અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ધીરેન્દ્ર મહેતા/હવે સૂર્ય અને ચંદ્ર પણ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 32: Line 32:
{{Right|(પવનના વેશમાં, ૧૯૯૫, પૃ. ૮૧)}}
{{Right|(પવનના વેશમાં, ૧૯૯૫, પૃ. ૮૧)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ધીરેન્દ્ર મહેતા/— (મુજ દૃષ્ટિ પાછી ના વળે) | — (મુજ દૃષ્ટિ પાછી ના વળે)]]  | મુજ દૃષ્ટિ પાછી ના વળે તારા ગયા પછી...]]
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/માધવ રામાનુજ/‘આપણું’ ગીત  | ‘આપણું’ ગીત ]]  | આપણે તો ભૈ રમતારામ!  ]]
}}

Latest revision as of 12:30, 27 October 2021


હવે સૂર્ય અને ચંદ્ર પણ

ધીરેન્દ્ર મહેતા

પડોશનું મકાન
ફરી એક મજલો ઊંચે ચઢી ગયું...
મારા ઘરની બારીમાં
મેં મઢી રાખેલું આકાશ
ફરી એક વાર ટુકડો થઈ ગયું...
સામેના મકાનની છત પર
એન્ટેના જડાયું;
એથી
મારા બારણામાં
રોજ સવારે ડોકિયું કરતો સૂરજ
ક્ષતવિક્ષત થઈ ગયો
અને
મારાં અંગ પર ફરફરતું
તડકાનું વસ્ત્ર
લીરેલીરા થઈ ગયું...

બાજુના ખૂણે મુકાયેલા
જબરજસ્ત હોર્ડિંગથી
મારી નાની શી ગૅલેરીમાં દેખાતો ચંદ્ર
અંધ થઈ ગયો...

નદી અને વૃક્ષને તો
મેં ક્યારનાં
મારા ઓરડાની દીવાલ પર
ટિંગાતા ચિત્રમાં
મઢી લીધાં છે;
હવે સૂર્ય અને ચંદ્ર પણ...
(પવનના વેશમાં, ૧૯૯૫, પૃ. ૮૧)