બે હજાર ચોવીસ સમક્ષ/પરિશીલન – અનિલા દલાલ: Difference between revisions
(+1) |
No edit summary |
||
| Line 9: | Line 9: | ||
ચિંતનાત્મક કવિતાની વાત કરતી વખતે મધ્યકાલીન ગુજરાતી કવિઓ અને સુન્દરમ્થી માંડીને રાજેન્દ્ર શાહની કવિતાની અહીં ચર્ચા છે. પસંદ કરેલાં અવતરણો અભ્યાસીઓને મૂળ કૃતિઓના વાચન માટે પ્રેરણા આપશે. જ્ઞાની કવિ કબીરનો પ્રભાવ તો રવીન્દ્રનાથ ઠાકુર પર ખાસ્સો – તેમણે કબીરનાં આપેલાં અવતરણો તો અદ્ભુત છે, એનાથી પ્રતીતિ થાય છે કે અનિલા દલાલને કબીર વાણીનો ખાસ્સો પરિચય છે – તેમનાં અવતરણો આજે પણ આપણને હૃદયસ્પર્શી લાગે છે. દા.ત. | ચિંતનાત્મક કવિતાની વાત કરતી વખતે મધ્યકાલીન ગુજરાતી કવિઓ અને સુન્દરમ્થી માંડીને રાજેન્દ્ર શાહની કવિતાની અહીં ચર્ચા છે. પસંદ કરેલાં અવતરણો અભ્યાસીઓને મૂળ કૃતિઓના વાચન માટે પ્રેરણા આપશે. જ્ઞાની કવિ કબીરનો પ્રભાવ તો રવીન્દ્રનાથ ઠાકુર પર ખાસ્સો – તેમણે કબીરનાં આપેલાં અવતરણો તો અદ્ભુત છે, એનાથી પ્રતીતિ થાય છે કે અનિલા દલાલને કબીર વાણીનો ખાસ્સો પરિચય છે – તેમનાં અવતરણો આજે પણ આપણને હૃદયસ્પર્શી લાગે છે. દા.ત. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>ના જાને તેરા સાહિબ કૈસા હૈ | {{Block center|'''<poem>ના જાને તેરા સાહિબ કૈસા હૈ | ||
મસજિત ભીતર મુલ્લા પુકારે, ક્યા સાહિબ | મસજિત ભીતર મુલ્લા પુકારે, ક્યા સાહિબ | ||
{{gap|8em}}તેરા બહિરા હૈ? | {{gap|8em}}તેરા બહિરા હૈ? | ||
ચિઉંરીકે પગ નેવર બાજે સો ભી સાહિબ | ચિઉંરીકે પગ નેવર બાજે સો ભી સાહિબ | ||
{{gap|8em}}સુનતા હૈ!</poem>}} | {{gap|8em}}સુનતા હૈ!</poem>'''}} | ||
{{Block center|'''<poem>પોથી પઢિ પઢિ જગ મુઆ પંડિત ભયા ન કોઈ | {{Block center|'''<poem>પોથી પઢિ પઢિ જગ મુઆ પંડિત ભયા ન કોઈ | ||
ઢાઈ અક્ષર પ્રેમકા પઢે સો પંડિત હોઈ.</poem>'''}} | ઢાઈ અક્ષર પ્રેમકા પઢે સો પંડિત હોઈ.</poem>'''}} | ||
Latest revision as of 02:00, 9 October 2025
વિવેચન
શિરીષ પંચાલ
એક ઉત્તમ અભ્યાસગ્રન્થ
ગુજરાતી, બંગાળી, અંગ્રેજી, હિંદી – આ ચારે ભાષાઓનાં જાણકાર અનિલા દલાલ ઉત્તમ કૃતિઓ શોધતાં રહે છે અને આપણી સામે મૂકતાં રહે છે. જે કૃતિઓ અહીં પસંદ કરી છે તેના પરથી તેમની ઘડાયેલી રુચિનો – સુરુચિનો પરિચય આપણને થાય છે. આરંભે આપણે કેટલાક સૈદ્ધાન્તિક લેખો જોઈએ. આ લેખોમાં પહેલો લેખ ‘કવિતામાં તત્ત્વબોધ’ છે. આની વાત કરવા માટે તેઓ મેટાફિઝીકલ પોએટ્સ તરીકે જાણીતા થયેલા કવિઓમાં એક અગ્રણી કવિ જ્હૉન ડનની સહાય લે છે. છેક પાછળથી ટી. એસ. એલિયટે આ કવિઓનું બહુમાન કર્યું હતું. અહીં વિવેચકે ડનના એક કાવ્યનો આસ્વાદ કરાવ્યો છે. સાથેસાથે કવિની સંયોજનશક્તિનો ખ્યાલ પણ આવ્યો છે. આ કવિ તો માનતા હતા કે કોઈ પણ માનવીનું મૃત્યુ મને અપૂર્ણ કરે છે. અનિલા દલાલ જ્હૉન ડન આગળ અટકી રહેવાને બદલે ગુરુદેવ રવીન્દ્રનાથ ઠાકુરની કવિતા યાદ કરે છે. રવીન્દ્રનાથ તો ઉપનિષદો પાસેથી ઘણું પામ્યા હતા. રવીન્દ્રનાથ ઠાકુરની અન્ય કૃતિઓનો પરિચય અહીં અનિવાર્ય હતો. ચિંતનાત્મક કવિતાની વાત કરતી વખતે મધ્યકાલીન ગુજરાતી કવિઓ અને સુન્દરમ્થી માંડીને રાજેન્દ્ર શાહની કવિતાની અહીં ચર્ચા છે. પસંદ કરેલાં અવતરણો અભ્યાસીઓને મૂળ કૃતિઓના વાચન માટે પ્રેરણા આપશે. જ્ઞાની કવિ કબીરનો પ્રભાવ તો રવીન્દ્રનાથ ઠાકુર પર ખાસ્સો – તેમણે કબીરનાં આપેલાં અવતરણો તો અદ્ભુત છે, એનાથી પ્રતીતિ થાય છે કે અનિલા દલાલને કબીર વાણીનો ખાસ્સો પરિચય છે – તેમનાં અવતરણો આજે પણ આપણને હૃદયસ્પર્શી લાગે છે. દા.ત.
ના જાને તેરા સાહિબ કૈસા હૈ
મસજિત ભીતર મુલ્લા પુકારે, ક્યા સાહિબ
તેરા બહિરા હૈ?
ચિઉંરીકે પગ નેવર બાજે સો ભી સાહિબ
સુનતા હૈ!
પોથી પઢિ પઢિ જગ મુઆ પંડિત ભયા ન કોઈ
ઢાઈ અક્ષર પ્રેમકા પઢે સો પંડિત હોઈ.
સાથે જ પાશ્ચાત્ય સાહિત્યપરંપરાનો ખાસ્સો પરિચય હોવાને કારણે માત્ર માહિતી નહીં પણ સાહિત્યતત્ત્વની ખાસ્સી સૂઝ પણ પ્રગટે છે. ગુજરાતી વિવેચનપરંપરાએ ટી. એસ. એલિયટ પાસેથી ઘણું શીખવાનું છે — અને એટલે અહીં ટી. એસ. એલિયટનું પ્રખ્યાત નિરીક્ષણ આપણી આગળ મૂકવામાં આવ્યું છે : ‘The greatness of literature cannot be determined solely by literary standards, though we must remember that whether it is literature ot not can be determined only by literary standards.” ગુજરાતીમાં આની ચર્ચા ઉમાશંકર જોશીએ, નિરંજન ભગતે ખાસ્સી કરી છે. ગુજરાતી વિવેચનમાં શું શું ખૂટે છે એની જાણ અનિલા દલાલને છે અને એટલે જ તેઓ ચૈતન્યલક્ષી વિવેચનની સહાય લે છે – જિજ્ઞાસુઓ જો આના વિશે વધુ જાણવા માગતા હોય તો તેમણે સારા લોવેલ પાસે જવું જોઈએ. પાછળથી આવેલા નવા પ્રવાહોએ દિશાઓ ઉઘાડી છે પણ અનિલા દલાલની એક વાત યાદ રાખવા જેવી છે – ‘વસ્તુલક્ષિતાનાં આત્યંતિક વલણોને પરિણામે મૂલ્યાંકન લગભગ યાંત્રિક થતું જાય છે. કવિતાના જીવંત તત્ત્વ સમું માનવચૈતન્ય બાદ થતું ગયું છે.’ અહીં પ્રશિષ્ટની ચર્ચા મર્યાદિત સન્દર્ભમાં કરવામાં આવી છે. વાચકને – અભ્યાસીને ઉત્તમ પ્રશિષ્ટ કૃતિઓમાંથી પસાર થવાનું ઇજન પણ છે. ‘સાધારણીકરણ અને વસ્તુગત સહસંબંધક’ લેખમાં પ્રાચીન—મધ્યકાલીન—અર્વાચીન કૃતિઓની સાથેસાથે પશ્ચિમી પરંપરાનો પણ પરિચય આપણને થાય છે. પરિણામે માનવું પડે કે વિવેચક માત્ર સૈદ્ધાન્તિક ચર્ચા કર્યા કરે તે ન ચાલે, સર્જનાત્મક કૃતિઓનો પરિચય અત્યન્ત અનિવાર્ય છે. અહીં સંસ્કૃત કાવ્યવિચારની સાથે સર્જનાત્મક કૃતિઓની ચર્ચા પણ થઈ છે, અને તે પણ કાલિદાસથી માંડીને અમરુ સુધી. ઉપરાંત ગુજરાતી કવિતાનો ખાસ્સો પરિચય વિવેચકને પોતાની ભાષાનું વિવેચન છે તેની પ્રતીતિ કરાવે છે. ‘ભારતીય કાવ્યદર્શન આ સંદર્ભે વધુ વ્યાપક અને ઊંડાણભર્યું ભાસે છે.’ અહીં આપણને સુઝાન લેંગર યાદ આવે છે. રસ વિશે ભારતીય કાવ્યશાસ્ત્રમાં થયેલી ચર્ચા તેમને અસામાન્ય લાગી હતી. અનિલા દલાલે રાજેન્દ્ર શાહે કરેલા અનુવાદની ચર્ચા કરતાં પહેલાં વૉલ્ટ વ્હિટમૅનની અને તેમના સમયની ચર્ચા કરી છે. સાથે જ અન્ય દેશોમાં જોવા મળેલા અન્યાયી શાસનની ચર્ચાને પણ આવરી લીધી છે. કવિતાની વાત કરતાં પહેલાં કવિજીવનનો પરિચય ગુજરાતને કરાવવો જોઈએ એમ માની વૉલ્ટ વ્હિટમૅનનો જીવનપરિચય આપ્યો છે. આધુનિક સાહિત્યવિવેચનનો રૂપરચનાવાદી અભિગમ સર્જકતા જીવનની ચિન્તા કરતો નથી પરંતુ હરિવલ્લભ ભાયાણી, જયંત કોઠારી જેવા વિવેચકો સર્જકના જીવનને પણ મહત્ત્વનું માને છે, સાથેસાથે અહીં સ્વીકારાયું છે કે કવિતાનો અનુવાદ કવિ પાસેથી જ મળે તે આવકાર્ય છે. અને આમ ગુજરાતમાં અનેક કવિઓએ કાવ્યાનુવાદ કરીને ધારી સફળતા મેળવી છે. વૉલ્ટ વ્હિટમૅનની વાત કરવા માટે ઇંગ્લૅન્ડ અને અમેરિકાને આવરી લેતી બોસ્ટન ટી પાર્ટીની વિગતો પણ આપણી આગળ મૂકવામાં આવી છે. એ રીતે અનિલા દલાલ જે તે પ્રદેશના ઇતિહાસને પણ સામે રાખે છે. વ્હિટમૅન જ્યારે ૧૮૫૫માં ‘લીવ્ઝ ઑવ્ ગ્રાસ’ લઈને આવ્યા ત્યારે અમેરિકાની પરિસ્થિતિ કેવી કંગાળ હતી તેની વાત અહીં કરવામાં આવી છે. આની સાથે જ રશિયા, દક્ષિણ અમેરિકાની વાત કરવામાં આવી છે, એટલું જ નહીં બંકિમચંદ્ર ચટોપાધ્યાય, કાજી નજરૂલ ઇસલમ, જેવા ભારતીય સર્જકોની વાતને સહજ રીતે ગૂંથી લેવામાં આવી છે. અનિલા દલાલે રાજેન્દ્ર શાહે કરેલા અનુવાદની સિદ્ધિ-મર્યાદા પણ ચર્ચી છે. અંગ્રેજીનો કસ ગુજરાતી અનુવાદમાં સારી રીતે ઊતર્યો છે તેની ચર્ચા પણ બંગાળીનો ખાસ્સો પરિચય અનિલા દલાલને બુદ્ધદેવ બસુ સુધી દોરી જાય છે. વૈચારિક ભૂમિકા સક્ષમ હોવાને કારણે ચર્ચા સારી રીતે થાય છે, ઉપસંહાર રૂપે કહેવામાં આવ્યું છે, ‘જીવનભરનાં તેમનાં સાહિત્ય અને જીવનનાં પરિશીલનના પરિપાકરૂપે તેમની આગવી વિચારસૃષ્ટિ અને ઊંડો જીવનબોધ અનુભવાય છે; પુરાણકથાઓની સીમાને અતિક્રમી તે જીવનબોધ નાટકોમાં કલારૂપ પામ્યા છે. અસમિયા સાહિત્ય ક્ષેત્રના અગ્રણી વીરેન્દ્ર ભટ્ટાચાર્યની સાહિત્યચર્ચા કરતાં પહેલાં વિશિષ્ટ વાર્તાઓની ચર્ચા કરીને ઉપસંહાર રીતે કહેવાયું છે : ‘કથનરીતિમાં થોડી શિથિલતા લાગવા છતાં કથા કહેવામાં રહેલી રસાળતા આકર્ષક બને છે. આમ વાર્તાઓમાં આલેખાયેલી ભાવવિભોર કરતી ઘટનાઓનો પ્રવાહ અવશતાથી આજે પણ વાચકને ખેંચી જાય છે.’ તારાશંકર બંદોપાધ્યાયની સાવ નોખી નવલકથા ‘આરોગ્ય નિકેતન’ વિશેનો લેખ વાચકોને મૂળ નવલકથા વાંચવા પ્રેરશે, આ નવલકથા વિશે જો અહીં લેખ ન હોત તો આપણે ફરિયાદ કરત. અનિલા દલાલે વિવેચનના તુલનાત્મક અભિગમ વિશે ઘણું વાંચ્યું-વિચાર્યું છે. એના પરિપાકરૂપે આપણને રવીન્દ્રનાથ ઠાકુર અને ગોવર્ધનરામ ત્રિપાઠીની અનુક્રમે ‘ગોરા’ અને ‘સરસ્વતીચંદ્ર’ની તુલના જોવા મળશે. અનેક કૃતિઓમાંથી પસાર થયેલાં અનિલા દલાલ ભારતના વિવિધ સર્જકોની કૃતિઓમાં તુલનાત્મક અભ્યાસને કેટલી બધી તક છે તે દર્શાવે છે. ગોરા કેવી રીતે ‘હિંદુ’માંથી મુક્ત બની સાચો ભારતીય બને છે, ભારતનો ભૂતકાળ વર્તમાન હેઠળ ઢંકાઈ ગયો છે, તેને discover કરવાનું, ઊઘાડવાનું કાર્ય ગોરા કરે છે દેશ દ્વારા જ ઈશ્વર અનંતરૂપે પ્રકટી રહ્યો છે. બુદ્ધદેવ બસુ તો ગુજરાતમાં ખાસ્સા જાણીતા થયા છે. મહાભારતમાંથી તેઓ પસાર થયા અને એટલે માનવજીવનના પ્રવાહ સાથે મહાભારત કેવી રીતે આગળ વધે છે તેની ચર્ચા છે. મહાભારત તો ભારતીય પ્રજાને – ભારતીય જ શા માટે – વિશ્વને મળેલું અદ્ભુત મહાકાવ્ય છે. અહીં જે ચર્ચા કરી છે તેને ઉમાશંકર જોશીના ‘કર્ણ-કૃષ્ણ’ સાથે સરખાવી જુએ છે, માત્ર ઉમાશંકર જોશી જ નહીં પણ હિંદી કવિ દિનકરની રચનાને પણ સાંકળે છે. સમગ્રતયા જોતાં આપણે કહી શકીએ કે અનિલા દલાલે ભારતીય સાહિત્યમાંથી સૌથી વધારે પરિચય બંગાળીનો છે – અને આ પરિચય માટે બંગાળી ભાષા – બંગાળી સંદર્ભો ખાસ્સાં આત્મસાત્ કર્યા છે. ભારત જેવા વિશાળ, બહુભાષી દેશમાં વિવિધ પ્રદેશોનું સાહિત્ય પણ અભ્યાસીઓને આમંત્રે છે. અહીં રવીન્દ્રનાથ ઠાકુરની ‘ગોરા’ અને ગોવર્ધનરામ ત્રિપાઠીની ‘સરસ્વતીચંદ્ર’ની તુલના કરવામાં આવી છે. વાચકોની માહિતી માટે ગોરાનો ટૂંકો સાર પણ અપાયો છે. ગુજરાતી ભાષામાં નર્મદાશંકર દવેથી માંડીને પંડિતયુગ સુધીનો ઇતિહાસ અનિવાર્ય હતો. એક વિધાન જોઈએ : ‘સરસ્વતીચંદ્ર’ના સર્જકની વેધક ઇતિહાસદૃષ્ટિએ આપણે પ્રાચીન ભારતીય સંસ્કૃતિ, પશ્ચિમી સંસ્કૃતિ અને બંનેના સંપર્કથી ઉદ્ભવેલી અર્વાચીન ભારતીય સંસ્કૃતિ — આ ત્રણ પ્રવાહોના ત્રિભેટે ઊભેલા હતા. અહીં સરસ્વતીચંદ્રના પ્રવાસની થોડી વિગતો આપવામાં આવી છે, જો કે તે ન આપી હોત તો ચાલત – આમ છતાં જે વાચકો ‘સરસ્વતીચંદ્ર’ નવલકથામાંથી પસાર થયા ન હોય તેમના લાભાર્થે આ માહિતી છે એમ માનવાનું. કોઈને પ્રશ્ન થાય કે સાહિત્ય વિશેના આ ગ્રંથમાં પ્રવાસવર્ણનની ચર્ચા કરતો લેખ શા માટે? પણ સાહિત્યની વિભાવના એવી સંકુચિત નથી. ઓગણીસમી સદીનાં છેલ્લાં વરસોમાં આ પ્રવાસ માંદગીની પરવા કર્યા વગર, ઊલટ એ માંદગી આવા પ્રવાસથી દૂર થશે એવી દાક્તરી સલાહને અનુસરીને પશ્ચિમના ઘણા દેશોનો પ્રવાસ નંદકુંવરબાએ ખેડ્યો હતો. અહીં અનિલા દલાલનું એક વિધાન નોંધપાત્ર છે. ‘તેમના આ લેખનમાં આપણે આમ રસિકતા તેમ જ અભ્યાસનિષ્ઠા તથા તેમની વિદ્યાકીય બૌદ્ધિક દૃષ્ટિને પણ પામીએ છીએ. ઉપરાંત અન્ય દેશોની વિગતો-વિશેષતાઓનો આપણને પરિચય થાય છે.’ તારાશંકર બંદોપાધ્યાયની નવલકથા ‘કવિ’નો વિગતે પરિચય આપ્યો છે. આ કૃતિનો વિગતે અપાયેલો પરિચય વાચકોને મૂળ નવલકથા વાંચવા પ્રેરશે. અનિલા દલાલ છેલ્લે કહે છે, ‘લેખકે અસમાનતા તરફ સામાજિક શોષણને બદલે પ્રેમ-મૈત્રી-સમર્પણને પ્રાધાન્ય આપીને માનવતાવાદી દૃષ્ટિકોણને આલેખ્યો છે.’ સુનીલ ગંગોપાધ્યાયને અપાયેલી અંજલિ હૃદ્ય છે. છેલ્લે કેટલીક કાવ્યકૃતિઓનો આસ્વાદ કરાવ્યો છે. આ ગ્રન્થમાં ઐતિહાસિક અભિગમ, તુલનાત્મક અભિગમ અને કૃતિનિષ્ઠ અભિગમનો સમન્વય થયો છે. આપણને પ્રતીતિ થાય છે કે સાહિત્ય કળાને અહીં ઉચિત ગૌરવ અપાયું છે.
[ઝેન ઓપસ, અમદાવાદ]