સાહિત્યિક સંરસન — ૩/દશરથ પરમાર: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 23: Line 23:
- જોજે એવું કરતો! તું મારા પપ્પાને ઓળખતો નથી. પહેલાં મને સ્પષ્ટ થઈ જવા દે, પછી...

- શું સ્પષ્ટ કરવા ધારે છે તું?  
- શું સ્પષ્ટ કરવા ધારે છે તું?  
    એ કશું બોલતી નહીં, પણ એને તરત જ થતું કે એણે કયા સંદર્ભે આમ કહ્યું હતું? એ શેના વિશે સ્પષ્ટ થવા માગતી હતી? અનિરુદ્ધસિંહ સાથેની પોતાની સગાઈ માટે ઘરમાં ચાલી રહેલી તડામાર તૈયારીઓ વિશે કે પછી? ચારેક દિવસ ઉપર એ લોકો રાજસ્થાનથી એને જોવા માટે પધાર્યાં હતાં અને એને પસંદ પણ કરી ગયાં હતાં. હવે સગાઈ થશે... અને પછી ટૂંક સમયમાં લગ્ન અને...
 
અત્યારે પણ મોબાઇલની રિંગ વાગી રહી હોય તેવો ભ્રમ થયો. એનો હાથ તરત જ પીઠ પર લટકી રહેલી બૅગ પર પહોંચી ગયો. બૅગમાંથી મોબાઇલ બહાર કાઢ્યો. ના, એ ભ્રમ નહોતો. મોબાઇલના સ્ક્રીન પર સોહમ્‌નું નામ ઝબકી રહ્યું હતું. એ હોઠ ભીડીને બે’ક ક્ષણ વિચારી રહી. ત્યાં સુધીમાં તો સોહમ્‌ના નામ-નંબરને મિસ્ડ-કૉલના લિસ્ટમાં ઉમેરીને મોબાઇલ ચૂપ થઈ ગયો હતો. એકાદ ક્ષણ હાથમાં લઈ, મોબાઇલને પાછો બૅગમાં મૂકતાં એણે નક્કી કર્યું : ના, એ આજે કોઇની સાથે વાત નહીં કરે, સોહમ્‌ સાથે પણ નહીં. જે ઉદ્દેશથી એ અહીં આવી હતી એ પૂરો ન થાય ત્યાં સુધી તો નહીં જ. એને ઊંડે-ઊંડે વિશ્વાસ હતો કે જેમ બલ્લુને અહીંથી જ માર્ગ મળ્યો હતો તેમ એને પોતાને પણ કોઈ માર્ગ મળી જ જશે. સોહમ્‌ સાથેના સંબંધ વિશે પણ આજે એ સ્પષ્ટ થઈ જશે. અને ફોઇસા’નો આદેશ થશે તો એ પણ બલ્લુની જેમ જ. . . એને ઊંડે-ઊંડે પોતાના ફોઇસા’ પર પૂરો ભરોસો હતો કે તેઓ એને નિરાશ તો નહીં જ કરે.

Line 80: Line 81:
ઐતિહાસિક અને અવાવરુ જગ્યાઓમાં જ સંભવી શકે તેવી ગંધ ચારેકોર પ્રસરેલી હતી - જૂનાં, વર્ષોથી કોઇએ ખોલ્યાં ન હોય તેવાં પુસ્તકોમાંથી ઉત્પન્ન થતી બટાઈ ગયેલી, ભેજવાળી ગંધને મળતી. અને અજવાળા પર હાવી થવા કરતું આછું આછું અંધારું… એના પગ એકાએક અટકી ગયા. એને નવાઈ લાગી. એ ચાલતી-ચાલતી છેક ગઢના દરવાજે પહોંચી ગઈ હતી - એની ખબર પણ ન પડી. પરંતુ હવે આટલે પહોંચ્યા પછી જાણે ખૂબ જ થાકી ગઈ હોય એવું કેમ લાગે છે? શરીરના તમામે તમામ સાંધા કળવા લાગ્યા. તરસ પણ લાગી હતી. એણે બૅગમાંથી પાણીની બૉટલ કાઢી મોંઢે માંડી.

દરવાજા પાસે જ જમણા હાથે એક મંદિર હતું, ભીંતમાં કોતરેલી હનુમાનજીની મૂર્તિ. એના પર સિંદૂર અને તેલના રગડા… આખાય મંદિરમાં ધૂળના થર બાઝેલા હતા અને કરોળિયાનાં મોટાં-મોટાં જાળાં... એણે માથું એ દિશામાં સહેજ નમાવ્યું. પછી સામે નજર નાંખી. ભાંગેલા ઝરૂખા… ગોખ… નમી પડેલી થાંભલીઓ…ચોરસ પથ્થરો... ઝાડી-ઝાંખરાં.. સાગ-વાંસ-મહુડા-આવળ-બાવળનાં આડેધડ ફાલેલાં વૃક્ષો અને જમીન પર પથરાયેલાં એ બધાં વૃક્ષોનાં લીલાં-સુક્કાં પાંદડાં - એ બધું વટાવીને એની નજર પેલા વડને શોધવા લાગી. એને આશ્ચર્ય થયું. અત્યારે પીપળો વચ્ચે નથી આવતો છતાં વડ કેમ દેખાતો નથી?

બલ્લુની ડાયરીનાં છેલ્લાં પાને લખ્યું હતું :

Line 91: Line 92:
- અ..દિ..તિ..ઇ..ઇ.. : એને લાગ્યું કે કોઈ એનું નામ પોકારી રહ્યું છે, પરંતુ એણે એ તરફ ધ્યાન આપ્યું નહીં. ખાસ્સીવાર દોડ્યા પછી એ મુખ્ય રસ્તા પર આવી પહોંચી. અહીં કશું જ નહોતું. ન વરસાદ, ન વાવાઝોડું. એણે પોતાનાં કપડાં ચકાસી જોયાં. માથાના વાળ પર હાથ ફેરવી જોયો. બધુંય બરાબર જ હતું. તો પછી? હવે એને પોતાની જાત પર પણ સંદેહ થવા લાગ્યો. એ અહીંથી ત્યાં ગઈ હતી ખરી કે પછી આવી ત્યારથી અહીં ને અહીં જ ઊભી રહી છે? રસ્તાની ધાર પર ઊભા રહીને એણે પાછળ જોયું. ગઢ પર છવાઈ વળેલું પેલું કાળુંભમ્મર વાદળ ત્યાંથી હટીને અહીં આવી પહોંચ્યું હતું. એ જાણે વાદળમાંથી વરસતા ધૂંધકાર વચ્ચે ઊભી હતી. ત્યાં અંધારું આછરી ગયું હતું. થોડીવાર પહેલાં અંધકારમાં ગોટમોટ થઇને પોઢેલો દરબારગઢ હવે સૂર્યના ચકચકતા અજવાળામાં ચોખ્ખો દેખાતો હતો - જાણે હમણાં જ ભરઊંઘમાંથી જાગ્યો ન હોય! એ ગઢને ધારીધારીને જોઈ રહી. એને સ્પષ્ટ દેખાવા લાગ્યું - ગઢની વચ્ચોવચ ઘટાદાર વડ.. વડની ફરતે ગોળ ઓટલો.. લાંબી વડવાઇઓ.. હવામાં ફરફરી  રહેલી લાલ-લીલી-પીળી ચીંદરીઓ.. અને વડના થડ પાસે પલાંઠી લગાવીને બેઠેલી એક સ્ત્રી! એણે અંતરફોઇસા’ને ક્યારેય જોયાં નહોતાં, પણ મમ્મીએ બલ્લુ સમક્ષ કરેલાં વર્ણન પરથી એ એટલું તો નક્કી કરી શકી કે એ એનાં ફોઇસા’ તો નથી જ. તો પછી? એણે આંખો ખેંચીખેંચીને જોયું. અને આ શું? ફોઇસા’ની જગ્યાએ દેખાયેલો ચહેરો જોઇને એ એકદમ છળી ઊઠી…

-  
-  
    ત્યાં જ દૂરથી આવતાં કોઈ વાહનનું હૉર્ન સંભળાયું અને સાથોસાથ મોબાઇલનો રિંગટૉન પણ. એણે બૅગમાંથી મોબાઇલ બહાર કાઢ્યો. જોયું - સોહમ્‌. એનો ધ્રૂજતો અંગૂઠો હળવેથી મોબાઇલના કી-પેડની લીલા રંગની સ્વિચ તરફ લંબાયો…

{{Poem2Close}}
{{Poem2Close}}