? એ તો ગમે ત્યાંથી આવે અને ગમે ત્યારે વળગે. આ અત્યારે જ પડખે નાથાકાકા સૂતા છે અને ઘર્‌ર્‌ર્ ઘર્‌ર્‌ર્ કરતા એકસરખાં નસકોરાં બોલાવે રાખે છે, તોયે બીક લાગે જ છે ને?

એટલે જ આ ઊંઘ નથી આવતી ને ખાવાનુંયે નથી ભાવતું. નિશાળમાં બહુ છોકરાં હોય એટલે ભૂલી જવાશે એમ માનીને બેત્રણ દહાડા ગયો હતોપણ કાંઈ ન વળ્યું. એને જાણે માતા નીકળ્યાં ન હોય એમ છોકરાં એનાથી આઘાં ને આઘાં રહેતાં હતાં ને કાનમાં બહુ વાતો કર્યા કરતાં હતાં. હીરિયાને બહુ ખરાબ લાગ્યું. પહેલાંનો વખત હોય તો દેન છે કોઈની, આવું કરી શકે? ચંદુ ને એ બેય ફરી ના વળે? અરે, એકલા ચંદુની લાલ આંખ જોઈને છોકરા થથરી જાય, મગદૂર કોની કે હીરિયાને વતાડે? પણ હવે તો ચંદુ જ ના રહ્યો ને!
એટલે જ આ ઊંઘ નથી આવતી ને ખાવાનુંયે નથી ભાવતું. નિશાળમાં બહુ છોકરાં હોય એટલે ભૂલી જવાશે એમ માનીને બેત્રણ દહાડા ગયો હતો પણ કાંઈ ન વળ્યું. એને જાણે માતા નીકળ્યાં ન હોય એમ છોકરાં એનાથી આઘાં ને આઘાં રહેતાં હતાં ને કાનમાં બહુ વાતો કર્યા કરતાં હતાં. હીરિયાને બહુ ખરાબ લાગ્યું. પહેલાંનો વખત હોય તો દેન છે કોઈની, આવું કરી શકે? ચંદુ ને એ બેય ફરી ના વળે? અરે, એકલા ચંદુની લાલ આંખ જોઈને છોકરા થથરી જાય, મગદૂર કોની કે હીરિયાને વતાડે? પણ હવે તો ચંદુ જ ના રહ્યો ને!

ગોદડી બહાર નીકળી ગયેલા પગનું ટૂંટિયું વાળીને તેણે થરથરતી દાઢી ગોદડીના ડૂચામાં ખોસી અને મનમાં ને મનમાં ‘જય હનુમાન! જય હનુમાન!’ બોલવા લાગ્યો. ચંદુ કહેતો હતો કે રામ કરતાં હનુમાન ચડે. રામ છો ને ભગવાન રહ્યા પણ હનુમાન એટલે હનુમાન. અને પછી ક્યારેક જ આવતી એવી લાગણીની લહેરમાં ખેંચાઈને એણે હીરિયાને ખભે ટાપલી મારી હતી, ‘તુંયે મારો હનુમાન જ છે ને!’